Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ સામાયિક સમતાભાવનો અનુભવ કે આભાસ થાય છે, પરંતુ વિપરીત સંજોગો વખતે સમતાભાવની કસોટી થાય છે. એવે વખતે પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલો સમતાભાવ વધુ સમય ટકી રહે એ જોવું જોઈએ. એ માટે અભ્યાસ અને પુરુષાર્થ જરૂરી છે. એવી તાલીમ માટે સામાયિક સાર અવકાશ પૂરો પાડે છે. એટલા માટે જ સામાયિક વારંવાર કરવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. સામાયિક દ્વારા સ્થળ સપાટી પરની સમતાથી એવી સૂક્ષ્મતમ, ઉચ્ચતમ, આત્માનુભૂતિ સુધી પહોંચાય છે, કે જ્યારે સંસાર અને મુક્તિને તે “સમ' ગણે છે. શ્રી આનંદઘનજી મહારાજે સોળમા શ્રી શાંતિનાથ ભગવાન સ્તવનમાં કહ્યું છે : માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણે રે, સર્વ જંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેઉ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. આપણો આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર સાર રે.' મુક્તિ અને સંસાર એ બંનેને જે સમ ગણે તે સમતાનો આદર્શ છે. એ સૂક્ષ્મ ચેતનાધાર અનુભવગોચર છે, પણ એનું શબ્દમાં યથાર્થ વર્ણન થઈ શકતું નથી. આવી સમતાનો મહિમા મહાત્માઓએ જુદ્ધ જુદી રીતે વર્ણવ્યો છે. निंदापसंसासु समो य माणावमाणकारीसु। सम समण परजणमणो सामाइय संगओ जीवो।। નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાન કરનાર પ્રત્યે, સ્વજનમાં કે પરજનમાં જે સરખું મન રાખે (સમતાનો શુભ ભાવ રાખે) તે જીવને સામાયિક સંગી જાણવો.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41