Page #1
--------------------------------------------------------------------------
________________
સામાયિક
સામાયિક શબ્દ જૈન ધર્મનો એક અત્યંત મહત્ત્વનો, વિશિષ્ટ કોટિનો ગહનગંભીર પારિભાષિક શબ્દ છે.
તત્ત્વદર્શનની દૃષ્ટિએ “સામાયિકના સ્વરૂપમાં જૈન ધર્મનું ઉચ્ચતમ તત્ત્વદર્શન સમાયેલું છે અને સ્કૂલ ક્રિયાવિધિની દૃષ્ટિએ “સામાયિક જૈન ધર્મનું એક ઉત્તમોત્તમ આધ્યાત્મિક અનુષ્ઠાન છે.
“સામાયિક એટલે આત્મા” એવી સમાયિકની શ્રેષ્ઠતમ વ્યાખ્યા કરવામાં આવી છે અને “સામાયિક” એટલે “સાધકે રોજરોજ કરવાનું પરમ આવશ્યક કર્તવ્ય” – એમ કહેવાયું છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જીવને સંસારમાં અનંત પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્યસ્થાન મોક્ષગતિ છે. એની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ભવચક્રમાં એ ભટકયા કરે છે. મોક્ષપ્રાપ્તિ અર્થાત્ ભવચક્રમાંથી મુક્તિ કેવી રીતે થાય ? “તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : સીદ્ધ જ્ઞાનવરિત્ર વોસમા: (સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મોક્ષમાર્ગ છે). માર્ગ શબ્દ એમણે એકવચનમાં પ્રયોજ્યો છે. એનો અર્થ એ થયો કે માત્ર સમ્યગદર્શનથી કે માત્ર સમ્યગુજ્ઞાનથી કે માત્ર સમ્યફચારિત્રથી નહિ પણ એ ત્રણે તત્ત્વો સાથે મળીને જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ નિયત્રીની આરાધના કરતાં જીવ રાગદ્વેષમાંથી, કષાયોમાંથી મુક્તિ મેળવી શકે છે, જે કેવળજ્ઞાન પ્રગટ થવામાં અને નિર્વાણ અથવા સિદ્ધદશા પ્રાપ્ત થવામાં સહાયભૂત થઈ શકે છે. રાગદ્વેષની મુક્તિ માટે સમત્વની સાધના અનિવાર્ય છે. સંસારના સર્વ જીવો પ્રત્યે આત્મવત્ તુલ્યાતાના ભાવ માટે, વિભિન્ન વિષમ પરિસ્થિતિમાં રાગદ્વેષથી રહિત થવા માટે સમત્વની સાધના જરૂરી છે. સમત્વની સાધના માટે “સામાયિક' અમોઘ સાધન છે. એટલા માટે જ સામાયિક જીવને પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૫૪
જિનતત્ત્વ
જૈન ધર્મમાં પ્રાથમિક કક્ષાના બાળજીવોથી માંડીને પરમ સાધકો સુધી સર્વને માટે તરતમતાની અપેક્ષાએ સામાયિકના સ્વરૂપની વિભિન્ન કોટિ દર્શાવવામાં આવી છે. આત્મસ્વરૂપ અથવા આત્મદર્શનના સ્વરૂપથી માંડીને બે ઘડીની દ્રવ્યક્રિયા માટે “સામાયિક” શબ્દ શાસ્ત્રકારોએ પ્રયોજ્યો છે.
સામાયિક' શબ્દ “સમ' ઉપરથી બનેલો છે. “સમના જુદ્ધ જુદા અર્થ થાય છે. “સમ” એટલે “આત્મા”, “સમ” એટલે “સરખાપણું”, “સમ' એટલે સર્વ
જીવો પ્રત્યે મૈત્રી. • સંસ્કૃત “આય’ શબ્દનો અર્થ થાય છે “લાભ', સમ + આ = સમાય = સમનો લાભ. “સમાયને ઇક પ્રત્યય લાગતાં પ્રથમ વર્ણ “સમાં રહેલો સ્વર (અ) દીર્ઘ (આ) થાય છે. સમ + આય + ક = સામાયિક એટલે કે જેમાં સમનો લાભ થાય છે તે.” (સમય એટલે કાળ. સમય + ક = સામયિક, જે અમુક સમયે થાય છે તે. સાપ્તાહિકો, માસિકો વગેરે માટે વપરાતો શબ્દ તે સામયિક” છે. (કેટલાક લોકોને “સામયિક' અને “સામાયિક' એ બંને શબ્દો જુદા જુદા છે અને બંનેના અર્થ અને ઉચ્ચાર જુદા છે તેની ખબર નથી હોતી.) આમ “સામાયિક” શબ્દ જૈન ધર્મમાં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે અને બહુ પ્રાચીન કાળથી રૂઢ થયેલો છે. વળી સામાયિકના સમાનાર્થી શબ્દો પણ શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયેલા છે.
આવશ્યક નિર્યુક્તિ માં સામાયિક શબ્દના પર્યાય તરીકે “સમતા', સમ્યકત્વ', “શાંતિ', “સવિહિત' જેવા શબ્દો આપવામાં આવ્યા છે. એ ઉપરથી સામાયિક' શબ્દ કેટલો વ્યાપક, ઉચ્ચ અને ગહન અર્થમાં વપરાયો છે તે જોઈ શકાય છે.
વળી “આવશ્યક નિર્યક્તિમાં કહ્યું છે કે સામાયિકના “સમ' શબ્દના સામ” અને “સામ્ય” એવા પર્યાયો પણ થાય છે. જુઓ :
सामं समं च सम्म इग भिइ सामाइअस्स एगट्ठा।
महुर परिणाम सामं समं तुला, सम्म खीरखंड जुइ ।। [સામ, સમ અને સમ એ સામાયિકના અર્થ છે. મધુર પરિણામ તે સામ”; તુલા (ત્રાજવાં) જેવું પરિણામ તે “સમ' અને ખીર તથા ખાંડ એકરૂપ બની જાય તેવું પરિણામ તે “સમ'.]
સામાયિકની નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રકારોએ આપી છે :
Page #3
--------------------------------------------------------------------------
________________
સામાયિક
(૧) સો
इण
—
मध्यस्थः गमनमित्यर्थः ।
समस्य
સાયઃ समायः
समीभूतस्य
सतो मोक्षध्वनि प्रवृत्तिः समाय एव सामायिकम् ।।
‘સામાયિક’ની ઉપર મુજબ વ્યાખ્યા આપતાં શ્રી મલયગિરિએ ‘આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે રાગદ્વેષમાં મધ્યસ્થ રહેવું એનું નામ ‘સમ’. ‘સમ’નો લાભ થાય એવી મોક્ષાભિમુખી પ્રવૃત્તિ એનું નામ ‘સામાયિક’.
रागद्वेषयोरपान्तरालवत अयनं अयो
તો,
1
(૨) સમ’નો અર્થ ‘શમ’ અર્થાત્ ઉપશમ કરવામાં પણ આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર' ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે :
रागद्वेष निर्मुक्तस्य सतः आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूप समायः । समाय एव सामायिकम् ।
રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રથમ સુખરૂપી જે લાભ થાય તે ‘સમાય’ અને તે જ સામાયિક,]
‘વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ જ પ્રમાણે કહ્યું છે :
रागदोस विरहिओ समो त्ति अयणं अयोत्ति गमणं त्ति । મામા (અયન) ત્તિ સમાગો, જ્ઞ ત્ર સામાડ્યું નામ!
૪૫૫
[રાગ અને દ્વેષથી રહિત એવી આત્માની પરિણતિ તે ‘સમ’ છે. અય એટલે અયન અથવા ગમન. તે ગમન સમય પ્રત્યે થાય તેથી ‘સમાય’ કહેવાય. એવો જે સમાય તે જ સામાયિક કહેવાય.]
(3) समानि ज्ञान दर्शन चारित्राणि तेषु अयनं
गमनं समायः स एव सामायिकम् ।
મોક્ષમાર્ગનાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને ‘સમ' કહે છે. તેમાં અયન કરવું એટલે ગમન કરવું કે પ્રવૃત્તિ કરવી તેનું નામ સામાયિક. આની સાથે સરખાવો વિશેષાવશ્યક ભાષ્યની નીચેની ગાથા :
अहिवा समाई सम्मत नाण चरणाइं तसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ।। વળી કહેવાયું છે
:
समानां मोक्ष साधनं प्रति सदृशसामर्थ्यानां । सम्यग् दर्शन ज्ञान चारित्राणां आयः लाभः ।।
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૫૩
જિનતત્વ
મોક્ષ સાધન પ્રત્યે “સમ' અર્થાત્ સમાન (એકસરખું) સામર્થ્ય જેનું છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો “આય” (લાભ) તે સામાયિક] (४) सर्व जीवेषु मैत्री साम, साम्नो आयः लाभः सामाय स एव
સામાન્ સિર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો તેને “સામ' કહે છે. સામનો આયા એટલે લાભ તે સામાય. જેમાં સામાય થાય તે સામાયિક] સરખાવો :
अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ।
अहवा सामस्साओ लाओ सामाइयं नाम ।। [અથવા “સામ” એટલે મૈત્રી. તેનો લાભ તે સામાયિક.} (५) समः सावद्ययोग परिहार निरवद्योगोनुष्ठान रूप जीव
परिणामः तस्य आयः लाभः समायः स एव सामायिकम्। [સાવદ્ય યોગનો (પાપકાર્યનો) પરિહાર તથા નિરવઘ યોગ(અહિંસાદયા-સમતા વગેરે)નું અનુષ્ઠાન – આચરણ તે જીવાત્માનું શુભ પરિણામ (શુદ્ધ સ્વભાવ) તે સમ છે. એ સમનો જેમાં લાભ થાય તે સામાયિક.! (७) सम्यक शब्दार्थः समशब्दः सम्यगयनं वर्तनम् समयः स एव
सामायिकम्। [સમ શબ્દનો અર્થ થાય છે સમ્યક્ (સાચું - સારું). જેમાં સમનું અયન થાય છે અર્થાત્ સારું, શ્રેષ્ઠ આચરણ થાય છે તે સામાયિક કહેવાય.]
(૭) સાથે જન્મ સમયે સિમયે કરવા યોગ્ય તે સામાયિક. .
યોગ્ય સમયે અહિંસા, દયા, સમતા વગેરે ઉચ્ચ કર્તવ્યો જે છે તે કરવામાં આવે છે તે સામાયિક. વળી છ આવશ્યક કર્તવ્યમાં પ્રથમ કાવ્ય સામાયિક છે. તે યોગ્ય સમયે અવશ્ય કરવું જોઈએ. એટલા માટે તે સામાયિક કહેવાય છે. આ વિશેષ વ્યાખ્યા છે.
આ બધી વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તે દરેકમાં “સમ' અર્થાત્ સમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સામાયિકનો ભાવાર્થ થાય છે સમતા. રાગદ્વેષથી રહિત બનીને, સમતાભાવ ધારણ કરીને પોતાના આત્મસ્વભાવમાં સમ બનવું, સ્થિર રહેવું, એકરૂપ બની જવું તેનું નામ સામાયિક.
Page #5
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૫૭
શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
समता सर्व भूतेषु संयमः शुभभावना।
आरौिद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।। સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો, શુભ ભાવના ભાવવી, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.]
શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
त्यक्तात रौद्रध्यानस्य त्यक्त सावध कर्मणः ।
मुहूर्त समता या तां विदुः सामायिकम् व्रतम् ।। [આર્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવધ કર્મનો ત્યાગ કરીને એક મુહૂર્ત સુધી સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.]
सावध कर्ममुक्तस्य दुर्ध्यानरहितस्य च। समभावो मुहूर्त तद - व्रतं सामायिकाहवम् ।।
(ધર્મ. જે. રૂ૭) સાવદા કર્મથી મુક્ત થઈને, આર્ત અને રૌદ્ર એવા દુર્ગાનથી રહિત થઈને મુહૂર્ત માટે સમભાવનું વ્રત લેવામાં આવે છે તેને સામાયિક કહેવામાં આવે છે.]
આમ આ ત્રણે મહર્ષિઓએ સામાયિકનાં લક્ષણો જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે :
(૧) સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ધારણ કરવો. (૨) આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો. (૩) શુભ ભાવના ભાવવી. (૪) સાવઘ યોગથી (પાપમય પ્રવૃત્તિથી) નિવૃત્ત થવું. (૫) સંયમ ધારણ કરવો. (૬) આ વ્રતની આરાધના ઓછામાં ઓછા એક મુહૂર્ત જેટલા સમય
માટે (બે ઘડી અથવા ૪૮ મિનિટ માટે) કરવી, સામાયિકનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સમભાવ અર્થાત્ સમતાભાવની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્ત કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ
Page #6
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
કરવાની તથા શુભ ભાવ ભાવવાની જરૂર છે. એ માટે સંયમની આવશ્યકતા છે. સાવદ્ય કર્મનો એટલે પાપમય પ્રવૃત્તિઓનો અર્થાત મન, વચન ને કાયાના અશુભ યોગોનો જો ત્યાગ કરવાવામાં આવે તો અશુભ ધ્યાન ઓછાં થાય અને જીવ સંયમમાં આવે. એ માટે ગૃહસ્થ જો દ્રવ્ય-ક્રિયારૂપે એક મુહૂર્ત જેટલો સમય પચ્ચખાણ લઈને એક આસને બેસે તો તેને “સામાયિક વ્રત” કહેવામાં આવે છે.
કોઈ પ્રશ્ન કરે કે જૈન ધર્મનો સાર શું? એનો ઉત્તર છે કે રાગદ્વેષથી મુક્તિ મેળવીને મોક્ષગતિ પ્રાપ્ત કરવી એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. રાગદ્વેષથી મુક્તિ કેવી રીતે મેળવાય ? એનો ઉત્તર છે “સમતાની સાધનાથી'. માટે “સમતા' એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. સામાયિક એ સમતાની સાધનાનું સાધન છે. માટે જ કહેવાયું છે કે “સામાયિક' એ જિનપ્રવચનનો, ભગવાનની દેશનાનો, દ્વાદશાંગીનો, ચૌદ પૂર્વનો સાર છે.
વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સામાયિકને ચૌદ પૂર્વના સારરૂપ કહ્યું છે. જુઓ :
सामाइयं संखेवो चौदसपूव्वत्थ पिंडो ति। નવકારમંત્રની જેમ સામાયિકને પણ ચૌદ પૂર્વના સાર તરીકે મહર્ષિઓએ ઓળખાવ્યું છે. એવી જ રીતે, “તત્ત્વાર્થસૂત્ર' ઉપરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સામાયિકને દ્વાદશાંગીના ઉપનિષદ તરીકે દર્શાવ્યું છે. જુઓ :
सकल द्वादशाङ्गोपनिषद भूत सामायिक सूत्रवत् । બધા જ તીર્થંકર પરમાત્માઓ પૂર્વજન્મની એવી આરાધનાને કારણે સ્વયંસબુદ્ધ જ હોય છે. ગૃહસ્થવાસનો ત્યાગ કરી જ્યારે તેઓ દીક્ષિત થાય છે ત્યારે તેઓને કોઈ ગુરુમહારાજ પાસે દીક્ષા લેવાની હોતી નથી. તેઓને કોઈ ગુરુ હોતા નથી. તેઓ ગૃહસ્થ વેષનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે. તેઓ સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ સાવદ્યયોગનાં પચ્ચકખાણ લઈ માવજીવન સામાયિક કરે છે. તેઓ ગૃહસ્થપણામાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ધરાવતા હોય છે. સ્વયં દીક્ષિત થતાં જ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે.
આમ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૫૯
सव्वं मे अकरणिज्जं पावकम्मं ति कटु सामाइयं चरितं पडिवज्जइ।
વળી પ્રત્યેક તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સૌથી પ્રથમ ઉપદેશ સામાયિક વ્રતનો આપતા હોય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે ?
सामाइयाइया वा वयजीवाणिकाय भावणा पढमं।
एसो धम्मोवाओ जिणेहिं सव्वेहिं उवइट्ठो।। ધર્મની આરાધના કરનાર જીવો માટે જૈન ધર્મમાં છ પ્રકારની આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે. પ્રત્યેક શ્રાવકે આ છ “આવશ્યક' કર્તવ્ય રોજેરોજ કરવાં જોઈએ. એ “આવશ્યક આ પ્રમાણે છે : (૧) સામાયિક, (૨) ચઉવિસત્યો (ચતુર્વિશતિસ્તવ - ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (ક) પચ્ચક્ખાણ. આ ક્રિયાઓ અવશ્ય કરવાની હોવાથી એટલે કે તે આજ્ઞારૂપી હોવાથી તેને “આવશ્યક કહેવામાં આવે છે. જૈન આગમગ્રંથોમાં આ છ આવશ્યક સૂત્રો ઉપર ઘણો ભાર મૂક્વામાં આવ્યો છે. એના ઉપર ગણધરોએ સૂત્રની રચના કરી છે. એ આવશ્યક સૂત્ર' તરીકે ઓળખાય છે. આવશ્યક સૂત્ર ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રકારની રચનાઓ થઈ છે.
આ છ આવશ્યક ક્રિયાઓમાં સામાયિકને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરથી સામાયિકનું મહત્ત્વ જૈન ધર્મમાં કેટલું બધું છે તે સમજી શકાય છે.
આ છયે આવશ્યક ક્રિયાઓ પરસ્પર સંલગ્ન છે. એટલે કોઈ પણ એક આવશ્યક ક્રિયા વિધિપૂર્વક બરાબર ભાવથી કરવામાં આવે તો તેમાં બીજી ક્રિયાઓ સૂક્ષ્મ કે સ્કૂલ રીતે આવી જ જાય છે. પ્રતિક્રમણની વિધિમાં તો છયે આવશ્યક ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે.
સામાયિકના “કરેમિ ભંતે' સૂત્રમાં છયે આવશ્યક નીચે પ્રમાણે ઘટાવવામાં આવ્યા છે :
(૧) કરેમિ ... સામાઇયે.... સમતા ભાવ માટે વિધિપૂર્વક સામાયિક માટેની અનુજ્ઞા. એમાં “સામાયિક' રહેલું છે.
(૨) ભન્ત.... ભદન્ત..... ભગવાન ! જિનેશ્વર ભગવાનને પ્રાર્થના - આજ્ઞા - પાલનરૂપી “ચતુર્વિશતિસ્તવ' છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૬૦
જિનતત્ત્વ (૩) તસ્ય ભંતે.... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગઈ કરવાની હોય છે – માટે એમાં ‘વંદન’ છે.
(૪) પડિક્કમામિ... પાપોની નિંદા, ગહ અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં પ્રતિક્રમણ' છે.
(૫) અખાણ વોસિરામિ.... પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં “કાયોત્સર્ગ છે.”
() સાવજ્જ જોગ પચ્ચકખામિ.... એમાં સાવઘ યોગનાં “પચ્ચકખાણ” છે.
આમ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ એ છયે આવશ્યક કર્તવ્ય કરેમિ ભંતે' સૂત્રમાં રહેલાં છે.
આ યે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે :
सामाइएणं भन्ते जीवे किं जणयइ ? સિામાયિક કરવાથી તે ભગાવન ! જીવને શો લાભ થાય છે ? ભગવાન ઉત્તર આપે છે :
सामाइएणं सावज्जजोगविरई जणयइ । સિામાયિક કરવાથી જીવ સાવઘ યોગથી વિરતિ પામે છે.)
આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપર નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવદ્ય (પાપરૂ૫) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. - શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે :
सामायिकं च मोक्षागं परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ।।
Page #9
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૩૧
વાસી ચંદન કલ્પમાં વાસી શબ્દનો અર્થ થાય છે “વાંસલો’, જે સુથારનું ઓજાર છે. એ લાકડું છોલવામાં વપરાય છે. કોઈ એક હાથે વાંસલો ફેરવી હાથની ચામડી ઉખાડતો હોય અને બીજે હાથે કોઈ ચંદનનો લેપ કરતો હોય તો એ બંને પ્રત્યે સમભાવ રાખી શકે એવી મહાત્માઓની સમતાને મોક્ષ મેળવી આપનારી તરીકે અર્થાત્ મોલાંગ તરીકે ઓળખાવવામાં આવી છે.
“વાસી ચંદન'નો બીજો અર્થ એવો કરવામાં આવે છે કે જેમ ચંદનના વૃક્ષને કાપવાથી તે કાપવાવાળા કુહાડાને પણ સુગંધિત કરે છે તેવી રીતે મહાપુરુષોનું સામાયિક વૈરવિરોધ ધરાવનાર પ્રતિ સમભાવરૂપી સુગંધ અર્પણ કરનાર હોય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે સામાયિક મોક્ષાંગ છે, મોક્ષનું અંગ છે. આ બે અર્થમાંથી “વાસી ચંદનનો પહેલો અર્થ વધારે સાચો છે.
સામાયિક વગર મોક્ષપ્રાપ્તિ થઈ ન શકે. મોક્ષપ્રાપ્તિ માટે કેવળજ્ઞાન પ્રગટ થવું જોઈએ. જ્યાં સુધી ચાર ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રકાશિત થાય નહિ. જ્યાં સુધી જીવ સંવર દ્વારા નવાં કર્મોને અટકાવે નહિ અને નિર્જરા દ્વારા જૂનાં કર્મોનો ક્ષય ન કરે ત્યાં સુધી ઘાતી કમોંમાંથી મુક્ત ન થઈ શકે. જ્યાં સુધી રાગદ્વેષનાં પરિણામો ચાલ્યા કરે ત્યાં સુધી ઘાતી કર્મો રહ્યા કરે. સાચી સમતા આવે તો રાગદ્વેષ જાય. સમતાભાવ લાવીને શુદ્ધ આત્મરમણતા અનુભવવા માટે સામાયિક એ જ એક માત્ર ઉપાય છે.
એટલા માટે શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટ પ્રકરણમાં સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે :
सामायिक-विशुद्धात्मा सर्वथा घातिकर्मणः
क्षयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ।। સિામાયિક કરવાથી વિશુદ્ધ થયેલો આત્મા જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.]
સામાયિક દ્વારા આત્માને સર્વથા વિશુદ્ધ કરવા માટે પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે. કેટલાકને તો કેટલાય જન્મની ઉત્તરોત્તર વધતી જતી સાધના પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવે ગૃહસ્થના બે ઘડીના ક્રિયાવિધિયુક્ત સામાયિકથી શરૂ કરી નિશ્ચયસ્વરૂપ ભાવ સામાયિક સુધી
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૬૨
જિનતત્ત્વ પહોંચવાનું હોય છે. એમાં કોઈકનો વિકાસક્રમ મંદ હોય અને કોઈકનો અત્યંત વેગવંતો હોય, પરંતુ એટલું નિશ્ચિત છે કે સામાયિક વગર મોક્ષની પ્રાપ્તિ થતી
નથી.
એટલા માટે જ કહેવાયું છે કે :
जे केवि गया मोक्खं जे विय गच्छन्ति जे गमिस्सन्ति।
ते सव्वे सामाइय माहप्पेणं गुणेयव्या।। જે કોઈ મોક્ષ ગયા છે, જે વળી મોક્ષે જાય છે અને જે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ છે એમ જાણવું શ્રી “ભગવતી અંગમાં પણ કહ્યું છે :
किं तिब्वेण तवेणं किं च जवणं किं च चरितेणं।
समयाइ विण मुख्खो न हु दुजो कहवि न हु होइ ।। [ગમે તેવું તીવ્ર તપ તપ, જપ કરે અને ચારિત્રનું (દ્રવ્ય ચારિત્રનું) ગ્રહણ કરે, પરંતુ સમતા વિના (ઉત્કૃષ્ટ ભાવના સામાયિક વિના) કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ.]
- સમતા એ સામાયિકનો પ્રાણ છે. સમ એટલે સરખું. સમતા અથવા સમત્વ એટલે સરખાપણાનો ભાવ અનુભવવો. મનુષ્યના ચિત્તમાં ગમવાના કે ન ગમવાના ભાવો સતત ચાલતા રહે છે. પ્રિય વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓ, સંજોગો માણસને ગમે છે. અપ્રિય ગમતાં નથી. માણસને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી; વિજય ગમે છે, પરાજય ગમતો નથી; સફળતા ગમે છે, નિષ્ફળતા ગમતી નથી; લાભ કે નફો ગમે છે, ગેરલાભ કે ખોટ ગમતાં નથી. પરંતુ જે વ્યક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રસંગોમાં હર્ષશોકથી પર થઈ શકે તે જ સમતા અનુભવી શકે. ગમવું એટલે રાગ. અણગમો કે ધિક્કાર એટલે , જેમ ષથી માણસ પર થઈ જાય તેમ રાગથી પણ પર થઈ જવું જોઈએ. આપણે ધારીએ એટલું એ સરળ નથી. જ્યાં સુધી મમત્વભાવ છે ત્યાં સુધી રાગ છે. દુનિયાના તમામ પદાર્થો અને સંબંધો છોડ્યા પછી પણ માણસને પોતાની કાયા માટે રાગ રહે છે, અને કાયામાં પ્રવેશેલી વ્યાધિઓ માટે દુર્ભાવ રહે છે. સમત્વની સૂક્ષ્મ સાધના એટલે છેવટે કાયાથી પણ પર થઈ જવું અને શુદ્ધ આત્મોપયોગ દ્વારા સાક્ષીભાવે બધી વસ્તુઓને કે અનુભવોને નિહાળવાં.
એક વખત ચિત્તમાં સમતાભાવ આવ્યો એટલે તે કાયમ રહેવાનો છે એવું માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. સ્વસ્થ અને સુખદ સંજોગોમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
સામાયિક
સમતાભાવનો અનુભવ કે આભાસ થાય છે, પરંતુ વિપરીત સંજોગો વખતે સમતાભાવની કસોટી થાય છે. એવે વખતે પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલો સમતાભાવ વધુ સમય ટકી રહે એ જોવું જોઈએ. એ માટે અભ્યાસ અને પુરુષાર્થ જરૂરી છે. એવી તાલીમ માટે સામાયિક સાર અવકાશ પૂરો પાડે છે. એટલા માટે જ સામાયિક વારંવાર કરવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. સામાયિક દ્વારા સ્થળ સપાટી પરની સમતાથી એવી સૂક્ષ્મતમ, ઉચ્ચતમ, આત્માનુભૂતિ સુધી પહોંચાય છે, કે જ્યારે સંસાર અને મુક્તિને તે “સમ' ગણે છે. શ્રી આનંદઘનજી મહારાજે સોળમા શ્રી શાંતિનાથ ભગવાન સ્તવનમાં કહ્યું છે :
માન અપમાન ચિત્ત સમ ગણે,
સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે,
ઇસ્યો હોયે તું જાણે રે, સર્વ જંતુને સમ ગણે,
સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેઉ સમ ગણે,
મુણે ભવજલનિધિ નાવ રે. આપણો આતમભાવ જે,
એક ચેતના ધાર રે; અવર સવિ સાથ સંજોગથી,
એહ નિજ પરિકર સાર રે.' મુક્તિ અને સંસાર એ બંનેને જે સમ ગણે તે સમતાનો આદર્શ છે. એ સૂક્ષ્મ ચેતનાધાર અનુભવગોચર છે, પણ એનું શબ્દમાં યથાર્થ વર્ણન થઈ શકતું નથી. આવી સમતાનો મહિમા મહાત્માઓએ જુદ્ધ જુદી રીતે વર્ણવ્યો છે.
निंदापसंसासु समो य माणावमाणकारीसु।
सम समण परजणमणो सामाइय संगओ जीवो।। નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાન કરનાર પ્રત્યે, સ્વજનમાં કે પરજનમાં જે સરખું મન રાખે (સમતાનો શુભ ભાવ રાખે) તે જીવને સામાયિક સંગી જાણવો.]
Page #12
--------------------------------------------------------------------------
________________
४७४
જિનતત્ત્વ
“આવશ્યક નિર્યુક્તિ'માં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે :
जो समो सव्वभूएसु तसेसु थावरेसु य।
तस्स सामाइयं होइ इइ केवलिभासियं ।। જે સાધકો ત્રસ અને સ્થાવરરૂપી સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે છે એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવલી ભગવંતોએ કહ્યું છે.] હરિભદ્રસૂરિએ પંચાશક' ગ્રંથમાં લખ્યું છે :
समभावो सामाइयं तण-कंचण सत्तु-मित्र विसओ ति। __णिरभिस्संग चित्तं उचिय पवित्तिप्पहाणं च ।। સિમભાવ એ જ સામાયિક છે, તણખલું હોય કે સોનું હોય. શત્રુ હોય કે મિત્ર હોય, સર્વત્ર પોતાના ચિત્તને આસક્તિરહિત રાખવું તથા પાપરહિત ઉચિત ધર્મપ્રવૃત્તિ કરવી એ સામાયિક છે.]
પૂ. સ્વ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ લખ્યું છે કે “સામાયિકનું પરમ રહસ્ય એ છે કે પ્રત્યેક જીવને આત્મવત્ જોવો. પોતાને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી, તેમ જીવનમાત્રને સુખ ઇષ્ટ છે, દુ:ખ અનિષ્ટ છે. તેથી કોઈના પણ દુ:ખના નિમિત્ત ન બનવું જોઈએ. કોઈ પણ જીવને સહેજ પણ દુભવતાંની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે... આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ, સર્વ સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વસંરક્ષણ-વૃત્તિને સર્વસંરક્ષણરણ-વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતો નથી.”
સમતા, સમત્વ, અનાસક્તિ જીવનમાં સરળતાથી આવતાં નથી. પર્વના સંસ્કારો અને પૂર્વનાં શુભ કર્મનો ઉદય એમાં કામ કરે જ છે, પરંતુ તેની સાથે અપ્રમત્ત પુરુષાર્થની પણ જરૂર રહે છે. જીવનમાં સમતા આણવા માટે સંયમ, શુભ ભાવના તથા આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગની જરૂર રહે છે. જ્યાં સુધી જીવન અસંયમિત હોય, અશુભ ભાવો ચાલ્યા કરતા હોય, આર્ત અને રૌદ્ર ધ્યાનનું પોષણ થયા કરતું હોય ત્યાં સુધી સમતા આવી શકે નહિ. - શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકનાં લક્ષણોમાં એટલા માટે સંયમનો પણ ખાસ નિર્દેશ કર્યો છે. મન અત્યંત ચંચળ હોય છે. પાંચ ઇન્દ્રિયોના
Page #13
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૬૫
ભોગપભોગના વિષ ઘણા બધા હોય છે. જીવ એમાંથી જ્યાં સુધી નિવૃત્ત થતો નથી ત્યાં સુધી સંયમ ધારણ કરી શકતો નથી. એટલે ત્યાં સુધી રાગ અને શ્રેષનાં નિમિત્તો એને મળ્યા કરવાનાં. એટલા માટે ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ ધારણ કરવાની વિશેષ આવશ્યકતા છે.
અન્ય જીવો પ્રતિ ચિત્તમાં વિવિધ પ્રકારના ભાવો જન્મતા હોય છે. એમાં શુભ ભાવોમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે.
આ ચાર ભાવનાઓને જૈન ધર્મમાં ધર્મધ્યાનની ભાવના તરીકે ઓળખાવવામાં આવી છે. આ ભાવનાઓ ભાવવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન દૂર થવા લાગે છે.
બીજાનું હિત ચિંતવવું એનું નામ મૈત્રી. બીજાના ગુણો જોઈને આનંદ અનુભવવો એનું નામ પ્રમોદ. બીજાનું દુ:ખ જોઈને દુઃખી થવું અને તે દૂર કરવા માટે ચિંતા કરવી એનું નામ કરુણા અને બીજા પોતાની હિતશિક્ષા ન માને તો ઉદાસીનભાવ ધારણ કરવો તેનું નામ માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવનાઓ વૈરાગ્યની પણ છે. આ ભાવનાઓના સેવનથી સમત્વનો ભાવ દૃઢ થાય છે.
ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પોને શાસ્ત્રકારોએ મુખ્ય ચાર પ્રકારના ધ્યાન તરીકે દર્શાવ્યા છે : (૧) આર્ત ધ્યાન, (૨) રૌદ્ર ધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને (૪) શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રોદ્ર ધ્યાન તે અશુભ ધ્યાન છે અને ત્યજવા યોગ્ય છે. આર્ત ધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટસંયોગજનિત, (૨) ઇષ્ટવિયોગજનિત, (૩) પ્રતિકૂલ વેદનાજનિત અને (૪) નિદાજનિત. એવી રીતે રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનંદ, (૨) મૃષાનંદ, (૩) ચૌર્યાનંદ અને (૪) પરિગ્રહાનંદ. જ્યાં સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી જીવ શુભ ધ્યાન તરફ વળી શકતો નથી. સામાયિક કરનારે અશુભ ધ્યાનનો ત્યાગ કરવાનો હોય છે.
વળી સામાયિક કરનારે સાવઘયોગ -- પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું હોય છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપાનો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. એમાંથી જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી સારી રીતે સામાયિક થઈ
Page #14
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
૪૩૭
શકે નહિ. આ ઉ૫૨થી જોઈ શકાશે કે સાચું સામાયિક કરવા માટે મન, વચન અને કાયાથી કેટલી બધી પૂર્વતૈયારી કરવાની રહે છે.
સમતાભાવમાં રમનારા બધા જીવોનો સમતાભાવ એકસરકો નથી હોતો. આથી સામાયિકના પ્રકારો જુદા હોઈ શકે છે.
વિશાળ વર્ગીકરણની દૃષ્ટિએ સામાયિકના મુખ્ય ચાર પ્રકારો બતાવવામાં આવે છે : (૧) શ્વેત સામાયિક, (૨) સમ્યકૃત્વ સામાયિક, (૩) દેશવેરિત સામાયિક અને (૪) સર્વવિરતિ સામાયિક,
(૧) શ્રુત સામાયિક : શ્રુતજ્ઞાન અથવા જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપરમણતા .
(૨) સમ્યક્ત્વ સામાયિક : જેમ જેમ મિથ્યાત્વ એટલે અજ્ઞાન દૂર થતું જાય અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું જાય અને તેથી આત્મરણતા પ્રગટ થતી જાય તેનું નામ સમ્યક્ત્વ સામાયિક,
(૩) દેશિવરતિ સામાયિક : બે ઘડી માટે સાવઘ યોગ અથવા પાપપ્રવૃત્તિથી બચવા માટે ગૃહસ્થ એક આસન ઉપર બેસી આત્મરમણતા કરે તે સામાયિક
(૪) સર્વવિરતિ સામાયિક : સાધુ ભગવંતોનું સામાયિક યાવજીવન હોય છે. તેઓ સ્વેચ્છાએ સર્વવિરતિ ધારણ કરનારા હોય છે, એટલે તેઓએ સાવધ યોગનાં જાવજીવ પચ્ચક્ખાણ લીધાં હોય છે. આથી સતત સમભાવ ધારણા કરવા દ્વારા તેઓએ આત્મસ્વરૂપમાં રમણતા કરવાની હોય છે.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ‘વિચારરત્નસાર'માં લખે છે :
‘૧. શ્રુત સામાયિકમાં દીપક સમકિત અને પહેલું ગુણઠાણુ હોય. તે અભવ્યને પણ હોય. કારણ તે જિનવચનાનુસાર પ્રરૂપણા કરે. તેથી ૫૨ને ધર્મ દીપાવે, ધર્મ પમાડે પણ પોતાને અંધારું હોય.
૨. દર્શન સામાયિક સમ્યગ્દૃષ્ટિ ચોથા ગુણઠાણીને હોય.
૩. દેશિવરતિ સામાયિક પાંચમે ગુણઠાણે વર્તતા શ્રાવકને હોય. ૪. સર્વવિરતિ સામાયિક તે છઠ્ઠ-સાતમે ગુણઠાણે વર્તતા મુનિમહારાજને હોય, એ સર્વ ગુણઠાણની પરિણતિરૂપ કષાયનાં ક્ષર્યાપશમને લીધે હોય છે.’ (કેટલાક આ ચાર પ્રકારમાં સમકિત સામાયિકને પ્રથમ મૂકે છે અને ત્યાર પછી શ્રુત સામાયિકને મૂકે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ
Page #15
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૬૭
ક્રમાનુસાર તેઓ સામાયિકના ત્રણ પ્રકાર ગણાવી, ત્રીજા પ્રકારના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પેટાપ્રકાર બતાવે છે. અપેક્ષા ભેદથી તેમ બતાવી શકાય છે.)
ગૃહસ્થીનું એક સામાયિક એક મુહૂર્ત (બે ઘડી – ૪૮ મિનિટ) માટેનું હોય છે. એટલે એ સામાયિક અલ્પનિશ્ચિત કાળ માટે હોય છે. એટલા માટે એ સામાયિકને “ઇલ્વરકાલિક' (થોડા કાળ માટેનું કહેવામાં આવે છે. સાધુ ભગવંતોનું સામાયિક જીવનપર્યતનું હોય છે. એટલા માટે એ સામાયિકને “યાવર્કથિત' કહેવામાં આવે છે.
પૂર્વેના સમયમાં ગૃહસ્થોના સામાયિકના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા હતા : (૧) ઋદ્ધિપાત્ર અને (૨) સામાન્ય રાજા, મંત્રી, મોટા શ્રેષ્ઠીઓએ વાજતેગાજતે ઠાઠમાઠ સાથે ઉપાશ્રયમાં સામાયિક કરવા જવું જોઈએ, કે જેથી આવા મોટા મોટા માણસો પણ સામાયિક કરવા જાય છે એના સામાન્ય લોકો ઉપર ઘણો પ્રભાવ પડે. સામાન્ય ગૃહસ્થો ઉપાશ્રયમાં અથવા ઘરમાં સામાયિક કરે તેને “સામાન્ય' સામાયિક કહેવામાં આવતું. વળી ત્યારે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી કે દેવાદાર માણસોએ તો ઘરે જ સામાયિક કરવું. તેઓએ ઉપાશ્રયમાં સામાયિક કરવા ન આવવું, કારણ કે લેણદાર તાાં સામાયિક કરવા આવ્યો હોય અથવા ઉઘરાણી કરવા આવ્યો હોય તો પોતાના, લેણધરના ને બીજા સામાયિક કરનારાઓના મનના ભાવ બગડે અથવા તેમાં ખલેલ પડે.
સામાયિકના દ્રવ્ય સામાયિક” અથવા “વ્યવહાર સામાયિક” અને “ભાવ સામાયિક ' અથવા “નિશ્ચય સામાયિક' એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. એમાં ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક દેખીતી રીતે ચડિયાતો પ્રકાર છે. દ્રવ્ય સામાયિકનો આદર્શ પણ ભાવ સામાયિક સુધી પહોંચવાનો છે. ગૃહસ્થો એક આસન પર બેસી, ઉચિત વેશ સાથે, મર્યાદિત ઉપકરણો (ચરવાળો, નવકારવાળી, જ્ઞાનનાં પુસ્તકો વગેરે) સાથે બે ઘડીનું વિધિપૂર્વક સામાયિક કરે તેને દ્રવ્ય સામાયિક કહે છે. તેમાં સમતાભાવની સાધના કરવાની હોય છે. આત્માનું સ્વ-ભાવમાં રમણ તે ભાવ સામાયિક અથવા “નિશ્ચય સામાયિક'. એટલા માટે જ “ભગવતીસૂત્રમાં કહ્યું છે : अप्पा सामाइयं, अपा सामाइयस्स अत्थो।
(“ભગવતીસૂત્ર', શ. ૧, ઉ. ૯)
Page #16
--------------------------------------------------------------------------
________________
૪૬૮
જિનત
આત્મા સામાયિક છે, આત્મા જ સામાયિકનો અર્થ છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે :
ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા ધરો સૂધો અર્થ,
આત્મતત્ત્વ વિચારીએ.” શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં આ પ્રકારના નિશ્ચય સામાયિકને સ્થાયી' સામાયિક તરીકે ઓળખાવ્યું છે. જુઓ :
जो समो सव्वभूएसु तसेसु थावरेसु य]
तस्स सामाइयं ठाइ इय केवल भासियं ।।१२६।। ત્રિસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમતાભાવ રાખે તેનું સામાયિક સ્થાયી છે એમ કેવલી ભગવંતોએ કહ્યું છે.]
આ પ્રકારની ગાથા થોડા શબ્દફેર સાથે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ સાંપડે છે.
ભગવતીસૂત્ર (શ. ૧, ઉ. ૯)માં નિશ્ચય સામાયિકના તત્ત્વસ્વરૂપ ઉપર પ્રકાશ પાડતો એક સરસ પ્રસંગ આવે છે.
ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓ વિચરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ સંવર(ચાર મહાવ્રત)નો ધર્મ પળાતો હતો. ભગવાન મહાવીરે દેશકાળ પારખીને ચાર વ્રતમાંથી પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો તથા રોજરોજ ઉભયકાળ પ્રતિક્રમણનો પણ ઉપદેશ આપ્યો.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કાલાસ્યવેષિપુત્ર નામના અણગાર ભગવાન મહાવીર સ્વામીના કેટલાક સાધુ ભગવંતોને મળે છે ત્યારે તેઓ પૂછે છે, “હે વિરો, તમે સામાયિકને જાણો છો ? તમે સામાયિકના અર્થને સમજો છો ?'
વિરોએ કહ્યું, “હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સામાયિકને જાણીએ છીએ. અમે સામાયિકનો અર્થ પણ સમજીએ છીએ.”
“હે સ્થવિરો ! જો તમે જાણતા હો તો સામાયિક શું છે તે મને કહો !'
હે આર્ય! અમારો આત્મા એ સામાયિક છે અને એ જ સામાયિકનો અર્થ છે.”
Page #17
--------------------------------------------------------------------------
________________
સામાયિક
ત્યાર પછી તે સ્થવિરોએ કાલસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિંદાગોં કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાસ્યવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા.
આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે.
‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે :
सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं ।
સામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એજ સામાયિક છે.]
‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ કહ્યું છે :
૪૯
सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव ।
[સામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મા) પોતે જ સ્વયં સામાયિક છે.]
સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે. સામાયિકના આઠ પ્રકારનાં નામ અને તે દરેક ઉપર દૃષ્ટાંત શાસ્ત્રકારોએ આપ્યાં છે. એ માટે નીચે પ્રમાણે ગાથાઓ છે :
सामाइयं समइयं सम्मं वाओ समास संखेवो । अणवज्झं य परिण्णा पच्चखाणेय ते अट्ठा ॥
[સામાયિક, સમયિક, સમવાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પ્રત્યાખ્યા એમ આઠ નામ સામાયિકનાં છે.
—
दमदंते मेअज्जे कालय पुत्था चिलाइपुत्ते य । धम्मइ इला तेइली सामाइय अट्ठुदाहरणा । ।
[૧. દમદંત રાજા, ૨. મેતાર્ય મુનિ, ૩. કાલાચાર્ય, ૪. લૌકિકાચાર પંડિતો, ૫. ચિલાતીપુત્ર, ૬. ધર્મરુચિ સાધુ, ૭. ઇલાચીપુત્ર અને ૮. તેતલીપુત્ર એમ સામાયિક વિશે આઠ ઉદાહરણો છે.]
Page #18
--------------------------------------------------------------------------
________________
૪૭૦
સામાયિકનાં આઠ નામના અર્થ નીચે પ્રમાણે છે :
(૧) સામાયિક : જેમાં સમતાભાવ રાખવામાં આવે છે. આ સમભાવ નામના સામાયિક ઉપર દમદંત રાજાનું દૃષ્ટાંત છે.
(૨) સમયિક : સ-મયિક. મયા એટલે દયા. સર્વ જીવ પ્રતિ દયાનો ભાવ ધારણ કરવો તે. આ સમયિક સામાયિક ઉપર મેતાર્યમુનિનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
જિનતત્ત્વ
(૩) સમવાદ : સમ એટલે રાગદ્વેષ-રહિતતા. જેમાં એવા પ્રકારનાં વચન ઉચ્ચારવાં તે સમવાદ–સામાયિક. એના ઉપર કાલકાચાર્ય (કાલિકાચાર્ય)નું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૪) સમાસ : સમાસ એટલે જોડવું, એકત્ર કરવું,વિસ્તાર ઓછો ક૨વો, થોડા શબ્દોમાં શાસ્ત્રોના મર્મને જાણવો તે. આ સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૫)સંક્ષેપ : થોડા શબ્દને ઘણો અર્થવિસ્તાર વિચારવો અથવા દ્વાદશાંગીનું સારરૂપ તત્ત્વ જાણવું. તે આ સંક્ષેપ સામાયિક ઉપર લૌકિકાચાર પંડિતોનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૬) અનવદ્ય : અનવદ્ય એટલે નિષ્પાપ. પાપ વગરના આચારણરૂપ સામાયિક તે અનવદ્ય સામાયિક. તેના ઉપર ધર્મરુચિ અણગારનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૭) પરિજ્ઞા : પરિજ્ઞા એટલે તત્ત્વને સારી રીતે જાણવું તે. પરિક્ષા સામાયિક ઉપર ઇલાચીકુમારનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
(૮) પ્રત્યાખ્યાન : પ્રત્યાખ્યાન એટલે પચ્ચક્ખાણ. કોઈ વસ્તુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેતીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
આવી રીતે સામાયિકના આઠ જુદા જુધ્ધ પર્યાય દૃષ્ટાંત સહિત બતાવવામાં આવ્યા છે.
ભગવાન મહાવીરે સ્યાદ્વાદ અને એકાન્તવાદની દૃષ્ટિ આપણે જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રત્યેક પરિસ્થિતિને જુદી જુદી અપેક્ષાએ તપાસી શકાય છે. સામાયિકના વિષયમાં અર્થ, રહસ્ય કે ધ્યેયની સમજણ વગર, માત્ર ગતાનુગતિક રીતે જેવું-તેવું સામાયિક કરનારના સામાયિકથી માંડીને સમભાવની વિશુદ્ધતમ પરિણતિ સુધી સામાયિકની અનેક કક્ષાઓ હોય
Page #19
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૩૧
છે. નય અને ન્યાયના પ્રખર અભ્યાસી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાથે નયની અપેક્ષાએ સામાયિકના પ્રકારો દર્શાવ્યા છે અને તે સામાયિક કેવું હોય તેનું વર્ણન તેમણે એક પદમાં કર્યું છે. તેઓ લખે છે :
“ચતુર નર ! સામાયિક નય ધારો.
લોક પ્રવાહ છાંડ કર અપની પરિણતિ શુદ્ધ વિચારો.”
ત્યારપછીની કડીમાં તેઓ સંગ્રહનયની અપેક્ષાએ સામાયિકનો આદર્શ રજૂ કરતાં કહે છે :
‘દ્રવ્યત અખય અભંગ આતમા સામાયિક નિજ જાતે, શુદ્ધ રૂપ સમતામય કહીએ, સંગ્રહ નકી બાતિ.
જ્ઞાનતંતકી સંગતિ નાહી, રસિયો પ્રથમ ગુણઠાને.” આમ પ્રથમ ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનક સુધી જીવનું સામાયિક કેવું કેવું હોય તે આ પદમાં તેમણે વર્ણવ્યું છે. એટલા માટે જ સામાયિક એ સતત અભ્યાસ દ્વારા ઊંચે ચડવાની સાધના છે, એમ દર્શાવતાં એ પદમાં અંતે તેઓ કહે છે :
સામાયિક નર અંતર દષ્ટ, જો દિન દિન અભ્યાસે,
જગ જશવાદ લહે જો બેઠો, જ્ઞાનવંત કે પાસે.' સામાયિકમાં દ્રવ્યક્રિયાથી માંડીને દેશવિરતિ, સર્વવિરતિ, સંવર અને નિર્જરા, ઉપશમ શ્રેણી, લપક શ્રેણી, આત્માના આઠ રૂચક પ્રદેશો, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય, કેવળજ્ઞાન અને છેલ્લે સિદ્ધગતિ – એ બધાંને લક્ષમાં લઈ ઠેઠ સિદ્ધાત્માઓ સુધીની દશા માટે જુદી જુદી ગતિની અપેક્ષાએ જુદા જુદા નય કેવી રીતે ઘટી શકે છે તે શાસ્ત્રકાર મહર્ષિએ દર્શાવ્યું છે.
અનંત વૈવિધ્યમય સંસારમાં બધા જ જીવો એકસરખી કોટિના હોઈ શકે નહિ. જુદી જુદી ગતિની અપેક્ષાએ જીવોને જોઈએ તો કેટલાયે દેવગતિમાં છે અને કેટલાયે મનુષ્યગતિમાં છે. વયની અપેક્ષાએ મનુષ્યનો વિચાર કરીએ તો કેટલાયે બાલાવસ્થામાં છે અને કેટલાયે વૃદ્ધાવસ્થામાં છે. જો મોક્ષગતિ એ જીવોનું અંતિમ લક્ષ્ય હોય તો કેટલાયે જીવો મોક્ષગતિ તરફ આગળ વધી રહેલા જોવા મળશે, તો કેટલાયે એનાથી વિપરીત દશામાં જઈ રહેલા, ઘસડાઈ રહેલા દેખાશે. મોક્ષમાર્ગી જીવો પણ જુદી જુદી કક્ષાના અને જુદા જુદા તબક્કામાં જોવા મળશે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૪૭૨
જિનતત્ત્વ તીર્થંકર પરમાત્મા જ્યારે સમવસરણમાં દેશના આપે છે ત્યારે તે એવી હોય છે કે તેમાંથી બધા જ વિકાસોન્મુખ જીવોને પોતે જે કક્ષાએ હોય ત્યાંથી ઊંચે કેમ ચડી શકે તેનું માર્ગદર્શન મળી રહે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રની આવશ્યકતા રહે છે. સમ્યફચારિત્રના સર્વવિરતિ અને દેશવિરતિ એવા બે મુખ્ય પ્રકાર છે. ગૃહસંસાર છોડી દીક્ષા લેનાર સાધુ ભગવંતોનું ચારિત્ર તે સર્વવિરતિના પ્રકારનું છે. ગૃહસ્થો જે સંયમની આરાધના કરે તે દેશવિરતિ ચારિત્ર છે. સર્વવિરતિ સાધુ ભગવંતો માટે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. ગૃહસ્થો માટે એ જ વ્રતો અમુક અંશે પાળવાનાં કહ્યાં હોવાથી તેને અણુવ્રત – નાનાં વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ અણુવ્રતોનું પાલન સારી રીતે થઈ શકે એ માટે બીજાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. ત્રણ ગુણવ્રતો છે : (૧) દિક્ પરિમાણ વ્રત, (૨) ભોગપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થ દંડ વિરમણવ્રત. ચાર શિક્ષાવ્રતો છે : (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાસિક વ્રત, (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વત.
આમ શ્રાવકનાં બાર વ્રત બતાવવામાં આવ્યાં છે. જે દેશવિરતિ શ્રાવક આ બાર વ્રત ચુસ્તપણે પાળે તે સાધુની નજીક પહોંચે છે. આ બાર વ્રતમાં નવમું વ્રત અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત તે સામાયિક વ્રત છે. જે શ્રાવક સામાયિક વ્રત બરાબર પાળે તે તેટલો વખત સાધુપણામાં આવી જાય છે.
સામાયિક એ શિક્ષાવ્રત છે. શિક્ષા એટલે અભ્યાસ. “ધર્મબિન્દુ’ ગ્રંથમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે :
साधु धर्माभ्यासः शिक्षा - એટલે જેમાં સારો (સાધુ) ધર્માભ્યાસ થયા તેનું નામ શિક્ષા. શિક્ષાવ્રત એટલે વારંવાર અભ્યાસ કરવાનું વ્રત. શ્રી હરિભદ્રસૂરિએ “પંચાશક'માં કહ્યું છે :
सिक्खावयं तु एत्थं सामाइयमो तथं तु विणेयं ।
सावज्जेयर जोगाण वज्जणा सेवणास्वं ।। અહીં શ્રાવકધર્મમાં સામાયિકને શિક્ષાવ્રત જાણવું. સાવઘ અને ઇતર (અનવદ્ય) યોગોને અનુક્રમે વર્જવા અને સેવવારૂપે તે વ્રત છે.]
Page #21
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૭૩
અભયદેવસૂરિએ શિક્ષાનો અર્થ સમજાવતાં કહ્યું છે કે ગ્રહણ અને સેવનરૂપી પરમપદસાધક એવી વિશિષ્ટ ચેષ્ટા એટલે શિક્ષા. જે વ્રતમાં આવી ચેષ્ટા મુખ્ય રૂપે હોય એ વ્રત તે શિક્ષાવ્રત.
સામાયિક શિક્ષાવ્રત છે માટે જ તે વારંવાર કરવાનું કહ્યું છે, કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી, તેના વધુ મહાવરાથી તે વધુ સારી રીતે થઈ શકે છે. જેમ અનુભવ વધતો જાય તેમ તેની ખામીઓ દૂર થતી જાય. સાધનામાં અભ્યાસથી ઉત્તરોત્તર વિશુદ્ધિ આવતી જાય છે. આરંભમાં થોડી કચાશ હોય, તેથી તે પ્રવૃત્તિ છોડી દેવાને યોગ્ય નથી. કુંભારનો દીકરો ચાકડા ઉપર માટીનાં વાસણ બનાવતાં શીખે અથવા નાનું બાળક અક્ષર લખતાં શીખે તો તેમાં જેમ જેમ વધારે મહાવરો થતો જાય તેમ તેમ પરિણામ સારું આવતું જાય. સામાયિક વ્રતમાં આરંભમાં કોઈને લેવાની કે પારવાની વિધિ બિલકુલ ન આવડતી હોય તો તે વગર પણ સામાયિકનો આરંભ કરી શકે છે, અને પછી તેની વિધિ શીખી લઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વ્રતનું પાલન ન કરનારને જેટલો દોષ લાગે છે તેટલો દોષ અવિધિથી વ્રત કરનાને લાગતો
નથી.
વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે કહ્યું છે :
सामाइअंभि उ कए समणो इव साववो हवइ जम्हा।
ए एण कारणेणं बहुसो सामाइयं कुज्जा। [સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.
બે ઘડીના સામાયિકમાં પાપરૂપ પ્રવૃત્તિઓ અટકી જાય છે, અને ત્યાગ તથા સંયમાદિ ભાવો અનુભવવા મળે છે. માટે શ્રાવકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરવાની ભલામણ કરવામાં આવી છે :
झाहे खणिउ ताहे सामाइयं करेइ । વળી અન્યત્ર પણ કહેવાયું છે :
जीवो पमायबहुलो बहुसोवि अ बहुविहेसु अत्थेसु।
एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा।। [જીવ બહુ પ્રમાદવાળો છે. બહુ પ્રકારના અર્થોમાં (પદાર્થોમાં) તે બહુ રચ્યોપચ્યો રહે છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.J.
Page #22
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
આવશ્યક ચૂર્ણિ'માં કહ્યું છે :
यदा सव्व सामाइयं काउमसतो तदा देससामाइयंपि ताव बहुसो कुज्जा तथा जत्थं वा वीसमइ अच्छइ वा निब्बारो सवत्थ सामाइयं करेइ ।
[જ્યારે સર્વથી (સર્વવિરતિ લઈને) સામાયિક કરવાને અશક્ત હોઈએ ત્યારે દેશથી (દેશવિરતિમાં) પણ સામાયિક બહુ વાર કરવું જોઈએ. તથા જ્યાં વિસામો (ફુરસદ) મળે અથવા નિર્ચાપાર હોય (બીજું કંઈ કરવાપણું ન હોય) ત્યારે તો સામાયિક સર્વથા કરવું જ જોઈએ.) સાગાર ધર્મામૃતમાં કહ્યું છે :
सामायिकं सुदुःसाध्यमप्यभ्यासेन साध्यते।
निम्नी करोति वा बिन्दुः किं नाश्मानं मुहुःपतन् ।। [અત્યંત દુ:સાધ્ય છતાં સામાયિક અભ્યાસથી (નિત્ય પ્રવૃત્તિથી) સાધ્ય થાય છે. સતત જલબિન્દુ પડવાથી શું પથ્થર (ઘસાઈને) નીચો નથી થતો ?.
ક્રિયાવિધિપૂર્વકનું ગૃહસ્થોએ કરવાનું દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોય છે. ગૃહસ્થોએ ગુરુ ભગવંતની સાક્ષીએ (અથવા સ્થાપનાચાર્ય સન્મુખ રાખીને). રોજરોજ આવશ્યક ક્રિયા તરીકે અવશ્ય તે કરવાનું હોય છે. ગૃહસ્થોને પોતાના ગૃહજીવનની મર્યાદા હોય છે એટલે એમને માટે આ દ્રવ્ય સામાયિકનું વિધાન છે, પરંતુ દ્રવ્ય સામાયિક થયું એટલે તે ભાવ સામાયિક ન થઈ શકે એવું નથી. વસ્તુત: દ્રવ્ય સામાયિક કર્યું હોય અને પુરુષનું મન તે સમયે હરિજનવાસમાં ઉઘરાણી માટે ભટકતું હોય અથવા સ્ત્રીનું મન રસોડામાં ભટકતું હોય તો તે દ્રવ્ય સામાયિક માત્ર દ્રવ્ય સામાયિક જ રહે છે. ભાવ તેમાં પરોવાયેલો ન હોવાથી તે વધારે ફળ આપતું નથી. પુણિયા શ્રાવક ગૃહસ્થ હતા છતાં એનું દ્રવ્ય સામાયિક એવું ઉત્તમ ભાવ સામાયિક બની રહેતું કે એમના સામાયિકની પ્રશંસા ખુદ ભગાવન મહાવીરના મુખે થયેલી છે.
દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોવું જોઈએ એવી પ્રાચીન પરંપરા ચાલી આવી છે. આ સામાયિક લેવાની અને તે પૂરું થયે પારવાની વિધિમાં કેટલાક ફેરફારો થતા રહ્યા છે, તો પણ એના મુખ્ય ધ્વનિ કે ભાવ તો સમાન જ રહ્યો છે. સામાયિકની લેવા- પારવાની ક્રિયાવિધિમાં કેટલાંક સૂત્રો બોલવાનાં હોય છે. એ સૂત્રોમાં નવકારમંત્ર, પંચિદિઅ, ઇરિયાવહી, તસ્ય ઉત્તરી, અન્નત્ય, લોગસ્સ, કરેમિ ભંતે વગેરે સૂત્રો સમાન રહ્યાં છે. બીજાં કેટલાંક સૂત્રોમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૭૫
ફિરકાભેદે ફરક છે. તો પણ તેનો આશય સમાન રહ્યો છે.
કોઈ પણ ક્રિયાવિધિના આરંભમાં નવકારમંત્ર પછી ઇરિયાવહી સૂત્ર બોલાય છે. દોષોની ક્ષમાપના માટેનું એ સૂત્ર છે. જ્યાં સુધી ઇરિયાવહી દ્વારા, દોષોની ક્ષમાપના દ્વારા શુદ્ધિ થતી નથી ત્યાં સુધી ધાર્મિક ક્રિયા કે વિધિ બહુ ફળ આપતી નથી. ઇરિયાવહી સાથે લોગસ્સનો કાઉસગ્ગ અવશ્ય જોડાયેલો હોય છે. એથી દર્શન-વિશુદ્ધિનો લાભ થાય છે.
સામાયિકનું સૌથી મહત્ત્વનું સૂત્ર તે “કરેમિ ભત્તે સમાય છે. એ સામાયિક માટેની પ્રતિજ્ઞાનું સૂત્ર છે સમાયિકનો આધાર આ પ્રતિજ્ઞા સૂત્ર ઉપર છે.
તીર્થંકર પરમાત્મા જ્યારે પંચમુષ્ટિએ લોન્ચ કરી સ્વયં દલિત થાય છે ત્યારે સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લે છે. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લીધી ત્યારે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી કરેમિ સામાઇમં, સવ્વ મે અકરણિજ્જ પાવકમ' એ પ્રમાણે ઉચ્ચરી પ્રતિજ્ઞા લીધી હતી. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે “કરેમિ ભજો સામાઇયં”ની પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધ એટલે કે નવ કોટિએ લે છે. ગૃહસ્થો જ્યારે બે ઘડીનું સામાયિક કરે છે ત્યારે “કરેમિ ભજો' સૂત્ર બોલીને છ કોટિએ પચ્ચક્ખાણ લે છે. એટલા માટે સાધુ ભગવંતોના “કરેમિ ભજોમાં અને ગૃહસ્થોના “કરેમિ ભત્તેમાં કેટલાક શબ્દો જુદા જોવા મળશે. આ શબ્દો ઘણા મહત્ત્વના અર્થસભર અને સૂચક છે. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે “કરેમિ ભત્તે’ ઉચ્ચરે છે. તેઓ માવજીવન સામાયિક સ્વીકારે છે. ગૃહસ્થોનું સામાયિક નિયમાનુસાર એટલે કે બે ઘડીનું હોય છે. આથી સાધુ ભગવંતોએ સર્વ પ્રકારના સાવદ્ય યોગનાં પચ્ચખાણ લેવાનાં હોય છે. એટલે તેમના કરેમિ ભન્તમાં “સળં” અને “જાવજીવાય” શબ્દો આવે છે. ગૃહસ્થોના જીવનમાં આરંભ-સમારંભ ચાલુ હોય છે, એટલે તેઓ બે ઘડી માટે સાવદ્ય યોગનાં પચ્ચકખાણ લે છે. સાધુ ભગવંતોને ગૃહસ્થજીવનની, આજીવિકાની કે અન્ય સાંસારિક જવાબદારીઓ હોતી નથી. સર્વ સાંસારિક સંબંધોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે તેઓ ત્રણ કરણ કરવું, કરાવવું, અનુમોદવું) અને ત્રણે યોગ(મન, વચન, કાયા)થી પચ્ચકખાણ લે છે. ગૃહસ્થને જવાબદારીઓ હોવાથી, આજીવિકા તથા સાંસારિક કાર્યોમાં મમત્વનો ભાવ રહેવાથી તેઓ બે કરણ ને ત્રણ યોગથી પચ્ચકખાણ લેતા હોય છે. મન, વચન
Page #24
--------------------------------------------------------------------------
________________
૪૬.
જિનતત્ત્વ અને કાયાથી સાવદ્ય યોગની અનુમોદના કરીશ નહિ એવું પચ્ચક્ખાણ ગુહસ્થને લેવાનું હોતું નથી. તેઓ લેવાને સમર્થ કે અધિકારી હોતા નથી. તે તો ભંગ થવાનો સંભવ રહે છે. એટલે સાધુઓના “કરેમિ ભમાં “તિવિહે તિવિહેણ” અને “કરસંપિ અને ન સમણુજ્જાણે મિ” પાઠ આવે છે.
સાધુઓએ માવજીવન સમભાવમાં, અનાસક્ત ભાવે, સાક્ષી ભાવે રહેવાનું હોય છે. ગુહસ્થ બે ઘડી માટે તેની સાધના કરવાની હોય છે. આથી સામાયિક દરમિયાન ગૃહસ્થ ખાય કે પીએ તો તે તેને માટે સાવઘ યોગ છે. સાધુ ભગવંતો આહારાદિ લે, શૌચાદિ ક્રિયા કરે પરંતુ તે તેમને માટે સાવદ્ય ક્રિયા નથી.
સાધુ ભગવંતોને ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપરૂપ કાર્યો ન કરવાનાં પચ્ચખાણ હોય છે. તેના નવ ભાંગા આ પ્રમાણે થાય છે : (૧) મનથી કરીશ નહિ, (ર) વચનથી કરીશ નહિ, (૩) કાયાથી કરીશ નહિ, (૪) મનથી કરાવીશ નહિ, (૫) વચનથી કરાવીશ નહિ, (૬) કાયાથી કરાવીશ નહિ, (૭) મનથી અનુમોદના નહિ કરું, (૮) વચનથી અનુમોદના નહિ કરું અને (૯) કાયાથી અનુમોદના નહિ કરું.
આમ “કરેમિ ભિન્ત'માં સાધુ ભગવંતોએ નવ ભાંગા અથવા નવ કોટિએ પચ્ચખાણ લેવાનાં હોય છે. ગૃહસ્થ છ ભાંગા અથવા છ કોટિએ પચ્ચક્ખાણ લેવાનાં હોય છે.
સામાયિક વિધિપૂર્વક કરવામાં “કરેમિ ભજો સામાઇય' એ સૂત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવાની હોય છે. ભારતીય પરંપરામાં ધાર્મિક વિધિઓમાં પ્રસંગાનુસાર અને ધ્યેયના મહત્ત્વાનુસાર મંત્ર, સૂત્ર, સ્તોત્ર ઇત્યાદિનું એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, સાત, નવ, બાર, એકવીસ કે તેથી વધુ વાર પઠન થાય છે. ઉચ્ચારણમાં ઉતાવળને લીધે, અનવધાનને લીધે કે અન્ય કોઈ કારણે તેના અર્થ અને આશયમાં ચિત્ત એકાગ્ર ન થયો હોય તો વધુ વાર ઉચ્ચારવાથી એકાગ્ર થઈ શકે છે. આવી કેટલીક વિધિઓમાં મંત્રસૂત્રાદિને વધુ વાર દોહરાવવાની પદ્ધતિ સર્વમાન્ય છે. (જાહેર જીવનમાં પણ ક્યાંક સોગંદવિધિમાં કે કાયદો પસાર કરવામાં ત્રણ વારનું વાંચન સ્વીકારાયું છે.)
સામાયિકની વિધિમાં એનું પ્રતિજ્ઞાસૂત્ર સૌથી મહત્ત્વનું હોવાથી એનું ઉચ્ચારણ એક વાર નહિ પણ ત્રણ વાર થવું જોઈએ એવો મત કેટલાક
Page #25
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૭૭
શાસ્ત્રકારોએ દર્શાવ્યો છે. “વ્યવહાર સૂત્રમાં (ઉ. ૪, ગા. ૩૦૯) કહ્યું છે :
सामाइयं तिगुणमट्ठग्रहणं च्च। એના ઉપર ટીકા લખતાં આચાર્ય મલયગિરિએ લખ્યું છે :
त्रिगुण त्रीन वरान सेहो सामायिकमुच्चरयति । નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે :
__ सेहा सामाइयं तिक्खुत्तो कड्डइ । [વર્તમાન સમયમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિકની વિધિમાં કરેમિ ભત્તે ' સૂત્ર એક વાર બોલાય છે. સ્થાનકવાસી પરંપરામાં તે ત્રણ વાર બોલાય છે. આ એક વાર કે ત્રણ વાર બોલવાની પરંપરા કેટલી પ્રાચીન છે અને તેમાં ફેરફાર ક્યારથી થયા છે અને શા કારણથી થયા છે તે સંશોધનનો એક રસિક વિષય છે.J.
સામાયિકનો સમય બે ઘડીથી વધારે રાખવામાં નથી આવ્યો, કારણ કે માનવનું ચિત્ત કોઈ પણ એક વિષયમાં સામાન્ય રીતે બે ઘડીથી વધારે સમય એકાગ્ર નથી થઈ શકતું. આ વાતને જો લક્ષમાં લેવામાં આવે તો સામાયિક લેવાની વિધિ લાંબી અને અટપટી હોય તો ચિત્ત સ્વસ્થ અને એકાગ્ર થાય તે પહેલાં એવી વિધિથી શ્રમિત ન થઈ જાય ? વિધિ વિશેનો આ પ્રશ્ન પણ એક મહત્ત્વનો પ્રશ્ન ન હોઈ શકે ?
નિવૃત્ત, ધર્મપ્રેમી ગૃહસ્થો વિધિપૂર્વક સળંગ, એક કરતાં વધુ સામાયિક કરી શકે, પરંતુ જે વ્યવસાયી વ્યસ્ત ગૃહસ્થો હોય તેઓ સવાર-સાંજ સામાયિક કરી શકે અને તે પ્રમાણે કરવાનો ભાવ થાય તે માટે સામાયિકની સરળ અને સંક્ષિપ્ત ને છતાં ઉપયોગી ક્રિયાઓ સહિતની વિધિ હોવી જોઈએ. કોઈ વાર બે ઘડી જેટલો સમય પણ ન રહે અને છતાં સામાયિક કરવાનો ઉત્કટ ભાવ હોય તો શું કરવું? શ્રી રત્નશેખરસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે આવા સંજોગોમાં “કરેમિ ભત્તે'નો પાઠ ઉચ્ચાર્યા વગર પોતાની ધારણા પ્રમાણે સામાયિક કરવું, કારણ કે “કરેમિ ભત્તે'માં જે ગુરુભગવંત માટેનો આદરભાવ છે તે સચવાવો જોઈએ. “કરેમિ ભજેનો પાઠ બોલ્યા પછી તેની પ્રતિજ્ઞાવિધિનો અનાદર ન થવો જોઈએ. એટલે “કરેમિ ભન્ત”ના ઉચ્ચારણસહિત વિધિપૂર્વક કરેલું સામાયિક તો અવશ્ય બે ઘડીનું જ હોવું જોઈએ.
Page #26
--------------------------------------------------------------------------
________________
નિતત્ત્વ
ગૃહસ્થોએ સામાયિક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ ? શાસ્ત્રકારોએ એ માટે એક મુહૂર્ત એટલે કે બે ઘડીનો કાળ (અડતાલીસ મિનિટનો સમય) કહ્યો છે. દિવસ અને રાત્રિમાં જે કાળ પસાર થાય છે તેનું વિભાજન પ્રાચીન કાળમાં મુહૂર્ત, ઘટિકા, પળ, વિપળ વગેરમાં કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં કાળમાપક જે સાધનો પ્રચલિત હતાં એમાં કાચની ‘ઘડી’ આવતી. કાચના ઉપરના એક ગોળામાંથી બધી રેતી નીચેના ગોળામાં પડી જાય એટલા કાળને એક ‘ઘડી' કહેવામાં આવતો. બે ઘડી મળીને એક મુહૂર્ત જેટલો કાળ થતો. આ મુહૂર્તનું વર્તમાન માપ અડતાલીસ મિનિટનું છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં અડતાલીસ મિનિટનો નિર્દેશ ક્યાંય નથી, કારણ કે કલાક અને મિનિટનો વ્યવહાર અંગ્રેજો ભારતમાં ઘડિયાળ લાવ્યા પછી ચાલુ થયો છે. એક ઘડી બરાબર ચોવીસ મિનિટ થતાં બે ધડીની ૪૮ મિનિટ એવું ઘડીનું રૂપાંતર થયું છે.
vee
આગમગ્રંથોમાં ગૃહસ્થોના સામાયિક માટે કોઈ નિશ્ચિત કાળનો નિર્દેશ જોવા મળતો નથી. વળી ‘કરેમિ ભત્તે’ સૂત્રમાં ‘જાવ નિયમ' શબ્દ આવે છે. ‘જ્યાં સુધી નિયમ લીધો છે ત્યાં સુધી' એવો અર્થ થાય છે. જ્યારે સમયમાપક સાધનો સુલભ નહોતાં ત્યારે માણસો અમુક પડછાયો અમુક જગ્યા સુધી પહોંચે ત્યાં સુધી, અથવા દીવો પૂરો બળી રહે ત્યાં સુધી કે એવી નિશાની રાખી સમયનો નિયમ લેતા.
ઘટિકાયંત્ર પ્રચલિત થયા પછી તેનો નિયમ લેવામાં આવતો. ભગવાન મહાવીરના સમય પછી એક મુહૂર્ત અથવા બે ઘડીનો નિર્દેશ સામાયિક માટે જોવા મળે છે. સામાયિકમાં સાવઘયોગનું પચ્ચક્રૃખાણ લેવામાં આવે છે. જુદાં જુદાં પચ્ચક્ખાણોના જુદા જુદા કાલમાન હોય છે. નાનામાં નાનું પચ્ચક્ખાણ તે નવકારશીનું છે. તેમાં સમયનિર્દેશ નથી પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. એ રીતે સામાયિકમાં પણ કાલનિર્દેશ નથી, પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે.
સામાયિકના કાળ વિશે સ્પષ્ટતા કરતાં જિનલાભસૂરિએ ‘આત્મપ્રબોધમાં કહ્યું છે :
इह सावद्ययोग प्रत्याख्यानरूपस्य सामायिकस्य मुहूर्तमानता सिद्धान्तेऽनुक्ताऽपि ज्ञातव्या प्रत्याख्यानकालस्य मुहूर्तमात्र त्वान्नमस्कारसहित प्रत्याख्यानवदिति ।
जघन्यतोऽपि
Page #27
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૭૯
આ સાવઘ યોગના પ્રત્યાખ્યાનરૂપ સામાયિકના મુહૂર્ત કાલમાનનો નિર્દેશ શારટ્યસિદ્ધાંતોમાં નથી, પણ કોઈ પણ પ્રત્યાખ્યાનનો જઘન્ય કાળ એક મુહૂર્તનો છે, નવકારશીના પ્રત્યાખ્યાનની જેમ.]
હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર'ના તૃતીય પ્રકાશમાં સામાયિકનાં લક્ષણો જણાવતાં મુહૂર્તના કાળનો નિર્દેશ કર્યો છે.
- સાધુ ભગવંતોનું સામાયિક વાવજીવન હોય છે. તેઓ આરંભપરિગ્રહ કે આજીવિકાની કે ઘરસંસાર ચલાવવાની જવાબદારીમાંથી મુક્ત હોય છે. એટલે સાવદ્ય યોગમાંથી નિવૃત્ત થઈ તેઓ સમતાભાવમાં સતત રહી શકે છે. અટલે તેઓને નિશ્ચિત કાળ માટે એક આસને બેસી સામાયિક કરવાનું હોતું - નથી. (પ્રતિક્રમણાદિ અન્ય ક્રિયાવિધિ માટેની વાત જુદી છે.) ગૃહસ્થ સાંસારિક જવાબદારીમાંથી નિવૃત્ત થાય તો એક આસને બેસી શકે અને સમતાભાવમાં કે હી શકે. એ માટે કાયાના સાવધ યોગ જો શાંત થાય તો તે અંતર્મુખ બની સમતાભાવનો અનુભવ કરી શકે. જો ગૃહસ્થો માટે આવી કોઈ કાળમર્યાદા ન રાખવામાં આવી હોય અને પાંચ-પંદર મિનિટ જ્યારે જેટલો અવકાશ હોય ત્યારે તે પ્રમાણે સામાયિક કરી શકે એમ હોય તો આ ક્રિયાવિધિનું ગૌરવ રહે નહિ અને અનવસ્થા પ્રવર્તે. વળી ગૃહસ્થોના જીવનમાં શિથિલતા, પ્રમાદ વગેરે આવવાનો સંભવ સવિશેષ રહે. વળી ઓછામાં ઓછા સમય માટે સામાયિક કરવાનું વલણ વધતું જાય, દેખાદેખી થાય અને સામાયિકનો અભાવ પણ થઈ જાય. એ દૃષ્ટિએ પણ સામાયિકનો કાલમાન નિશ્ચિત હોય એ જરૂરી છે.
વળી, કોઈ પણ ક્રિયાવિધિમાં જ્યાં સ્વેચ્છાએ સમય પસાર કરવાનો હોય તો એક પ્રકારની એકરૂપતા (Uniformity) રહે અને સામાન્ય જનસમુદાયમાં વાદવિવાદ, સંશય વગેરેને માટે અવકાશ ન રહે એ પણ જરૂરી છે. આથી જ કેટલાયે સૈકાઓ પસાર થઈ ગયા છતાં સામાયિકના બે ઘડીના કાલમાનની પરંપરા જુદા જુદા પ્રદેશના અને જુદી જુદી ભાષા બોલતા તમામ જૈનોમાં એકસરખી ચાલી આવી છે.
કોઈકને પ્રશ્ન થાય કે સામાયિકની કાળમર્યાદા બે ઘડીની જ શા માટે ? વધુ સમય માટે ન રાખી શકાય ? આનો ઉત્તર એ છે કે ગૃહસ્થ જીવનને લક્ષમાં રાખીને તથા મનુષ્યના ચિત્તની શક્તિને લક્ષમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકનો કાળ એટલો બધો મોટો ન હોવો જોઈએ કે ગુહસ્થોને પોતાની રોજિંદી જવાબદારીઓ અને કાર્યોમાંથી નિવૃત્ત
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૮૦
જિનતત્વ
થઈને એટલા કાળ માટે અવકાશ મેળવવાનું જ કઠિન થઈ જાય. વળી સામાયિકમાં કાયાને સ્થિર કરીને એક આસને બેસવાનું છે. ભૂખ, તરસ, શૌચાદિના વ્યાપારોને લક્ષમાં રાખીને તથા શરીર જકડાઈ ન જાય તે ધ્યાનમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકમાં બેસનારને માટે સામાયિક ઉત્સાહરૂપ હોવું જોઈએ, શરીરને શિલારૂપ ન હોવું જોઈએ.
આ ઉપરાંત બીજી એક દૃષ્ટિએ પણ આટલો કાળ યોગ્ય ગણાયો છે. સામાયિકમાં સૌથી અગત્યનું તો ચિત્તને સમભાવમાં રાખવાનું છે. કોઈ પણ એક વિચાર, વિષય, ચિંતન-મનન માટે સામાન્ય મનુષ્યનું ચિત્ત બે ઘડીથી બહુ સમય સ્થિર રહી શકતું નથી. બે ઘડી પછી ચિત્તમાં ચંચળતા અને વિષયાન્તર ચાલવા લાગે છે. ભદ્રબાહુ સ્વામીએ “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, 'મંતો મુહૂત્તત્તિ વિત્તUTયા હવટ્ટ ' (કોઈ પણ એક વિષયનું ધ્યાન ચિત્ત એક મુહૂર્ત સુધી કરી શકે છે.) આધુનિક માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ આ વાતનું સમર્થન કરે છે. કોઈક અપવાદરૂપ વ્યક્તિઓ એથી વધુ સમય સુધી એક જ વિષય ઉપર પોતાના ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ ધરાવતી હોય છે. કેટલાક ગૃહસ્થો એક આસને બેસી સળંગ એક કરતાં વધુ સામાયિક કરવા માટે શરીર અને ચિત્તની શક્તિ ધરાવતા હોય છે. તેઓને ફરીથી સામાયિક પારવા તથા લેવાની વિધિ કરવાની જરૂર નથી, પરંતુ એવી વ્યક્તિઓએ પણ એકસાથે ત્રણથી વધુ સામાયિક ન કરવાં. ત્રણ સામાયિક પૂરાં કર્યા પછી, પારવાની વિધિ કર્યા પછી, ચોથું સામાયિક નવેસરથી વિધિ કરીને શરૂ કરવું જોઈએ, એમ ચિત્તના ઉપયોગને લક્ષમાં રાખીને બતાવવામાં આવ્યું છે.
ગૃહસ્થ સામાયિક લેવાની વિધિ પૂરી કર્યા પછી ઘડી બે ઘડીનો એટલે કે ૪૮ મિનિટનો સમય સામાયિકમાં પસાર કરવાનો હોય છે. સામાયિક લેવાની અને પારવાની વિધિનો સમય એ અડતાલીસ મિનિટમાં ગણાતો નથી. આ અડતાલીસ મિનિટ દરમિયાન સામાયિક કરનારે શું કરવું જોઈએ ? આ અડતાલીસ મિનિટ સામાયિક કરનાર, મન, વચન અને કાયાના સાવઘ યોગોનો ત્યાગ કરીને, સમત્વ કેળવી સ્વ-સ્વરૂપમાં લીન થાય, આત્મરમણતા અનુભવે એ સામાયિકનો આદર્શ છે. પરંતુ એમ સળંગ ૪૮ મિનિટ સુધી આત્મરમણતામાં સ્થિર રહેવું એ મોટા ત્યાગી મહાત્માઓ માટે પણ દુષ્કર છે. તો ગૃહસ્થની તો વાત જ શી ? ગૃહસ્થ માટે તો આ શિક્ષાવ્રત છે. એટલે
Page #29
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૮૧
ગૃહસ્થે એ માટે અભ્યાસ કરવો જોઈએ. સાવ શરૂઆત કરનાર માટે તો ૪૮ મિનિટ કેમ પસાર કરવી એ પ્રશ્ન થઈ જાય. એટલા માટે શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે સામાયિકમાં સ્વાધ્યાય કરવો જોઈએ. સામાયિકની વિધિમાં પણ ગુરુ મહારાજ પાસે સ્વાધ્યાય માટે અનુજ્ઞા માગવાની હોય છે. પોતાની રુચિ અને શક્તિ અનુસાર આધ્યાત્મિક ગ્રંથોનો સ્વાધ્યાય કરી શકાય. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પ્રકારો છે. ગુરુ મહારાજ કે કોઈ જ્ઞાની પુરુષના સાન્નિધ્યમાં સામાયિક થતું હોય તો તેમની સાથે શાસ્ત્રચર્ચા કરી શકાય. વળી સામાયિકમાં પોતે કંઠસ્થ કરેલાં સૂત્રોનો મુખપાઠ કરી શકાય. અથવા નવાં સૂત્રો, સ્તવનો, સજ્ઝાયો વગેરે પણ કંઠસ્થ કરી શકાય. તદુપરાંત સામાયિકમાં નવકારવાળી ગણી શકાય. મંત્રજાપ પણ કરી શકાય.
કેટલાક શાસ્ત્રકારો સામાયિકમાં આરંભમાં આત્મશુદ્ધિ માટે, કર્મક્ષય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવાની ભલામણ કરે છે. જેઓ ઘરમાં સામાયિક કરતા હોય છે તેઓએ ઘરની વાતોમાં પોતાનું ચિત્ત ચાલ્યું ન જાય તે માટે સાવધાની રાખવી જોઈએ, જેઓ સામાયિકમાં બોલવાની છૂટ રાખતા હોય તેઓએ પોતાનો વચનયોગ બરાબર સચવાય તે પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા આખું સામાયિક ટોળટપ્પામાં પસાર થઈ જવાનો સંભવ રહે છે. સામાયિકમાં બોલવાનો નિષેધ નથી, પરંતુ સામાયિક કરનાર એટલો સમય જો મૌન પાળે તો અંતર્મુખ થવાને અથવા સ્વાધ્યાયમાં ચિત્તને કેન્દ્રિત કરવાને વધુ અવકાશ રહે છે. વળી પોતે સામાયિકમાં શાનો સ્વાધ્યાય કરવા ઇચ્છે છે એ પહેલેથી વિચારી લીધું હોય તો નિરર્થક સમય બગડતો નથી. સામાયિક કરનારની ચિંતનધારા શુભ રહે અને એના મનમાં અધ્યવસાયો શુભ અને શુદ્ધ રહે એ સૌથી મહત્તવની વાત છે.
ગૃહસ્થને માટે સવારસાંજ એમ બે વખત સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક એ બે ઘડીનું સાધુપણું છે. માટે જેટલાં વધુ સામાયિક કરવાની અનુકૂળતા મળે તેટલાં વધુ સામાયિક કરવાં જોઈએ. અને સામાયિકમાં કેળવેલો સમતા ભાવ, પોતે સામાયિકમાં ન હોય ત્યારે પણ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલા માટે જ કહ્યું છે :
सामाइय पोसह संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ ।।
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૮૨
જિનતત્ત્વ સિામાયિક અને પૌષધમાં રહેલા જીવનો જે કાળ પસાર થાય છે તે સફળ જાણવો. બાકીનો સમય સંસારવૃદ્ધિનું કારણ છે.
પ્રાચીન સમયમાં તંગિયા નગરીના શ્રાવકો સામાયિક કરવામાં અત્યંત ઉદ્યમશીલ રહેતા અને પોતાની જિંદગીનાં વર્ષ જન્મતિથિ પ્રમાણે ન ગણતાં, પોતે જેટલાં સામાયિક ક્યાં હોય તેનો સરવાળો કરીને ગણતા અને કોઈ પૂછે તો પોતાની ઉમર તે પ્રમાણે કહેતા.
ગૃહસ્થોનું સામાયિક એટલે બે ઘડીનું સાધુપણું. સામાયિકમાં આત્મવિશુદ્ધિ એ સૌથી મહત્ત્વની બાબત છે. સાવદ્ય યોગના પચ્ચકખાણ દ્વારા નવાં અશુભ કર્મોને આવતાં રોકવાનાં હોય છે. એ વડે જેઓ સમતાભાવ સાથે આત્મસ્વરૂપનું ધ્યાન ધરી શકે તેઓ સામાયિકનું ફળ વિશેષ પામી શકે.
આત્મવિશુદ્ધિ માટે ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. ગૃહસ્થોને માટે ચિત્ત વિક્ષુબ્ધ થવાના પ્રસંગો અને કારણો ઘણાં હોય છે. માટે સામાયિક કરનારે પોતાના ચંચળ ચિત્તને શાંત અને સ્વસ્થ કરીને સામાયિક કરવા બેસવું જોઈએ. ગૃહસ્થનું સામાયિક એ શિક્ષાવ્રત છે. એટલે કે એક જ દિવસમાં બધું બરાબર થઈ જશે એવું નથી. રોજરોજના અભ્યાસથી એમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ થતી રહે. વળી, મનની શુદ્ધિ રહે અને વધે એ માટે ગૃહસ્થ બાહ્ય કેટલીક શદ્ધિઓ પણ સાચવવી જોઈએ. જે સ્થાનમાં પોતે સામાયિક કરવા બેસે એ સ્થાન સ્વચ્છ, જીવજંતુરહિત, બીજાની અવરજવરમાં વિક્ષેપ પડે નહિ એવું શાંત, પ્રમાર્જેલું હોવું જોઈએ. એથી સ્વચ્છ, શાંત અને પ્રસન્ન વાતાવરણ નિર્માય છે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મુખ રહે એ રીતે બેસવું જોઈએ. વળી અનુકૂળતા હોય તો રોજ એક જ સ્થળે બેસવું જોઈએ, એક જ સ્થળે લગભગ નિયત સમયે સામાયિક કરવા બેસવાથી ત્યાંનું પવિત્ર વાતાવરણ સર્જાય છે. અને સામાયિકમાં બેસતાંની સાથે તે વાતાવરણ મનના શુભ ભાવોને પોષક બને છે. સ્થલ ઉપરાંત આસન, વસ્ત્રો, ઉપકરણો વગેરેની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. મનની શુદ્ધિ માટે કાયાની શુદ્ધિ પણ આવશ્યક છે. આ બધી બાહ્ય શુદ્ધિઓ છે, પરંતુ તે પણ અત્યંત ઉપયોગી છે. ગૃહસ્થોએ સામાયિક માટેનો પહેરવેશ પણ સંયમને ઉચિત એવો, સુશોભનો અને અલંકારોથી રહિત, અને શક્ય હોય તો સાધુ જેવો રાખવો જરૂરી છે.
સામાયિક કરનાર ગૃહસ્થ સામાયિકની વિધિની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. વિધિ ક્રમાનુસાર, ગરબડ વગર, પૂરી સ્વસ્થતાથી કરવાથી ચિત્ત પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૮૩
સ્વસ્થતા અને પ્રસન્નતા અનુભવે છે. સૂત્રોનાં ઉચ્ચારણ શુદ્ધ હોવાં જોઈએ અને કાઉસગ્ગ પણ રૂડી રીતે થવો જોઈએ.
બાહ્ય વિશુદ્ધિ આંતરિક વિશુદ્ધિને પોષક હોવી જોઈએ. ગૃહસ્થો માટે જરૂરી છે. પરંતુ તેઓ બાહ્ય “વિશુદ્ધિમાં જ અટકી જાય અને આંતરિક પરિણામો એટલાં વિશદ્ધ ન રહે તો બરાબર નથી. જે મહાત્માઓ સમતાભાવ સહિત તરત આત્મસ્વરૂપમાં રમણ કરી શકે છે તેમને માટે પછી બાહ્ય સ્કૂલ વિશુદ્ધિની એટલી અનિવાર્યતા કદાચ ન રહે એવું બની શકે છે. પરંતુ આરંભ કરનાર વ્યક્તિ બાહ્ય વિશુદ્ધિની બાબતમાં જાણીને પ્રમાદ કરે તો તે આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં કેટલે અંશે પહોંચી શકે એ પ્રશ્ન છે.
ગૃહરથો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં-અજાણતાં મન, વચન અને કાયાના કેટલાક દોષ થઈ જવાનો સંભવ છે. શાસ્ત્રકારોએ મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા દોષમાંથી બચી શકાય છે. નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે :
अविवेक जसो कित्ती लाभत्यो गब्व भय नियाणत्यो।
संसय रोस अविणउ अवहुमाण ए दोसा भणियब्वा।। (૧) અવિવેક, (૨) યશકીર્તિની વાંછા, (૩) લાભવાંછા (૪) ગર્વ, (૫) ભય, (૯) નિદાન (નિયાણું), (૭) સંશય, (૮) રોષ, (૯) અવિનય અને (૧૦) અબહુમાન–એમ મનના દસ દોષ ગણાવવામાં આવે છે.]
(૧) અવિવેક? સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિકલ્પો કરવા કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઈ તર્યું છે કે નહિ ? – વગેરે.
(૨) યશોવાંછા પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું.
(૩) લાભ : સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે એવા ભાવથી સામાયિક કરવું.
(૪) ગર્વ: મારા જેવું સામાયિક કોઈ ન કરી શકે એવો ગર્વ રાખવો.
Page #32
--------------------------------------------------------------------------
________________
૪૮૪
જિનતત્ત્વ
(૫) ભય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદ કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું.
(૭) નિદાન : નિદાન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું.
(૭) સંશય : સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો.
(૮) રોષદોષ : રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે.)
(૯) અવિનય દોષ : વિનયના ભાવ વગર સામાયિક કરવું.
(૧૦) અબહુમાન દોષઃ સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ ઉમંગ વગર – પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે.
સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે.
कुबयण सहसाकारे, सछंद संखेव कलहं च।
विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस।। (૧) કુવચન : સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દ, અપમાનજનક શબ્દો, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે.
(૨) સહસાકાર અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવા આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં.
(૩) સ્વછંદ શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વછંદી વચનો બોલવાં.
(૪) સંક્ષેપઃ સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઇત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટુંકાવી દઈને બોલવા.
(પ) કલહઃ સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાશ થાય, અણબનાવ થાય.
(૩) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન
Page #33
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૮૫
તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રચારની વિકથા ગણાવવામાં આવે છે : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા અને દેશકથા.
(૭) હાસ્ય : સામાયિકમાં કોઈની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કટાક્ષભર્યાં વચનો બોલવાં, બીજાને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણીજોઈને ઊંચાનીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરું ગાંભીર્ય ન સાચવવું.
(૮) અશુદ્ધ : જૈન ધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે-ઓછાં બોલવાથી અને સ્વરભંજનના અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે.
(૯) નિરપેક્ષ ઃ સૂત્ર-સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજ્યા વગર અવળી રજૂઆત કરવી.
(૧૦) મુણમુણ : મુણમુણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમાં દોષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પે ગણાવવામાં આવેલ છે.)
સામાયિકમાં કાયાના બાર પ્રકારના દ્વેષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે :
कुआसणं चलासणं चला दिट्ठी सावज्ज किरियाऽ ऽलंबणाकुंचण पसारणा आलसमोटन मल विमासणं निद्रा वेयावच्चति
बार से कायदोसा ।।
(૧) કુઆસન (પલાંઠી) : સામાયિકમાં પગ ઉપર ચડાવીને અયોગ્ય રીતે, અભિમાનપૂર્વક, અવિનયપૂર્વક બેસવું.
(૨) ચલાસન (આસ્થિરાસન): સામાયિકમાં સ્થિર ન હોય તેવા, હાલકડોલક થાય તેવા આસન ઉપર બેસવું અથવા બેસવાની જગ્યા વારંવાર બદલવી.
(૩) ચલદૃષ્ટિ : દૃષ્ટિ સ્થિર ન રાખતાં ચંચલ રાખવી, સામાયિકમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
૪૮૬
જિનતત્ત્વ
આમતેમ જુદી જુદી દિશામાં જોયા કરવું.
(૪) સાવદ્ય ક્રિયા સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, દોષરૂપ કાર્યો કરવાં અર્થાત્ ગૃહસ્થ ઘરનાં કામો કરવાં કે કરાવવાં.
(૫) આલંબન : ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, અવિનયનું સૂચક છે.
(ક) આકુંચન-પ્રસારણ : નિપ્રયોજન હાથપગ લાંબાટૂંકા કર્યા કરવા. (૭) આળસ આળસ મરડવી.
(૮) કોટન (મોડન): સામાયિકમાં બેઠાં બેઠાં હાથપગની આંગળીઓના ટાચકા ફોડવા (ટચાકા વગાડવા).
(૯) મલ : શરીરને ખંજવાળી મેલ ઉતારવો.
(૧૦)વિમાસણ : લમણે અથવા ગળામાં હાથ નાખી ચિતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઈ સૂઝ ન પડે એથી ઊભા થઈ આમતેમ આંટા મારવા.
(૧૧) નિદ્રાઃ સામાયિકમાં ઝોકાં ખાવાં, ઊંઘી જવું.
(૧૨) વૈયાવચ્ચ સામાયિકમાં બીજા પાસે શરીર કે માથું દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી. કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્ર-સંકોચનને ઘેષ તરીકે ગણાવે છે. ઠંડી-ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં ક્યાં કરવા તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપન'ને દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે છે.
સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છે : पललठि अथिरासन, दिशि पडिवति कज्ज अदुं भे
अंगोवंगमोहणं आलस करडक मलकंडु। विमासणा तह उंधणाइ इव दुवालस दोस वज्जियस्स
काय समइ विशुद्धं अगविहं तस्स सामाइयं ।। પાક્ષિકાદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં ‘વંદિત્ત સૂત્ર'માં તથા મોટા અતિચાર'માં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના
Page #35
--------------------------------------------------------------------------
________________
સામાયિક
અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે :
વંદિત્તુ સૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે :
તિવિષે દુપ્પણિહાણે, અણવદ્યુતણે તહા સઈ વિસ્ફૂર્ણ; સામાઇય વિતહકએ, પઢમે સિાવએ નિદે.
[ત્રણ પ્રકારનાં દુષ્પ્રણિધાન (મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અનિયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું નિંદું છું..
પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે.
૪૮૭
અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ, અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે.
સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : (૧) મનોદુ :પ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુઃપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃત્યનુસ્થાપન.
(૧) મનોદુઃપ્રણિધાન : દુઃપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ.
(૨) વચનદુઃપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ.
(૩) કાયદુઃપ્રાણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ.
(૪) અનાદર : પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે.
(૫) સ્મૃત્યનુસ્થાપન : એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે ક૨વાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૮
ઇત્યાદિ પ્રકારનાં સ્મૃતિદોષને કારણે લાગતો અતિચાર..
પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં બોલાતા મોટા અતિચારમાં સામાયિકના અતિચાર નીચે પ્રમાણે બોલાય છે :
જિનતત્ત્વ
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિષે દુર્વાણ-હાણેણ... સામાયિક લીધે મન અહટ્ટ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉધાડે મુખે બોલ્યા, ઊંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી, વીજ, દીવા, તણી ઉજ્જૈહિ હુઈ, કણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણ્ટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા, સ્ત્રી તિર્યંચતણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તીઓ સંઘટી, સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિસાર્યું. નવમે સામાયિક વ્રત વિષયે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે વિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.’
વ્રતમાં અતિચાર ન આવે એ માટે અથવા આવેલા અતિચારનું નિવારણ કરવું હોય તો તે માટે સમ્યક્ત્વાદિનું અનુષ્ઠાન જરૂરી છે. એવા અનુષ્ઠાનથી જીવમાં એક પ્રકારની સબળ શક્તિ આવે છે, અને ક્રિયાઓ પ્રણિધાનપૂર્વક થાય છે. અતિચાર લાગે માટે વ્રતભંગ થાય એના કરતાં વ્રત ન કરવું એવી દલીલ યોગ્ય નથી, કારણ કે અતિચારથી વ્રતભંગ થતો નથી. વળી વિધિથી વ્રત કરનાર કરતાં ન કરનારને વધુ દોષ લાગે છે. તદુપરાંત સામાયિકને શિક્ષાવ્રત તરીકે ગણાવ્યું છે. એનો અર્થ જ એ કે તેમાં મન, વચન અને કાયાને વશ કરવા માટે અભ્યાસની જરૂર રહે છે.
અજ્ઞાન, પ્રમાદ, પૂર્વકર્મનો ઉદય, જરા, વ્યાધિ, અશક્તિ વગેરેને કારણે જો દોષ લાગે તો તેવા અતિચારથી વ્રતભંગ થતો નથી, પણ જાણી જોઈને, હેતુપૂર્વક અનાદર કરવાના કે વિડંબના કરવાના ભાવથી કે આશયથી અતિચારનું સેવન કોઈ કરે તો તેથી અવશ્ય વ્રતભંગ થાય છે.
સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્યનું મહત્તવ ઘણુંબધું છે. સ્થાપનાચાર્ય એટલે સ્થાપના કરનાર આચાર્ય, અર્થાત્ આચાર્ય ભગવંતની સ્થાપના અથવા સ્થાપના નિક્ષેપે આચાર્ય ભગવંત.
જૈન ધાર્મિક વિધિઓ ધણુંખરું કોઈકની સાક્ષીએ કરવાની હોય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૮૯
તીર્થંકર પરમાત્માની સાક્ષીએ, ગુરુ ભગવંતની સાક્ષીએ કે છેવટે પોતાના આત્માની સાક્ષીએ એ કરી શકાય છે. કોઈકની સાક્ષીએ ક્રિયાવિધિ કરવામાં આવે તો તે વધારે વિશદ્ધ રીતે થાય છે. કોઈક આપણને જુએ છે એમ જાણતાં કાર્ય આપણે સભાનપણે વધુ સારી રીતે કરીએ છીએ તેવી રીતે ધાર્મિક વિધિ કોઈકની સાક્ષીએ થતી હોય તો તેમાં બળ અને ઉત્સાહ આવે છે અને શિથિલતા, ઉતાવળ, અશુદ્ધિ, પ્રમાદ વગેરે દૂર થવાનો સંભવ રહે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની સાક્ષીએ ક્રિયાવિધિ થાય તો તે સૌથી ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગુરુનું માર્ગદર્શન મળ્યા કરે છે.
શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ, પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુમહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતાનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે.
ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પરિદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે “આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.' એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો “પંચિદિય” સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી.
જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પચિદિય સૂત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય.
જૈન ધર્મે અહિસા વ્રતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતા-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ
Page #38
--------------------------------------------------------------------------
________________
૪૦
જિનતત્ત્વ
જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. (દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપતીની પરંપરા તેઓમાં નથી.)
સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપતી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયમાં પણ પ્રતીક છે.
મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મખવત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપતી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે “હસ્તક' અથવા ‘હત્યગં” શબ્દ પણ પ્રયોજાયો છે.
બોલતી વખતે મુખ આડે મુહપરી રાખવાથી વાયુકાય અને અપકાયના જીવોની વિરાધના થતી અટકે છે. વળી ઉધાડે મુખે બોલવાથી કોઈ વાર થંક ઊડવાનો સંભવ છે. એ સામે બેઠેલી વ્યક્તિ ઉપર, ગ્રંથ, નવકારવાળી વગેરે પવિત્ર ઉપકરણો ઉપર પડે નહિ એ શિષ્ટાચાર અને વિનય મુહપતી રાખવાથી સચવાય છે, અને આશાતનાના દોષમાંથી બચી જઈ શકાય છે. બોલવાનો પ્રસંગ ન હોય તો પણ મુખમાંથી દુર્ગધ આવતી હોય તો મુહ૫ની હોય તો તેથી બીજાને પ્રતિકૂળતા થતી નથી.
મુહપત્તી જેમ જીવદયા અને વિનયનું પ્રતીક છે તેમ સંયમનું પ્રતીક પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ તે ભાષાસમિતિ અને વચનગુપ્તિનો બોધ કરે છે. અયોગ્ય, પાપરૂપ વચન ન બોલવાનો તે સંકેત કરે છે.
શ્વેતામ્બર પરંપરામાં મૂર્તિપૂજક સંપ્રદાયમાં મુહપની હાથમાં રાખવામાં આવે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સાધુ ભગવંતો દિવસરાત મુહપત્તી મોઢે બાંધેલી રાખે છે અને ગૃહસ્થો સામાયિક કરતી વખતે મુહપત્તી મોઢે બાંધે છે. મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિક લેવાની ને પારવાની વિધિમાં મુહપત્તીના પડિલેહણની વિધિ આવે છે. આ વિધિ કરતી વખતે શરીરમાં જુદાં જુદાં અંગોનું મુહપત્તી વડે સંમાર્જન કરવા સાથે જે જે બોલ બોલાવાના હોય છે તેમાં તે તે અંગોની સ્કૂલ અને સૂક્ષ્મ શુદ્ધિના વિચાર સાથે આત્મવિશુદ્ધિનો પરમ ઉદ્દેશ રહેલો છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
સામાયિક
૪૯૧
મુહપત્તી-પડિલેહણના એવા પચાસ બોલ અને તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે :
(૧) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં. (૨) સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. (૩) કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. (૪) સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. (૫) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. (૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. (૭) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. (૮) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. (૯) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. (૧૦) હાસ્ય, રતિ, અરતિ પરિહરું. (૧૧) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું. (૧૨) કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. (૧૩) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. (૧૪) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. (૧૫) ક્રોધ, માન પરિહરું. (૧૩) માયા, લોભ પરિહરું. (૧૭) પૃથ્વીકાય, અકાય, તેઉકાયની જયણા કરું. (૧૮) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું.
આમ, સામાયિકનું સ્વરૂપ અત્યંત ગહન છે અને એનો પ્રભાવ ઘણો મોટો છે. સામાયિકથી સ્થૂલ ચમત્કારોના પ્રસંગો પણ છે. બીજા જીવો ઉપર એની અસર થયા વગર રહેતી નથી. “મૂલાચારમાં કહ્યું છે :
सामाइए कदे सावए ण विद्धो मओ अरण्णम्मि।
सो य मओ उद्धायो ण य सो सामाइयं फडियो।। અરણ્યમાં શ્રાવકે સામાયિક કરવાથી પશુઓનો (શિકારી દ્વારા) વધ થતો નથી. વળી તે પશુઓ પણ ઉદ્ધત (કૂર) થતાં નથી કે જેથી સામાયિકમાં વિબ આવે.]
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૯૨
જિનતત્ત્વ
એટલે શ્રાવક શુદ્ધ ભાવથી સામાયિક જો કાચ જંગલમાં કરે તો શિકારીઓનો શિકાર કરવાનો ભાવ શાંત થઈ જાય છે અને હિંસક પશુઓનો કૂરભાવ પણ શાન્ત થઈ જાય છે. “શ્રી કપૂરપ્રકર ગ્રંથમાં સામાયિકનું માહાત્મ દર્શાવતાં કહેવાયું છે કે -
सामायिकं द्विघटिकं चिरकर्मभेदि, चंद्रावतंसकवदुच्चधियोऽत्रं किंतु। स्पर्शऽपि सत्यमुदकं मलिनत्वनाशि,
घोरं तमो हरति वा कृत एव दीप। [બે ઘડીનું સામાયિક પણ ચંદ્રાવસક રાજાની જેમ ઘણા કાળનાં સંચેલાં કર્મનો ભેદનારું થાય છે. તો પછી ઘણી વાર કરવાથી ઊંચી બુદ્ધિવાળાને કર્મનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય ? વાત સાચી છે કે સ્પર્શ કરવા માત્રથી પાણીથી મલિનતાનો નાશ થાય છે અને અંધકાર હોય તો દિવો તેનું હરણ કરે છે.'
સામાયિકનો મહિમા દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે : “સામાયિક આત્મશક્તિનો પ્રકાશ કરે છે, સમ્યગુદર્શનનો ઉદય કરે છે, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે, નિર્જરાનો અમૂલ્ય લાભ અપાવે છે, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરે છે.'
સામાયિકનો આવો પરમ મહિમા હોવાથી કહેવાય છે કે દેવો પણ પોતાના દેવપણામાં સામાયિકની ઝંખના સેવતા હોય છે. જુઓ :
सामाइयसामग्गिं देवा विचितंति हिययमज्झम्मि।
जइ हुइ मुहुतमेगं वा अम्ह देवत्तणं सहलं ।। દિવો પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રીનો (તેવી અનુકૂળતાનો) વિચાર કરે છે અને એવી ભાવના ભાવે છે કે જો અમને એક મુહૂર્ત માત્ર પણ સામાયિક મળી જાય તો અમારું દેવપણું સફળ થઈ જાય
સામાયિકનું મૂલ્ય થઈ શકે એમ નથી. કદાચ કોઈને સામાયિકનું મૂલ્ય કરવું હોય તો શાસ્ત્રકારે કહ્યું છે :
दिवसे दिवसे लख्खं देइ सुवन्नस्स खंडियं एगो।
एगो पुण सामाइयं करेइ न पुहुप्पए तस्स।। કોઈ એક માણસ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે અને
Page #41
--------------------------------------------------------------------------
________________ સામાયિક 493 કોઈ એક માણસ સામાયિક કરે તો દાન આપનારો માણસ સામાયિક કરનારની તોલે ન આવે.) વળી સામાયિકનું ફળ દર્શાવતાં કહેવાયું છે કે : सामाइयं कुणंतो समभाव सावओ अ घडिय दुग्ग। आउ सुरेसु बंधइ इति अमित्ताइ पलियाइ।। બે ઘડીના સમભાવથી સામાયિક કરનાર શ્રાવક (જો તદુભવ મોક્ષગામી ન હોય તો) અસંખ્ય વરસોનું પલ્યોપમવાળું દેવગતિનું આયુષ્ય બાંધે છે.] આમ, બે ઘડીના શ્રાવકના શુદ્ધ સામાયિકનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે. સામાયિકથી અશુભ કર્મોનો નાશ થાય છે. વળી ગૃહસ્થ માટે તો એ બે ઘડીનું સાધુપણું છે. સંસારમાં કેટલાયે એવા મનુષ્યો હશે કે જેઓ પૂર્વનાં તેવા પ્રકારનાં કર્મના ઉદયને કારણે, વર્તમાન સંજોગોને કારણ આજીવન સાધુપણું સ્વીકારી શકતા નથી, પરંતુ તેમના હૃદયમાં તો સાધુપણાના ભાવ સતત રમતા જ હોય છે. આવા ગૃહસ્થો પૌષધ અને સામાયિક કરવાથી સાધુપણાનો આનંદ તેટલો સમય લાણી, અનુભવી શકે છે. એટલા માટે જ ગૃહસ્થોએ વારંવાર જ્યારે પણ અવકાશ મળે ત્યારે સામાયિક કરવું એવી શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. આવી રીતે શિક્ષાવ્રત સામાયિકનો સતત અભ્યાસ કરવાથી વ્યક્તિ દ્રવ્ય સામાયિકમાંથી ભાવ સામાયિક સુધી, નિશ્ચય સામાયિક સુધી પહોંચી જઈ શકે છે. પરંપરાએ એ કેવળજ્ઞાન અને મોક્ષપદ સુધી પહોંચાડી શકે છે. એટલા માટે જ સામાયિકને સિદ્ધગતિની સીડી તરીકે ઓળખાવવામાં આવે છે. જેમણે સામાયિકનો શુદ્ધ અનુભવ જાણ્યો, માણ્યો હશે એમને એના આ મહિમાની સઘપ્રતીતિ અવશ્ય થશે !