Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 33
________________ સામાયિક ૪૮૫ તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રચારની વિકથા ગણાવવામાં આવે છે : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા અને દેશકથા. (૭) હાસ્ય : સામાયિકમાં કોઈની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કટાક્ષભર્યાં વચનો બોલવાં, બીજાને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણીજોઈને ઊંચાનીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરું ગાંભીર્ય ન સાચવવું. (૮) અશુદ્ધ : જૈન ધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે-ઓછાં બોલવાથી અને સ્વરભંજનના અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે. (૯) નિરપેક્ષ ઃ સૂત્ર-સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજ્યા વગર અવળી રજૂઆત કરવી. (૧૦) મુણમુણ : મુણમુણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમાં દોષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પે ગણાવવામાં આવેલ છે.) સામાયિકમાં કાયાના બાર પ્રકારના દ્વેષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : कुआसणं चलासणं चला दिट्ठी सावज्ज किरियाऽ ऽलंबणाकुंचण पसारणा आलसमोटन मल विमासणं निद्रा वेयावच्चति बार से कायदोसा ।। (૧) કુઆસન (પલાંઠી) : સામાયિકમાં પગ ઉપર ચડાવીને અયોગ્ય રીતે, અભિમાનપૂર્વક, અવિનયપૂર્વક બેસવું. (૨) ચલાસન (આસ્થિરાસન): સામાયિકમાં સ્થિર ન હોય તેવા, હાલકડોલક થાય તેવા આસન ઉપર બેસવું અથવા બેસવાની જગ્યા વારંવાર બદલવી. (૩) ચલદૃષ્ટિ : દૃષ્ટિ સ્થિર ન રાખતાં ચંચલ રાખવી, સામાયિકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41