Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 29
________________ સામાયિક ૪૮૧ ગૃહસ્થે એ માટે અભ્યાસ કરવો જોઈએ. સાવ શરૂઆત કરનાર માટે તો ૪૮ મિનિટ કેમ પસાર કરવી એ પ્રશ્ન થઈ જાય. એટલા માટે શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે સામાયિકમાં સ્વાધ્યાય કરવો જોઈએ. સામાયિકની વિધિમાં પણ ગુરુ મહારાજ પાસે સ્વાધ્યાય માટે અનુજ્ઞા માગવાની હોય છે. પોતાની રુચિ અને શક્તિ અનુસાર આધ્યાત્મિક ગ્રંથોનો સ્વાધ્યાય કરી શકાય. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પ્રકારો છે. ગુરુ મહારાજ કે કોઈ જ્ઞાની પુરુષના સાન્નિધ્યમાં સામાયિક થતું હોય તો તેમની સાથે શાસ્ત્રચર્ચા કરી શકાય. વળી સામાયિકમાં પોતે કંઠસ્થ કરેલાં સૂત્રોનો મુખપાઠ કરી શકાય. અથવા નવાં સૂત્રો, સ્તવનો, સજ્ઝાયો વગેરે પણ કંઠસ્થ કરી શકાય. તદુપરાંત સામાયિકમાં નવકારવાળી ગણી શકાય. મંત્રજાપ પણ કરી શકાય. કેટલાક શાસ્ત્રકારો સામાયિકમાં આરંભમાં આત્મશુદ્ધિ માટે, કર્મક્ષય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવાની ભલામણ કરે છે. જેઓ ઘરમાં સામાયિક કરતા હોય છે તેઓએ ઘરની વાતોમાં પોતાનું ચિત્ત ચાલ્યું ન જાય તે માટે સાવધાની રાખવી જોઈએ, જેઓ સામાયિકમાં બોલવાની છૂટ રાખતા હોય તેઓએ પોતાનો વચનયોગ બરાબર સચવાય તે પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા આખું સામાયિક ટોળટપ્પામાં પસાર થઈ જવાનો સંભવ રહે છે. સામાયિકમાં બોલવાનો નિષેધ નથી, પરંતુ સામાયિક કરનાર એટલો સમય જો મૌન પાળે તો અંતર્મુખ થવાને અથવા સ્વાધ્યાયમાં ચિત્તને કેન્દ્રિત કરવાને વધુ અવકાશ રહે છે. વળી પોતે સામાયિકમાં શાનો સ્વાધ્યાય કરવા ઇચ્છે છે એ પહેલેથી વિચારી લીધું હોય તો નિરર્થક સમય બગડતો નથી. સામાયિક કરનારની ચિંતનધારા શુભ રહે અને એના મનમાં અધ્યવસાયો શુભ અને શુદ્ધ રહે એ સૌથી મહત્તવની વાત છે. ગૃહસ્થને માટે સવારસાંજ એમ બે વખત સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક એ બે ઘડીનું સાધુપણું છે. માટે જેટલાં વધુ સામાયિક કરવાની અનુકૂળતા મળે તેટલાં વધુ સામાયિક કરવાં જોઈએ. અને સામાયિકમાં કેળવેલો સમતા ભાવ, પોતે સામાયિકમાં ન હોય ત્યારે પણ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલા માટે જ કહ્યું છે : सामाइय पोसह संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41