Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૪૬૨ જિનતત્ત્વ પહોંચવાનું હોય છે. એમાં કોઈકનો વિકાસક્રમ મંદ હોય અને કોઈકનો અત્યંત વેગવંતો હોય, પરંતુ એટલું નિશ્ચિત છે કે સામાયિક વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ કહેવાયું છે કે : जे केवि गया मोक्खं जे विय गच्छन्ति जे गमिस्सन्ति। ते सव्वे सामाइय माहप्पेणं गुणेयव्या।। જે કોઈ મોક્ષ ગયા છે, જે વળી મોક્ષે જાય છે અને જે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ છે એમ જાણવું શ્રી “ભગવતી અંગમાં પણ કહ્યું છે : किं तिब्वेण तवेणं किं च जवणं किं च चरितेणं। समयाइ विण मुख्खो न हु दुजो कहवि न हु होइ ।। [ગમે તેવું તીવ્ર તપ તપ, જપ કરે અને ચારિત્રનું (દ્રવ્ય ચારિત્રનું) ગ્રહણ કરે, પરંતુ સમતા વિના (ઉત્કૃષ્ટ ભાવના સામાયિક વિના) કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ.] - સમતા એ સામાયિકનો પ્રાણ છે. સમ એટલે સરખું. સમતા અથવા સમત્વ એટલે સરખાપણાનો ભાવ અનુભવવો. મનુષ્યના ચિત્તમાં ગમવાના કે ન ગમવાના ભાવો સતત ચાલતા રહે છે. પ્રિય વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓ, સંજોગો માણસને ગમે છે. અપ્રિય ગમતાં નથી. માણસને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી; વિજય ગમે છે, પરાજય ગમતો નથી; સફળતા ગમે છે, નિષ્ફળતા ગમતી નથી; લાભ કે નફો ગમે છે, ગેરલાભ કે ખોટ ગમતાં નથી. પરંતુ જે વ્યક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રસંગોમાં હર્ષશોકથી પર થઈ શકે તે જ સમતા અનુભવી શકે. ગમવું એટલે રાગ. અણગમો કે ધિક્કાર એટલે , જેમ ષથી માણસ પર થઈ જાય તેમ રાગથી પણ પર થઈ જવું જોઈએ. આપણે ધારીએ એટલું એ સરળ નથી. જ્યાં સુધી મમત્વભાવ છે ત્યાં સુધી રાગ છે. દુનિયાના તમામ પદાર્થો અને સંબંધો છોડ્યા પછી પણ માણસને પોતાની કાયા માટે રાગ રહે છે, અને કાયામાં પ્રવેશેલી વ્યાધિઓ માટે દુર્ભાવ રહે છે. સમત્વની સૂક્ષ્મ સાધના એટલે છેવટે કાયાથી પણ પર થઈ જવું અને શુદ્ધ આત્મોપયોગ દ્વારા સાક્ષીભાવે બધી વસ્તુઓને કે અનુભવોને નિહાળવાં. એક વખત ચિત્તમાં સમતાભાવ આવ્યો એટલે તે કાયમ રહેવાનો છે એવું માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. સ્વસ્થ અને સુખદ સંજોગોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41