Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 31
________________ સામાયિક ૪૮૩ સ્વસ્થતા અને પ્રસન્નતા અનુભવે છે. સૂત્રોનાં ઉચ્ચારણ શુદ્ધ હોવાં જોઈએ અને કાઉસગ્ગ પણ રૂડી રીતે થવો જોઈએ. બાહ્ય વિશુદ્ધિ આંતરિક વિશુદ્ધિને પોષક હોવી જોઈએ. ગૃહસ્થો માટે જરૂરી છે. પરંતુ તેઓ બાહ્ય “વિશુદ્ધિમાં જ અટકી જાય અને આંતરિક પરિણામો એટલાં વિશદ્ધ ન રહે તો બરાબર નથી. જે મહાત્માઓ સમતાભાવ સહિત તરત આત્મસ્વરૂપમાં રમણ કરી શકે છે તેમને માટે પછી બાહ્ય સ્કૂલ વિશુદ્ધિની એટલી અનિવાર્યતા કદાચ ન રહે એવું બની શકે છે. પરંતુ આરંભ કરનાર વ્યક્તિ બાહ્ય વિશુદ્ધિની બાબતમાં જાણીને પ્રમાદ કરે તો તે આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં કેટલે અંશે પહોંચી શકે એ પ્રશ્ન છે. ગૃહરથો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં-અજાણતાં મન, વચન અને કાયાના કેટલાક દોષ થઈ જવાનો સંભવ છે. શાસ્ત્રકારોએ મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા દોષમાંથી બચી શકાય છે. નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે : अविवेक जसो कित्ती लाभत्यो गब्व भय नियाणत्यो। संसय रोस अविणउ अवहुमाण ए दोसा भणियब्वा।। (૧) અવિવેક, (૨) યશકીર્તિની વાંછા, (૩) લાભવાંછા (૪) ગર્વ, (૫) ભય, (૯) નિદાન (નિયાણું), (૭) સંશય, (૮) રોષ, (૯) અવિનય અને (૧૦) અબહુમાન–એમ મનના દસ દોષ ગણાવવામાં આવે છે.] (૧) અવિવેક? સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિકલ્પો કરવા કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઈ તર્યું છે કે નહિ ? – વગેરે. (૨) યશોવાંછા પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું. (૩) લાભ : સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે એવા ભાવથી સામાયિક કરવું. (૪) ગર્વ: મારા જેવું સામાયિક કોઈ ન કરી શકે એવો ગર્વ રાખવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41