________________
તિથિ ઔદયિક લેવી જોઈએ. પ્રતિક્રમણની ક્રિયા નિર્જરા માટે છે. પાપશુદ્ધિ માટે થતી આ ક્રિયામાં દેવ-દેવીની સ્તુતિ-પ્રાર્થના ન હોવી જોઈએ. આજકાલ ઉપધાન થાય છે તે પૂરા નથી. છ આવશ્યકના ઉપધાન થતા જ નથી તે પણ કરવા જોઈએ.
વાચકો જોઈ શકશે આ સિદ્ધાંતો સામાન્ય બુદ્ધિથી પણ કેટલા સુસંગત જણાઈ આવે છે છતાં પણ પરંપરાને પરમ ધર્મ સમજનારાઓએ પૂજ્ય દાદાસાહેબને ‘નવો પંથ ચલાવનારા' કહી ભારે અન્યાય કર્યો છે. આધ્યાત્મિક શૌર્ય :
“સ મા ૩વત્તિ મેઢાવી માં તરણું - સત્યના આદેશને સમર્પિત થનાર, સંસાર સાગરને તરી જાય છે' - આ આર્ષવચનને વ્યવહારમાં પ્રત્યક્ષ કરીને, ક્રિયોદ્ધારરૂપી જીર્ણોદ્ધાર દ્વારા, ચરમ તીર્થપતિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના શાસન અને સંઘરૂપ મંદિરમાં, પૂજ્ય દાદાસાહેબે આચારશુદ્ધિરૂપી આરાધ્યદેવની પુનઃ પ્રતિષ્ઠા કરી. કોઈપણ કાળનો જનસમાજ, કોઠે પડી ગયેલી રૂઢિઓ, માન્યતાઓથી વિપરીત વિચારો, કે આચરણાઓ સ્વીકારવા તો શું, સાંભળવા પણ તૈયાર નથી હોતો. પૂજ્ય દાદાસાહેબના જીવનકાળમાં, ખાસ કરીને શરૂઆતના વર્ષોમાં, તત્કાલીન સમાજની દશા આનાથી જુદી ન હતી. એવા વિષમ સંયોગોમાં, ‘તારી જો હાક સુણીને કોઈ ના આવે તો, એકલો જાને રે’ – એ ઉક્તિ અનુસાર, માર્ગની રક્ષા અને શુદ્ધિ ખાતર, પૂજ્ય દાદાસાહેબે પોતે જે જાણ્યું, તે પ્રમાણે જીવી જાણવાનો “જગન' આદર્યો. સત્ય પ્રત્યેનો અપ્રતીમ સમર્પણ ભાવ, આત્મધર્મ પ્રતિની અનન્ય નિષ્ઠા, આચારમાર્ગની રક્ષાનું એકલક્ષી ધ્યેય, પોતાના વૈયક્તિક સુખ કે માન-મર્તબા પ્રત્યે નિઃસ્પૃહતા – આ ચારે તત્ત્વો એમના “યજ્ઞ'ના અહર્નિશ સાથી બની રહ્યાં. યુગના પ્રવાહોની સાથે તણાઈ જવાને બદલે, એ પ્રવાહોને સુમાર્ગે વાળવાનો ‘ભગીરથ પુરુષાર્થ આદરી પૂજ્ય દાદાસાહેબે તેમના આધ્યાત્મિક શૌર્યનું જ્વલંત દર્શન કરાવ્યું. આચાર્ય પદ :
ઘુવડો ગમે એટલી રાડારાડ કરે, તેથી સૂર્યનો ઉદય અટકતો નથી, કે છાનો રહેતો નથી. એ મુજબ જ, પૂજ્ય દાદાસાહેબની સમર્પિત સાધનાના સૂર્યની ઉદયમાન થતી તેજ રેખાઓએ અજ્ઞાન–અંધકારનો વિનાશ કર્યો જ. પૂજ્ય દાદાસાહેબની ત્યાગવૃત્તિ, અવિહડ શ્રદ્ધા, તિતિક્ષા, અપ્રમત્તતા વગેરે ગુણો જોઈ, જૈન સમાજના જીજ્ઞાસુ અને મુમુક્ષુ આત્માઓ, તેમના પ્રત્યે અને તેમના કથન પ્રત્યે શ્રદ્ધાન્વિત થયા. ‘શુદ્ધિની અલૌકિક પ્રતિમાના સમર્પિત શિલ્પી પૂજ્ય દાદાસાહેબ તરફ અહોભાવ વધવા માંડ્યો. એના ફળ સ્વરૂપે અનેક નગરોના શ્રી સંઘોએ ગચ્છ નાયકને વિજ્ઞપ્તિ કરી કે પૂજ્ય દાદાસાહેબને, તેમના યોગ્ય સ્થાન-શાસનના નાયક તરીકેના સ્થાન પર પ્રતિષ્ઠિત કરો અને ક્રિયોદ્ધારના બીજા વરસે, જોધપુરનગરમાં, પૂજ્ય દાદાસાહેબને આચાર્ય પદ પર બિરાજમાન કરવામાં આવ્યા. સમભાવી દૃષ્ટિકોણ :
શિથિલાચારનું ઉન્મેલન અને શુદ્ધાચારનું સંસ્થાપન એ તો પૂજ્ય દાદાસાહેબનું જીવન કાર્ય - Mission - હતું; અને અપ્રિય થઈ પડવાનો કોઈ ભય રાખ્યા વગર, પૂજ્ય દાદાસાહેબે પૂરી શક્તિથી એ ફરજ બજાવી પરંતુ રૂઢિચુસ્ત યતિઓ-મુનિઓ, કે જેઓ પૂજ્ય દાદાસાહેબને સમજવામાં નિષ્ફળ ગયા, તેમના અજ્ઞાનમૂલક અવરોધોનો સામનો, પૂજ્ય દાદાસાહેબને કરવો પડ્યો. પણ એ સામનો, સમતાના શીતળ સમીરને લહેરાવતો હતો. વાદવિવાદના પ્રસંગોએ કટુતા, વિતંડાવાદ કે કદાગ્રહનો આશ્રય, તેઓશ્રીએ ક્યારેય લીધો નથી. હિતબુદ્ધિથી, શાસ્ત્રાધીન રહીને, વિરોધીઓને સમજાવવાનો હાર્દિક પ્રયત્ન કર્યો. તેમના લખેલા ચર્ચા ગ્રન્થોમાં, તેમનો સમભાવી દૃષ્ટિકોણ - ૧૮
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org