________________
તેના માણસો પાસેથી માછલાં પકડવાની જાળ પણ ઝુંટવાઈ ગઈ. ઈવિઝાર્ડ ડાકબંગલામાંથી પોતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમના સિપાઈઓને લઈ આવ્યો. બધા મળીને ૮ જણના આ લશ્કરથી પણ શ્રી પૂજ્યજી ડર્યા નહીં. સિપાઈઓને બંદૂક લેવા દીધી નહીં. શ્રી પૂજ્યજીના છડીદાર અને બીજા એક સેવકને આ ઝપાઝપીમાં ઈજા થઈ ત્યાં સુધી લોકોનું ટોળું ભેગું થઈ ગયું. દરમ્યાન ઈવિઝાર્ડ પોલીસને તેડી આવ્યો અને પછી આખું સરઘસ મામલતદારની કચેરીએ ગયું.
પોલીસ ઈન્સ્પેકટર અને મામલતદાર હિંદુસ્તાની હોવા છતાં અંગ્રેજ વિરૂદ્ધ પગલું ભરવાની હિંમત તેમનાથી ન થઈ. શ્રી પૂજ્યજીને મોઢા પર વાગ્યું હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા. શ્રી પૂજ્યજીએ પોતાને માર માર્યા અંગેની ફરિયાદ કરી પણ તેના પર ધ્યાન ન આપ્યું. બંદૂક કબજે કરી લીધી, પણ લોહી વહેતું હોવા છતાં દાતરી તપાસ ન કરાવી.
શ્રી પૂજ્યજી પોતાની સામે માર મારવા સંબંધે કેસ કરવાના છે તેની ખબર પડતાં ઈવિઝાર્ડ ગભરાયો અને પોતાનું ખૂન કરવાની કોશીશ કરવા માટે અને સરકારી નોકરોને તેમના કામમાં દખલ કરવા માટેના ખોટા આરોપ ઊભા કરી શ્રી પૂજ્યજી સામે તેણે દાવો માંડી દીધો. ફરિયાદી અંગ્રેજી અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ. કાયદાને વિસરી જઈને જિલ્લા મેજિસ્ટ્રેટે કેસ દાખલ કર્યો અને ખૂનના પ્રયાસનો કેસ ઠરાવી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવા હુકમ કર્યો. જૈનોના એક માનનીય આચાર્યને ખૂનના પ્રયાસના કહેવાતા આરોપસર બેડી દસકલા નાખી, લોકોની હકડેઠઠ મેદની વચ્ચે ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા. અમદાવાદની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ મિ. લિપોટ્સ સમક્ષ આ કેસ આવ્યો. લોકલાગણીને પિછાણીને બેડી-દસકલા તરત કાઢી નાખવામાં આવ્યાં.
જૈન સમાજમાં આ કેસ અંગે ભારે હલચલ મચી ગઈ. માંડલ, વીરમગામ અને અમદાવાદના જૈનોએ આ કેસ લડવા માટે કમર કસી. આ કેસ લડવા મુંબઈના તે વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને રોકવામાં આવ્યા.
ઈવિઝાર્ડ અને એન્ડરસન – જેમણે આ કમઠાણ રચ્યું હતું તેમની ઉલટી-સુલટી જુબાનીએ પહેલે જ દિવસે કેસને પાંગળો કરી નાખ્યો. મિ. બ્રાન્સનની ઉલટતપાસમાં દેખાઈ આવ્યું કે કેસની બધી વિગતો કલ્પિત છે. ખૂનના પ્રયાસનો આરોપ ઊડી ગયો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેણે આ કેસ સેશન્સ કમિટ કર્યો હતો તેણે ખૂનનો આરોપ સાબિત ન થતો હોય તો માર માર્યાના આરોપ મૂકવા સેશન્સ કોર્ટને સૂચના કરી. પણ ન્યાયાધીશ ફિલપોટસે તે નકારી કાઢી. બ્રાન્સન બચાવપક્ષની દલીલો શરૂ કરે તે પહેલાં જ, ૧૨ ઓગષ્ટ ૧૮૮૨ના દિવસે “ગુનો સાબિત થતો નથી, બંદૂક ફૂટવાનો પૂરાવો નથી અને સાક્ષીઓની જુબાનીમાં તથ્ય નથી' વગેરે કારણો દર્શાવી ન્યાયાધીશે શ્રી પૂજ્યજીને નિર્દોષ છોડી મૂક્યા.
આમ, એક ધર્મયુદ્ધના અંતે સૂરિજી વિજેતા બનીને બહાર આવ્યા. તેમને ભારે પરેશાની અને અપમાન વેઠવા પડ્યા. પણ એક ઉત્તમ ધ્યેય ખાતર વેઠેલા કષ્ટમાં પણ મજા હોય છે. અમદાવાદના જેનોએ વિજયનો આનંદ મનાવ્યો. સૂરિજીને વાજતે-ગાજતે માનામાં બેસાડીને ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા.
આ પ્રસંગના ખબર તા. ૧૫ ઓગષ્ટ ૧૮૮૨ના “અમદાવાદ સમાચાર પત્રમાં આ રીતે આપવામાં આવ્યા
હતો
લખવાને ખુશી ઉપજે છે કે ગયા શનિવાર તા. ૧૨મીને રોજ વીરમગામવાળા શ્રીપૂજજી મહારાજને જડજ મુ. ફીલપોટ્સ સાહેબે બિલકુલ નીરદોશ ઠરાવી છોડી મુક્યા છે. આ છોડી મુકવાનો દેખાવ તેમને પોલીસે પકડવા તે વખતે શ્રાવક કોમને તો દીલગીરી ભરેલો હોય પણ બધી જાતના લોકોને ભારે દીલગીરી ભરેલો
સંઘસૌરભ Jain Education International
( ૨૫ કે www.jainelibrary.org
For Private & Personal Use Only