________________
આગળ તરી આવે છે.
અનાગ્રતીપણું એ આત્મધર્મની આરાધના માટેની અનિવાર્ય પૂર્વશરત છે. સર્વજ્ઞ ભગવંત પ્રણીત શાશ્વત સત્યોને સમજવાના એકમાત્ર સાચા સાધન રૂપ સ્યાદ્વાદ-અનેકાંતવાદનો જ્યાં સુધી વ્યવહારમાં ઉપયોગ કરવામાં ન આવે, ત્યાં સુધી, સર્વજ્ઞ-કથિત સત્યો કે સિદ્ધાંતો યથાવત્ સ્વરૂપમાં સમજાય છે અથવા સમજી શકાય છે એવો દાવો કરવો મિથ્યા છે. આવી વાત કરનાર વ્યક્તિ, અભિનિવેશમાંથી જન્મેલી આત્મવંચનામાં રાચે છે એમ સમજી લેવું.
સ્યાદ્વાદના સક્રિય ઉપયોગનું પરિણામ એ હોય છે કે આવા આત્માઓના જીવનમાં સમભાવ અને સહિષ્ણુતા, વસ્ત્રના તાણાવાણાની જેમ, વણાઈ ગયેલા હોય છે.
જૈન ધર્મનો ઇતિહાસ આ હકીકતની સાક્ષી પૂરે છે અને એ જ ઇતિહાસના એક પૃષ્ઠ પર જેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે તે પૂજ્ય દાદાસાહેબના વચનો, સ્યાદ્વાદની સુગંધથી મધમધી રહ્યાં છે. એમના ઉદ્ગારો કહી આપે છે કે એ આત્મસાધક શ્રમણ ભગવંત, સર્વજ્ઞભાષિત સત્યોને સર્વથા સમર્પિત હતા અને એમની વિચારધારા સ્યાદ્વાદ-સાપેક્ષવાદના સક્રિય પ્રયોગ વડે સંસ્કૃત અને સમલંકૃત હતી. પૂજ્ય દાદાસાહેબના સમભાવપૂર્ણ હૃદયસ્પર્શી ઉદ્ગાર જાઓ :
તેvi સંપફ તીરૂ, पिहु पिहु गच्छेसु भिन्न आयारो। तत्थवि जं जिणवयणाणुसारओ तं पमाणं ति।। किज्जइ गच्छायारो, भन्नइ नियनियगुरूहि आइन्नो। नहु सुत्तं दूसिज्जइ, સિગ્ન તે નિજધખો.”
‘આ સમયે જુદા જુદા ગચ્છોમાં ભિન્ન ભિન્ન આચરણા દેખાય છે, આ સર્વ આચરણાઓમાં જે જે જિનવચન અનુસાર હોય તે માન્ય છે.”
પોતપોતાના ગચ્છનો આચાર પાળીએ, પોતપોતાના ગુરુઓ દ્વારા પ્રતિપાદિત આચારનું સમર્થન કરીએ (પરંતુ) આગમનું દૂષિત અર્થઘટન ન કરીએ એમાં જ જિનશાસનની શોભા છે.”
(શ્રી પાર્શ્વચંદ્રસૂરિ રચિત “સપ્તપદીશાસ્ત્ર', શ્લો. ૧૭–૧૮) જિનશાસનની શાન બઢાવવા માટે તેના જુદા જુદા ઘટકોમાં સમભાવયુક્ત સહકાર હોવો જોઈએ. તેના સ્થાને વિસંવાદો અને વિરોધાભાસો વ્યાપક બની રહ્યા છે. અનેકાંતવાદના ગાણાં તો ગવાય છે પણ પહેલાં ઘર આંગણે જ એનો ઉપયોગ કરવાનું સગવડપૂર્વક ભૂલી જવાય છે. આ વિષમ પરિસ્થિતિનો સાચો અને વ્યવહારુ ઉકેલ, પૂજ્ય દાદાસાહેબે વ્યક્ત કરેલા આ ઉદાર અભિગમમાં પડ્યો છે, એમ નથી લાગતું? સાત્ત્વિક શક્તિઓ :
પૂજ્ય દાદાસાહેબનું જીવન તપઃપૂત, નિષ્કામ તથા સાત્ત્વિક હોવાથી, આત્મતેજનો વિશિષ્ટ વિકાસ થયો હોય એ સહજ છે. જે વ્યક્તિમાં સત્ત્વગુણનો વિકાસ સુચારરૂપે થયો હોય, તેની આગળ વિશ્વના તેવા જ સત્ત્વશીલ પરિબળો સ્વયે આકર્ષાઈને આવે છે. એવા મહાપુરુષોની ઈચ્છાને સાકાર કરવા, એ સાત્ત્વિક તત્ત્વો સ્વયં કામે સંઘસૌરભ
૨ ૧૯ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org