________________
૪૮
ઇત્યાદિ પ્રકારનાં સ્મૃતિદોષને કારણે લાગતો અતિચાર..
પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં બોલાતા મોટા અતિચારમાં સામાયિકના અતિચાર નીચે પ્રમાણે બોલાય છે :
જિનતત્ત્વ
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિષે દુર્વાણ-હાણેણ... સામાયિક લીધે મન અહટ્ટ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉધાડે મુખે બોલ્યા, ઊંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી, વીજ, દીવા, તણી ઉજ્જૈહિ હુઈ, કણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણ્ટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા, સ્ત્રી તિર્યંચતણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તીઓ સંઘટી, સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિસાર્યું. નવમે સામાયિક વ્રત વિષયે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે વિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.’
વ્રતમાં અતિચાર ન આવે એ માટે અથવા આવેલા અતિચારનું નિવારણ કરવું હોય તો તે માટે સમ્યક્ત્વાદિનું અનુષ્ઠાન જરૂરી છે. એવા અનુષ્ઠાનથી જીવમાં એક પ્રકારની સબળ શક્તિ આવે છે, અને ક્રિયાઓ પ્રણિધાનપૂર્વક થાય છે. અતિચાર લાગે માટે વ્રતભંગ થાય એના કરતાં વ્રત ન કરવું એવી દલીલ યોગ્ય નથી, કારણ કે અતિચારથી વ્રતભંગ થતો નથી. વળી વિધિથી વ્રત કરનાર કરતાં ન કરનારને વધુ દોષ લાગે છે. તદુપરાંત સામાયિકને શિક્ષાવ્રત તરીકે ગણાવ્યું છે. એનો અર્થ જ એ કે તેમાં મન, વચન અને કાયાને વશ કરવા માટે અભ્યાસની જરૂર રહે છે.
અજ્ઞાન, પ્રમાદ, પૂર્વકર્મનો ઉદય, જરા, વ્યાધિ, અશક્તિ વગેરેને કારણે જો દોષ લાગે તો તેવા અતિચારથી વ્રતભંગ થતો નથી, પણ જાણી જોઈને, હેતુપૂર્વક અનાદર કરવાના કે વિડંબના કરવાના ભાવથી કે આશયથી અતિચારનું સેવન કોઈ કરે તો તેથી અવશ્ય વ્રતભંગ થાય છે.
સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્યનું મહત્તવ ઘણુંબધું છે. સ્થાપનાચાર્ય એટલે સ્થાપના કરનાર આચાર્ય, અર્થાત્ આચાર્ય ભગવંતની સ્થાપના અથવા સ્થાપના નિક્ષેપે આચાર્ય ભગવંત.
જૈન ધાર્મિક વિધિઓ ધણુંખરું કોઈકની સાક્ષીએ કરવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org