Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર જેઠાલાલ , શાહ* જગતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ભારતનું સ્થાન પ્રાચીનકાળથી અદ્વિતીય હતું. ભારતના વેદો, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગ ગહન ગંભીર દર્શનશાસ્ત્રો, વીણામધુર રામાયણ, મેધગંભીર મહાભારત, ભક્તિભૂષણ ભાગવત તથા સારસમન્વયી ભગવદગીતા ભારતને જ અમૂલ્ય વારસે છે. વિશાળતા, વૈવિધ્ય તેમ નિત્ય નૂતનતાને કારણે એ વારસો વિશિષ્ટ અને સર્વશ્રેષ્ઠ છે. મહર્ષિ પાણિનિનું વ્યાકરણ ૫ણ સંસ્કૃત વાડમયનું એવું જ એક વિશિષ્ટ અને વિશ્વમાન્ય સર્જન છે. ૨૫૦૦ કરતાં પણ વધુ વર્ષો પૂર્વેનું એ સર્જન છે છતાં એની વૈજ્ઞાનિકતા અદિતીય બની રહી ઈ દેશવિદેશના વિધાનથી તે પ્રશંસા પામી રહ્યું છે. સંસ્કૃત ભાષાને સ્થાયી સ્વરૂપ મહર્ષિ પાણિનિએ જ આપ્યું છે. એને પ્રભાવ સંસ્કૃત યુગના સમસ્ત વાત્મય ઉપર સચેટરૂપે પાડેલ છે. વ્યાકરણના વિષયમાં ભાષાનું વ્યવસ્થાપૂર્વક પૃથક્કરણ કરવાનું કાર્ય તો પાણિનિ પહેલાં પરાપૂર્વથી જ ચાલતું આવેલ છે. જગતની ભાષાઓમાં પ્રાચીનતર એવું કોઈ સચવાયેલું સ્વરૂપ હોય તો એ વડિલી ભાષાનું જ છે. આ સંહિતા જનામાં જન' ભાષા સ્વરૂપ સાચવી રાખે છે. ભારતીય મસ્કતનોએ તે વાકદેવીને હંમેશા ઈશ્વરપ્રણિત કપી છે. બ્રહ્માએ વાણી રચી અને વાણીથી વિશ્વરચના થઈ. વારંમાં વિના નામથન આમાં તો આખા વિશ્વને શબદ બ્રહ્મમાં સમાવી દીધુ છે. - વાલીની શક્તિની ઝાંખી થઈ એટલે તરત જ એનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા વધી. વેદનું સત્ય સ્વરૂપ નીરખવાના પ્રયાસો થયા. વૈદિક સંહિતાઓના સમયમાં કોઈ એક કે અન્ય પ્રકારનાં વ્યાકરણ અસ્તિત્વમાં હતાં કે નહી એ કહેવું આજે મુશ્કેલ છે. છતાં વૈદિક સંહિતાઓના અભ્યાસમાં એની આવશ્યકતા અનિવાર્ય હોવાનું વેદના છ બ ગોના નિદેશથી સ્પષ્ટ છે. એ માવશ્યકતાની પૂર્તિ માટે જ પછી વેદનાં છ અંગોને અર્થાત વેદાંગ સાહિત્યને જન્મ થયો. જેમ કે– शिक्षा कल्पौ व्याकरण निरुक्त छन्दसांजितिः ज्योतिषामयनं चैव षडगो वेद उच्यते ॥ વેદના આ છ અંગોને શિક્ષાકારાએ વેદ શરીરના વિભિન્ન અંગેનું ૨૫ક આપ્યું છે. યથા– छन्दः पादौ तु वेदस्य हस्तौ कल्पोऽथपठयते । ज्योतिषामयन चक्षुनिरुक्त श्रोत्रमुच्यते । शिक्षा प्राणं तु वेदस्य मुखं व्याकरण स्मृतम् ॥ આમાં જે તે શાસ્ત્રને તેના અનુક્રમે ૫ગ-હાથ-અખિ-કાન-નાક તરીકે ઓળખાવીને વ્યાકરણ શાસ્ત્રને ત' મખ કહેવામાં આવ્યું છે અને વ્યાકરણ શાસ્ત્રની સપરિતા તેમ સર્વોપયોગિતા માટે પૂરત છે. દાથ નાનને માટે નિરક્તશાસ્ત્રની સ્વતંત્ર પ્રવૃત્તિ થઈ તથાપિ નિરૂકતનું જ્ઞાન વ્યાકરણ વિના સંભવિત નથી. વેદાંગમાં વ્યાકરણનું સ્થાન ગણુનાક્રમે ભ લે તૃતીય છે, પરંતુ વેદાથે જ્ઞાન માટે ભાષ્યકાર પતંજલિ એ છે તેમ તે પ્રધાનતમ સાધન છે. (મહાભાષ્ય, અ. ૧ પાદ–૧ આ-૧) વ્યાકરણ જ્ઞાન વિના હાથનું * “ઊમિલ”, સાવલી, જિ. વડોદરા [ સામીપ્ય હે, 'લ-માર્ચ, ૧૯૯૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 103