Book Title: Samyag Darshan yane Mokshnu Dwar Author(s): Rasiklal C Sheth Publisher: Virvani Prakashan Kendra View full book textPage 9
________________ દ્રવ્યનું દાન ન કરી શકે પરંતુ તેનાથી અતિ ચડિયાતું એવું ભાવદયાનું દાન શ્રીસંઘ અને સમાજ ઉપર નિરંતર કરી શકે. તેથી જ સંતેને ધરતીનું લુણ કહ્યા છે. પૂ. કુસુમબાઈને કેન્સરની બીમારી અતિઘણું વધી જવાથી દાક્તરોએ પૂર આરામ લેવાની, વ્યાખ્યાન વાણી પણ ન ફરમાવવાની ને વધુ વાતચીત પણ ન કરવાની સલાહ આપી. સંઘે પણ દાક્તરની સલાહ માનવાનું દબાણ કર્યું. તેથી પંદરેક દિવસ તેમ કર્યું, પણ તેમનું અંતર કરૂણભાવથી ઉભરાવા લાગ્યું. આ ગ્રંથની વાંચણ માટે નવરંગપુરા ઉપાશ્રયે તેમના સાન્નિધ્યમાં ૧૬ દિવસ હું રહ્યો ત્યારે મેં પણ એજ સલાહ આપી. પરંતુ મને કહે:- રસિકભાઈ ! ચાતુર્માસમાં લેકે જિનવાણીને લાભ લે તેટલા માટે સંઘે કરાવેલ છે. ને વ્યાખ્યાન વાણી ફરમાવવા એ સાધુને ખાસ ધમ છે. ચોમાસાના દિવસોમાં લોક ઉપાશ્રયે વિશેષ આવે અને બહારગામથી પણ દર્શને આવે – અને હું સુઈ રહું તે સાધુધર્મની ઉપેક્ષા કર્યા સમાન ગણાય. અને પિતાને શારીરીક શ્રમ પડતે સ્પષ્ટ જણાતું હતું, છતાંય લોકેને જિનવાણી સાંભળવાનો લાભ મળે તેટલા ખાતર જ વ્યાખ્યાન વાણી શરૂ કરી દીધા ને ચાતુર્માસના છેલ્લા દિવસ સુધી આપ્યા. આ હતી એમની અનન્ય અનુકંપા. નારણપુરા ઉપાશ્ચયે પણ તેમનાં અંતિમ દિવસમાં તેમના સમિપે રહેવાનું સદ્ભાગ્ય મળેલું. સવાર બપોરના એક બે કલાક એકલા બેસવાનું થતું. ત્યારે પૂ. સતીજીને હદયના ભાવ જણવેલા કે આ ગ્રંથની - સમ્યગદર્શનની વચણ આપની સાથે કરી છે. તેથી આપને સમર્પણ કરવાની ભાવના છે. સાંભળીને મુખ પરની એકપણ રેખા બદલાવ્યા વગર મૌન રહ્યા. મૌનપણે જાણે કહેતા ન હોય કે જેવા તમારા ભાવ ! અમારે એની સાથે કશી નિસ્બત નથી. આ નિર્લેપતા તેમના સમગ્ર સંયમજીવન દરમ્યાન જોવા મળેલ છે. રત્નત્રયીની આરાધના સિવાય બીજી કેઈ અપેક્ષા નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 386