________________
નિતત્ત્વ
ગૃહસ્થોએ સામાયિક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ ? શાસ્ત્રકારોએ એ માટે એક મુહૂર્ત એટલે કે બે ઘડીનો કાળ (અડતાલીસ મિનિટનો સમય) કહ્યો છે. દિવસ અને રાત્રિમાં જે કાળ પસાર થાય છે તેનું વિભાજન પ્રાચીન કાળમાં મુહૂર્ત, ઘટિકા, પળ, વિપળ વગેરમાં કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં કાળમાપક જે સાધનો પ્રચલિત હતાં એમાં કાચની ‘ઘડી’ આવતી. કાચના ઉપરના એક ગોળામાંથી બધી રેતી નીચેના ગોળામાં પડી જાય એટલા કાળને એક ‘ઘડી' કહેવામાં આવતો. બે ઘડી મળીને એક મુહૂર્ત જેટલો કાળ થતો. આ મુહૂર્તનું વર્તમાન માપ અડતાલીસ મિનિટનું છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં અડતાલીસ મિનિટનો નિર્દેશ ક્યાંય નથી, કારણ કે કલાક અને મિનિટનો વ્યવહાર અંગ્રેજો ભારતમાં ઘડિયાળ લાવ્યા પછી ચાલુ થયો છે. એક ઘડી બરાબર ચોવીસ મિનિટ થતાં બે ધડીની ૪૮ મિનિટ એવું ઘડીનું રૂપાંતર થયું છે.
vee
આગમગ્રંથોમાં ગૃહસ્થોના સામાયિક માટે કોઈ નિશ્ચિત કાળનો નિર્દેશ જોવા મળતો નથી. વળી ‘કરેમિ ભત્તે’ સૂત્રમાં ‘જાવ નિયમ' શબ્દ આવે છે. ‘જ્યાં સુધી નિયમ લીધો છે ત્યાં સુધી' એવો અર્થ થાય છે. જ્યારે સમયમાપક સાધનો સુલભ નહોતાં ત્યારે માણસો અમુક પડછાયો અમુક જગ્યા સુધી પહોંચે ત્યાં સુધી, અથવા દીવો પૂરો બળી રહે ત્યાં સુધી કે એવી નિશાની રાખી સમયનો નિયમ લેતા.
ઘટિકાયંત્ર પ્રચલિત થયા પછી તેનો નિયમ લેવામાં આવતો. ભગવાન મહાવીરના સમય પછી એક મુહૂર્ત અથવા બે ઘડીનો નિર્દેશ સામાયિક માટે જોવા મળે છે. સામાયિકમાં સાવઘયોગનું પચ્ચક્રૃખાણ લેવામાં આવે છે. જુદાં જુદાં પચ્ચક્ખાણોના જુદા જુદા કાલમાન હોય છે. નાનામાં નાનું પચ્ચક્ખાણ તે નવકારશીનું છે. તેમાં સમયનિર્દેશ નથી પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. એ રીતે સામાયિકમાં પણ કાલનિર્દેશ નથી, પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે.
સામાયિકના કાળ વિશે સ્પષ્ટતા કરતાં જિનલાભસૂરિએ ‘આત્મપ્રબોધમાં કહ્યું છે :
इह सावद्ययोग प्रत्याख्यानरूपस्य सामायिकस्य मुहूर्तमानता सिद्धान्तेऽनुक्ताऽपि ज्ञातव्या प्रत्याख्यानकालस्य मुहूर्तमात्र त्वान्नमस्कारसहित प्रत्याख्यानवदिति ।
जघन्यतोऽपि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org