Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra
View full book text
________________
ઊડીને શું કરે છે?
વત્સલાબહેને કહ્યું ચાર વાગે ઊઠું છું ને નવકાર મંત્રના જાપ પ્રતિકમણને સમય થતાં સુધી કરૂં છું.
બસ જા, હવે રાણીએ ફરમાવ્યું.
કુસુમબાઈ તે વંદણું કરી ફરી વાધ્યાયમાં લાગી ગયા. પણ આટલી વાતની એમના હૃદય પર એવી તે અસર થઈ કે એક શ્રાવિકા જે આ રીતે ગૃહસ્થધમમાં રહીને કરતી હોય, તે હું તો ભગવાનના માર્ગની સાધવી, મારે શું કરવું જોઈએ? બસ તે જ રાતથી સવારે ૩ વાગે ઊઠવાનું ને નવકાર મંત્રના જાપ કરવાનું શરૂ કરી દીધું, અને બીજા દિવસથી રોજ એકાસણું જીવનભર કરવાનો નિયમ લઈ એકાસણું શરૂ કરી દીધા, અને એકાસણું કરીને ૩ વાગ્યા સુધી મૌન પાળવાનું શરૂ કર્યું. સંયમજીવનને વધારે વિશુદ્ધ બનાવવા આ વ્રત કરેલા, પણ તેનું ફળ સંયમની વિશુદ્ધિ ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ પણ દેખાવા લાગ્યું. માથાના દુ:ખાવો હવે તે કઢાપો બની ગયો હતો. સતત વેદના રહે, છતાં તેટલી નાની ઉંમરે પણ ખૂબ સમતાથી. સહન કરે. આ તેમને ઉપશમ ભાવ તે તેમને માતા પિતાદિ વડિલે પાસેથી જાણવા મળેલ કે બચપણથી જ હતાં. જાણે પૂર્વજન્મની અધુરી સાધના પૂરી કરવા જ કેમ જન્મ ન લીધા હેય. તેમ શમ, સંવેગને નિર્વેદ તે બચપણથી જ જણાતા હતા. મે તેથી જ સંસારના સર્વ સુખ ને સાનુકૂળતા તજીને સંયમ લીધેલું, અસ્તુ ! મૂળ વાત પર આવીએ કે પર્યુષણ પર્વ આવતાં કઢાપો ઘણે હળવો થઈ ગયો – વચમાં એક વાત જણાવી દઉં કે બધા વ્રત લેવા સાથે દાક્તરની દવાને સારવાર પણ બંધ કરી દીધેલા -ને દિવાળી આવતા તે માથાનો દુઃખાવો સંપૂર્ણ મટી ગયે. ફરી જીવનભર થયે નહિ, એટલું જ નહિ પણ છેલ્લી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 386