SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ૪૭૯ આ સાવઘ યોગના પ્રત્યાખ્યાનરૂપ સામાયિકના મુહૂર્ત કાલમાનનો નિર્દેશ શારટ્યસિદ્ધાંતોમાં નથી, પણ કોઈ પણ પ્રત્યાખ્યાનનો જઘન્ય કાળ એક મુહૂર્તનો છે, નવકારશીના પ્રત્યાખ્યાનની જેમ.] હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર'ના તૃતીય પ્રકાશમાં સામાયિકનાં લક્ષણો જણાવતાં મુહૂર્તના કાળનો નિર્દેશ કર્યો છે. - સાધુ ભગવંતોનું સામાયિક વાવજીવન હોય છે. તેઓ આરંભપરિગ્રહ કે આજીવિકાની કે ઘરસંસાર ચલાવવાની જવાબદારીમાંથી મુક્ત હોય છે. એટલે સાવદ્ય યોગમાંથી નિવૃત્ત થઈ તેઓ સમતાભાવમાં સતત રહી શકે છે. અટલે તેઓને નિશ્ચિત કાળ માટે એક આસને બેસી સામાયિક કરવાનું હોતું - નથી. (પ્રતિક્રમણાદિ અન્ય ક્રિયાવિધિ માટેની વાત જુદી છે.) ગૃહસ્થ સાંસારિક જવાબદારીમાંથી નિવૃત્ત થાય તો એક આસને બેસી શકે અને સમતાભાવમાં કે હી શકે. એ માટે કાયાના સાવધ યોગ જો શાંત થાય તો તે અંતર્મુખ બની સમતાભાવનો અનુભવ કરી શકે. જો ગૃહસ્થો માટે આવી કોઈ કાળમર્યાદા ન રાખવામાં આવી હોય અને પાંચ-પંદર મિનિટ જ્યારે જેટલો અવકાશ હોય ત્યારે તે પ્રમાણે સામાયિક કરી શકે એમ હોય તો આ ક્રિયાવિધિનું ગૌરવ રહે નહિ અને અનવસ્થા પ્રવર્તે. વળી ગૃહસ્થોના જીવનમાં શિથિલતા, પ્રમાદ વગેરે આવવાનો સંભવ સવિશેષ રહે. વળી ઓછામાં ઓછા સમય માટે સામાયિક કરવાનું વલણ વધતું જાય, દેખાદેખી થાય અને સામાયિકનો અભાવ પણ થઈ જાય. એ દૃષ્ટિએ પણ સામાયિકનો કાલમાન નિશ્ચિત હોય એ જરૂરી છે. વળી, કોઈ પણ ક્રિયાવિધિમાં જ્યાં સ્વેચ્છાએ સમય પસાર કરવાનો હોય તો એક પ્રકારની એકરૂપતા (Uniformity) રહે અને સામાન્ય જનસમુદાયમાં વાદવિવાદ, સંશય વગેરેને માટે અવકાશ ન રહે એ પણ જરૂરી છે. આથી જ કેટલાયે સૈકાઓ પસાર થઈ ગયા છતાં સામાયિકના બે ઘડીના કાલમાનની પરંપરા જુદા જુદા પ્રદેશના અને જુદી જુદી ભાષા બોલતા તમામ જૈનોમાં એકસરખી ચાલી આવી છે. કોઈકને પ્રશ્ન થાય કે સામાયિકની કાળમર્યાદા બે ઘડીની જ શા માટે ? વધુ સમય માટે ન રાખી શકાય ? આનો ઉત્તર એ છે કે ગૃહસ્થ જીવનને લક્ષમાં રાખીને તથા મનુષ્યના ચિત્તની શક્તિને લક્ષમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકનો કાળ એટલો બધો મોટો ન હોવો જોઈએ કે ગુહસ્થોને પોતાની રોજિંદી જવાબદારીઓ અને કાર્યોમાંથી નિવૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy