Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ સામાયિક ૪૫૭ શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : समता सर्व भूतेषु संयमः शुभभावना। आरौिद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।। સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો, શુભ ભાવના ભાવવી, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : त्यक्तात रौद्रध्यानस्य त्यक्त सावध कर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकम् व्रतम् ।। [આર્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવધ કર્મનો ત્યાગ કરીને એક મુહૂર્ત સુધી સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] सावध कर्ममुक्तस्य दुर्ध्यानरहितस्य च। समभावो मुहूर्त तद - व्रतं सामायिकाहवम् ।। (ધર્મ. જે. રૂ૭) સાવદા કર્મથી મુક્ત થઈને, આર્ત અને રૌદ્ર એવા દુર્ગાનથી રહિત થઈને મુહૂર્ત માટે સમભાવનું વ્રત લેવામાં આવે છે તેને સામાયિક કહેવામાં આવે છે.] આમ આ ત્રણે મહર્ષિઓએ સામાયિકનાં લક્ષણો જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે : (૧) સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ધારણ કરવો. (૨) આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો. (૩) શુભ ભાવના ભાવવી. (૪) સાવઘ યોગથી (પાપમય પ્રવૃત્તિથી) નિવૃત્ત થવું. (૫) સંયમ ધારણ કરવો. (૬) આ વ્રતની આરાધના ઓછામાં ઓછા એક મુહૂર્ત જેટલા સમય માટે (બે ઘડી અથવા ૪૮ મિનિટ માટે) કરવી, સામાયિકનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સમભાવ અર્થાત્ સમતાભાવની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્ત કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41