Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૪૬૦ જિનતત્ત્વ (૩) તસ્ય ભંતે.... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગઈ કરવાની હોય છે – માટે એમાં ‘વંદન’ છે. (૪) પડિક્કમામિ... પાપોની નિંદા, ગહ અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં પ્રતિક્રમણ' છે. (૫) અખાણ વોસિરામિ.... પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં “કાયોત્સર્ગ છે.” () સાવજ્જ જોગ પચ્ચકખામિ.... એમાં સાવઘ યોગનાં “પચ્ચકખાણ” છે. આમ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ એ છયે આવશ્યક કર્તવ્ય કરેમિ ભંતે' સૂત્રમાં રહેલાં છે. આ યે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે : सामाइएणं भन्ते जीवे किं जणयइ ? સિામાયિક કરવાથી તે ભગાવન ! જીવને શો લાભ થાય છે ? ભગવાન ઉત્તર આપે છે : सामाइएणं सावज्जजोगविरई जणयइ । સિામાયિક કરવાથી જીવ સાવઘ યોગથી વિરતિ પામે છે.) આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપર નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવદ્ય (પાપરૂ૫) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. - શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે : सामायिकं च मोक्षागं परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41