________________
વારસો આપ્યો છે. સપ્તપદી શાસ્ત્ર, સંઘરંગ પ્રબંધ, રૂપકમાલા, સુરદીપિકા, ઉપદેશસાર રત્નકોશ વગેરે ગ્રન્થોમાં પૂજ્ય દાદાસાહેબના આગમના ઊંડા પરિશીલનથી નિષ્પન્ન થયેલા અનેકાંતવાદ રજિત વિચારોની સુસ્પષ્ટતા તથા તર્કબદ્ધતા છતી થાય છે. એમના ગ્રન્થોની રચનાશૈલી અને વિદ્વત્તા પણ વિદ્વાનોને પ્રસન્ન કરે એવી છે. સંખ્યાબંધ પ્રકરણો, છત્રીશીઓ, બત્રીશીઓ (૩ર-૩૨, ૩૬-૩૬ ગાથાના કાવ્યો) કુલકો, શતકો, રાસો, સ્તવનો, સક્ઝાયો, સ્તુતિઓમાં એમની કવિત્વ શક્તિ, સત્યપ્રિયતા, આત્માભિમુખતા વગેરેનું સુંદર દર્શન થાય છે. પ્રશ્નકારોના સમાધાન અર્થે એમણે લખેલા કેટલાક ચર્ચાપટ્ટકો પણ મળે છે. આગવું અર્પણ :
સાહિત્યિક ક્ષેત્રે પૂજ્ય દાદાસાહેબનું આગવું પ્રદાન હતું – આગમોના ટબ્બાનું. ટબ્બો એટલે અનુવાદ. આજે દરેક પ્રાચીન-અર્વાચીન ભાષાના ગ્રન્થોના અનુવાદ સુલભ બની ગયા છે. પ્રાચીન સમયમાં સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસીઓ જ શાસ્ત્રવાંચન કરી શકતા. જૈન આગમો પ્રાકૃત-અર્ધમાગધીમાં હોવાથી આગમોનો અભ્યાસ સીમિત બની ગયો હતો. આવશ્યકતાને પીછાણીને જૈન આગમોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું કાર્ય સર્વ પ્રથમ પૂજ્ય દાદાસાહેબે આરંભેલું. આ તથ્યનો સ્વીકાર ભારતના તેમજ અન્ય દેશોના ભારતીય ધર્મો અને ભાષાના સંશોધક વિદ્વાનોએ કર્યો છે. પૂજ્ય દાદાસાહેબના રચેલા ૪ થી ૫ આગમોના ટબ્બાઓ આજે ઉપલબ્ધ છે. યુગપ્રધાન પદ
પૂજ્ય દાદાસાહેબની બહુમુખી પ્રતિભા, આધ્યાત્મિક ઉચ્ચતા, દિવ્યશક્તિઓ, સત્ય અને શુદ્ધિના સંરક્ષણ માટે કરેલો ભગીરથ પુરુષાર્થ – આ બધું તેમની અસામાન્યતાને પ્રગટ કરતું હતું. આકાશમાં ગુરુ કે શુક્રનો તારો પોતાના વિશિષ્ટ તેજથી અન્ય તારાઓથી જુદો પડી આવે છે; એમ, પોતાના અસાધારણ આત્મતેજ વડે પૂજ્ય દાદાસાહેબ એ યુગમાં અલગ તરી આવ્યા હતા. એ આખાય યુગ પર તેમની છાયા પડી હતી. શિથિલાચારના ઉન્મેલનનું એમનું કાર્ય ‘શકવર્તી' જ કહી શકાય. આવા યુગપ્રભાવી પુરુષો માટે જૈન પરંપરામાં “યુગપ્રધાન” શબ્દ પ્રયોજાય છે. પૂજ્ય દાદાસાહેબ પણ એવા જ એક “યુગપ્રધાન' હતા. પૂજ્ય દાદાસાહેબના એ પ્રકારના વ્યક્તિત્વને પારખીને નાગોરી તપાગચ્છના સંઘોએ એમને “યુગપ્રધાન પદ અર્પણ કરવા નિર્ણય કર્યો અને વિ.સં. ૧૫૯૯ માં સલક્ષણપુર (શંખલપુર-ગુજરાત)માં શ્રી સોમરત્નસૂરિજીના હસ્તે પૂજ્ય દાદાસાહેબને યુગપ્રધાન પદ અર્પિત થયું. . અંતર્મુખ આરાધના :
પૂજ્ય દાદાસાહેબ કેવળ ધર્મપ્રચારક ન હતા; આજના આંદોલનોના નાયકો જેવા વાણી અને વર્તનના સુમેળ વિનાના ન હતા. તેમની સમગ્ર પ્રવૃત્તિ આત્મલક્ષી હતી. અંતર્મુખતાના પાયા ઊભી હતી. સ્થૂળ પ્રવૃત્તિઓમાં મગ્ન બનીને, આત્મસાધનાથી તેઓ દૂર નહોતા નીકળી ગયા એ તથ્ય પણ એમના જીવનમાંથી આપણે નોંધવા જેવું છે.
પૂજ્ય દાદાસાહેબના અંતરમાં ભક્તિનું તત્ત્વ ખૂબ રસાયેલું જોવા મળે છે. એમના રચેલા સ્તવનો, સ્તુતિઓ, કાવ્યોમાં ઉત્કટ ભક્તિના દર્શન થાય છે. એ જ રીતે કનકાવલી, લઘુસિંહ નિઃક્રીડિત, ૨૧ ઉપવાસ જેવી મોટી તપશ્ચર્યાઓ તેમજ અન્ય અંતર્મુખ અનુષ્ઠાનો એમના જીવનમાં અગ્રસ્થાન ભોગવતા જણાય છે.
જીવનના પાછલા થોડા વર્ષોમાં તેઓ નાગારમાં વધુ સ્થિરતા કરતા હતા ત્યાં “સાત કોટડીનો ઉપાશ્રય” કે જે હજી હમણાં સુધી હતો તેની ઓરડીઓમાં પૂજ્ય દાદાસાહેબ ધ્યાન સાધના માટે એકાંતમાં રહેતા - એવી પરંપરાગત લોકશ્રુતિ ચાલી આવે છે. પૂજ્ય દાદાસાહેબના જીવનમાં આવી આંતર અને બાહ્ય – બંને પ્રકારની સંતુલિત આરાધના દેખાય છે જે તેઓની આત્મનિષ્ઠતાનું પ્રતીક છે. 4 ૨૨
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org