Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 34
________________ ૪૮૬ જિનતત્ત્વ આમતેમ જુદી જુદી દિશામાં જોયા કરવું. (૪) સાવદ્ય ક્રિયા સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, દોષરૂપ કાર્યો કરવાં અર્થાત્ ગૃહસ્થ ઘરનાં કામો કરવાં કે કરાવવાં. (૫) આલંબન : ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, અવિનયનું સૂચક છે. (ક) આકુંચન-પ્રસારણ : નિપ્રયોજન હાથપગ લાંબાટૂંકા કર્યા કરવા. (૭) આળસ આળસ મરડવી. (૮) કોટન (મોડન): સામાયિકમાં બેઠાં બેઠાં હાથપગની આંગળીઓના ટાચકા ફોડવા (ટચાકા વગાડવા). (૯) મલ : શરીરને ખંજવાળી મેલ ઉતારવો. (૧૦)વિમાસણ : લમણે અથવા ગળામાં હાથ નાખી ચિતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઈ સૂઝ ન પડે એથી ઊભા થઈ આમતેમ આંટા મારવા. (૧૧) નિદ્રાઃ સામાયિકમાં ઝોકાં ખાવાં, ઊંઘી જવું. (૧૨) વૈયાવચ્ચ સામાયિકમાં બીજા પાસે શરીર કે માથું દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી. કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્ર-સંકોચનને ઘેષ તરીકે ગણાવે છે. ઠંડી-ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં ક્યાં કરવા તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપન'ને દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે છે. સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છે : पललठि अथिरासन, दिशि पडिवति कज्ज अदुं भे अंगोवंगमोहणं आलस करडक मलकंडु। विमासणा तह उंधणाइ इव दुवालस दोस वज्जियस्स काय समइ विशुद्धं अगविहं तस्स सामाइयं ।। પાક્ષિકાદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં ‘વંદિત્ત સૂત્ર'માં તથા મોટા અતિચાર'માં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41