________________
આમુખ વીશ વીસ વર્ષ પૂર્વેને આ પ્રસંગ છે. જૈન શ્રીસંઘની વિભૂતી સમા, જ્ઞાન તપોનિધિ, જૈન શાસન પ્રભાવક સમયદશી આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજે મુંબઈમાં બિરાજમાન હતા. જિનશાસનરન શાંત મૂર્તિ શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવની આજ્ઞાથી પંજાબ જવાની તૈયારીમાં હતા. આ પ્રસંગે જીવનને સુફલિત અને સુસાર્થક કરનાર આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી પાસે ભક્તિપૂવક વંદના કરવા આચાર્ય શ્રી વિજય– સમુદ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્યો સાથે ગયા.
બન્ને વિભૂતિઓ મળી અને હૃદયસાગરમાંથી અશ્રુધારા સાથે ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું દશ્ય હદયંગમ બની ગયું. ગુરુદેવે વાસક્ષેપ નાખી ગદ્દ ગદ કંઠે ગુરુદેવના નામ, કામ અને આદર્શોને પરિપૂર્ણ કરે તેવા મંગળ આશીર્વાદ આપે. '
આચાર્યશ્રી સમુસૂરિજી વિહાર કરી ગેરસદ સુધી પહોંચ્યા હશે ત્યાં યુગપુરુષ ગુરુદેવનું સ્વાથ્ય કથળ્યાના સમાચાર મળતાં જ બોરસદથી ઉગ્ર વિહાર કરીને મુંબઈ પાછા દેડી આવી ગુરુદેવની સેવાસુશ્રુષામાં લાગી ગયા. અનન્ય ગુરૂભક્તિનું આ આદર્શ દષ્ટાંત !
પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રમરીશ્વરજી મહારાજનું હૃદય બુહુ સુકોમળ છે. વાણુમાં અપૂર્વ માધુર્ય, સમતા અને નમ્રતાની મૂર્તિ સનાતન સત્યથી ભરેલી તેમની સુધાવાણું સૌના હૃદયને સ્પર્શે છે. તેઓશ્રીનું વ્યક્તિત્વ તદ્દન નિરાળું છે. ત્યાગ, ધીરજ, શાંતિ અને સહનશીલતા વગેરે સ્વાર્પણના અંશે તેમના દૈનિક જીવનમાં અનુભવવા મળે છે કે “જે બુદ્ધિ દ્વારા એકબીજા વચ્ચે મૈત્રી સંપ એક્તા થાય, ધર્મની ગાથાઓનું તત્ત્વ સમજાય–સમજાવાય, સત્યની સાચી ઓળખ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org