________________
સામાયિક
અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે :
વંદિત્તુ સૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે :
તિવિષે દુપ્પણિહાણે, અણવદ્યુતણે તહા સઈ વિસ્ફૂર્ણ; સામાઇય વિતહકએ, પઢમે સિાવએ નિદે.
[ત્રણ પ્રકારનાં દુષ્પ્રણિધાન (મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અનિયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું નિંદું છું..
પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે.
૪૮૭
અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ, અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે.
સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : (૧) મનોદુ :પ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુઃપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃત્યનુસ્થાપન.
(૧) મનોદુઃપ્રણિધાન : દુઃપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ.
(૨) વચનદુઃપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ.
(૩) કાયદુઃપ્રાણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ.
(૪) અનાદર : પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે.
(૫) સ્મૃત્યનુસ્થાપન : એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે ક૨વાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org