________________
પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મહારાજ
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
પ્રવર્તક શ્રી દીપચંદ્રજી મહારાજ પરમ ગુરૂભક્ત, ચારિત્રપાત્ર, દૃઢ મનોબળ ધરાવનાર તથા પ્રખર પ્રતાપી હતા. જન્મભૂમિ : દુર્ગાપુર (નવાવાસ, કચ્છ). જન્મ : સં. ૧૯૨૭, સંસારી નામ : દેવજીભાઈ.
શ્રી કુશલચંદ્રજી મહારાજના સમાગમે વૈરાગી બન્યા. બેએક વરસ ગુરુમહારાજ સાથે રહીને અભ્યાસ કર્યો. એમનું સગપણ તે વખતના રિવાજ મુજબ નાનપણમાં જ થઈ ગયું હતું. શ્વસુરપક્ષ દીક્ષા લેવાની રજા આપતો ન હતો. દેવજીભાઈનો નિર્ણય અડગ હતો. આખરે નવાવાસ અને ભારાપર (શ્વસુરપક્ષનું ગામ) બંને ગામના મહાજનોએ નિવેડો આણ્યો. દેવજીભાઈ પોતાની વાગ્દત્તાને બહેન બનાવી વીરપસલી આપી આવ્યા. સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૪ ના ભારે ધામધૂમથી દીક્ષા થઈ.
ગુનિશ્રામાં સેવા અને સંયમસાધના સાથે દીપચંદ્રજી શાસ્ત્રાભ્યાસમાં આગળ વધતા ગયા. શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજ જેવા વિદ્વાન ગુરુબંધુનો સહવાસ પણ તેમને મળ્યો. ગુરઆજ્ઞાથી તેમણે પૂજ્ય ભ્રાતૃચંદ્રજી મહારાજ સાથે ઘણા વિહાર અને ચોમાસાં કર્યા હતાં.
ઊંચી અને ભવ્ય દેહયષ્ટિ ધરાવતા શ્રી દીપચંદ્રજી મહારાજ કડક' ગણાતા. ગચ્છના સાધુ-સાધ્વીની સારણા-વારણા કરવામાં તેઓ સદા તત્પર રહેતા. તેમની કવિત્વશક્તિ તથા પ્રવચનશક્તિ સારી હતી. પુષ્કળ સ્તુતિઓ, સ્તવનો અને ઢાળોની તેમણે રચના કરી હતી. સમયની માંગને પીછાણીને પાર્જચંદ્રગચ્છના પ્રતિક્રમણ સૂત્રો આરાધનાના પ્રકરણો વગેરે મુદ્રણયંત્રો દ્વારા છપાવી પ્રકાશિત કરવાની પહેલ તેમણે કરી હતી.
સં. ૧૯૭૪માં તેમને પ્રવર્તક પદ નાની ખાખર (કચ્છ) માં અર્પણ કરવામાં આવ્યું. તેમના પાંચ કે છ શિષ્યો હતા. શ્રી દેવચંદ્રજી નામે તેમના એક શિષ્ય પ્રતિભાશાળી અને આશાસ્પદ હતા. એમની જન્મભૂમિ લાયજા (કચ્છ) હતી. સં. ૧૯૬૩માં અમદાવાદમાં તેમની દીક્ષા થઈ. જ્ઞાન-ધ્યાનમાં ખૂબ પ્રગતિ કરી. તેઓ ઉત્તમ કોટિના કવિ હતા. ભાવવાહી સુંદર સ્તવન ચોવીશીઓ, સ્તુતિ ચોવીશીઓ અને ચૈત્યવંદન ચોવીશીઓ તેમજ સક્ઝાયો વગેરેની 4 ૩૪
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only