Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સામાયિક સામાયિક શબ્દ જૈન ધર્મનો એક અત્યંત મહત્ત્વનો, વિશિષ્ટ કોટિનો ગહનગંભીર પારિભાષિક શબ્દ છે. તત્ત્વદર્શનની દૃષ્ટિએ “સામાયિકના સ્વરૂપમાં જૈન ધર્મનું ઉચ્ચતમ તત્ત્વદર્શન સમાયેલું છે અને સ્કૂલ ક્રિયાવિધિની દૃષ્ટિએ “સામાયિક જૈન ધર્મનું એક ઉત્તમોત્તમ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. “સામાયિક એટલે આત્મા” એવી સમાયિકની શ્રેષ્ઠતમ વ્યાખ્યા કરવામાં આવી છે અને “સામાયિક” એટલે “સાધકે રોજરોજ કરવાનું પરમ આવશ્યક કર્તવ્ય” – એમ કહેવાયું છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જીવને સંસારમાં અનંત પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્યસ્થાન મોક્ષગતિ છે. એની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ભવચક્રમાં એ ભટકયા કરે છે. મોક્ષપ્રાપ્તિ અર્થાત્ ભવચક્રમાંથી મુક્તિ કેવી રીતે થાય ? “તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : સીદ્ધ જ્ઞાનવરિત્ર વોસમા: (સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મોક્ષમાર્ગ છે). માર્ગ શબ્દ એમણે એકવચનમાં પ્રયોજ્યો છે. એનો અર્થ એ થયો કે માત્ર સમ્યગદર્શનથી કે માત્ર સમ્યગુજ્ઞાનથી કે માત્ર સમ્યફચારિત્રથી નહિ પણ એ ત્રણે તત્ત્વો સાથે મળીને જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ નિયત્રીની આરાધના કરતાં જીવ રાગદ્વેષમાંથી, કષાયોમાંથી મુક્તિ મેળવી શકે છે, જે કેવળજ્ઞાન પ્રગટ થવામાં અને નિર્વાણ અથવા સિદ્ધદશા પ્રાપ્ત થવામાં સહાયભૂત થઈ શકે છે. રાગદ્વેષની મુક્તિ માટે સમત્વની સાધના અનિવાર્ય છે. સંસારના સર્વ જીવો પ્રત્યે આત્મવત્ તુલ્યાતાના ભાવ માટે, વિભિન્ન વિષમ પરિસ્થિતિમાં રાગદ્વેષથી રહિત થવા માટે સમત્વની સાધના જરૂરી છે. સમત્વની સાધના માટે “સામાયિક' અમોઘ સાધન છે. એટલા માટે જ સામાયિક જીવને પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 41