________________ સામાયિક 493 કોઈ એક માણસ સામાયિક કરે તો દાન આપનારો માણસ સામાયિક કરનારની તોલે ન આવે.) વળી સામાયિકનું ફળ દર્શાવતાં કહેવાયું છે કે : सामाइयं कुणंतो समभाव सावओ अ घडिय दुग्ग। आउ सुरेसु बंधइ इति अमित्ताइ पलियाइ।। બે ઘડીના સમભાવથી સામાયિક કરનાર શ્રાવક (જો તદુભવ મોક્ષગામી ન હોય તો) અસંખ્ય વરસોનું પલ્યોપમવાળું દેવગતિનું આયુષ્ય બાંધે છે.] આમ, બે ઘડીના શ્રાવકના શુદ્ધ સામાયિકનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે. સામાયિકથી અશુભ કર્મોનો નાશ થાય છે. વળી ગૃહસ્થ માટે તો એ બે ઘડીનું સાધુપણું છે. સંસારમાં કેટલાયે એવા મનુષ્યો હશે કે જેઓ પૂર્વનાં તેવા પ્રકારનાં કર્મના ઉદયને કારણે, વર્તમાન સંજોગોને કારણ આજીવન સાધુપણું સ્વીકારી શકતા નથી, પરંતુ તેમના હૃદયમાં તો સાધુપણાના ભાવ સતત રમતા જ હોય છે. આવા ગૃહસ્થો પૌષધ અને સામાયિક કરવાથી સાધુપણાનો આનંદ તેટલો સમય લાણી, અનુભવી શકે છે. એટલા માટે જ ગૃહસ્થોએ વારંવાર જ્યારે પણ અવકાશ મળે ત્યારે સામાયિક કરવું એવી શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. આવી રીતે શિક્ષાવ્રત સામાયિકનો સતત અભ્યાસ કરવાથી વ્યક્તિ દ્રવ્ય સામાયિકમાંથી ભાવ સામાયિક સુધી, નિશ્ચય સામાયિક સુધી પહોંચી જઈ શકે છે. પરંપરાએ એ કેવળજ્ઞાન અને મોક્ષપદ સુધી પહોંચાડી શકે છે. એટલા માટે જ સામાયિકને સિદ્ધગતિની સીડી તરીકે ઓળખાવવામાં આવે છે. જેમણે સામાયિકનો શુદ્ધ અનુભવ જાણ્યો, માણ્યો હશે એમને એના આ મહિમાની સઘપ્રતીતિ અવશ્ય થશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org