Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 30
________________ ૪૮૨ જિનતત્ત્વ સિામાયિક અને પૌષધમાં રહેલા જીવનો જે કાળ પસાર થાય છે તે સફળ જાણવો. બાકીનો સમય સંસારવૃદ્ધિનું કારણ છે. પ્રાચીન સમયમાં તંગિયા નગરીના શ્રાવકો સામાયિક કરવામાં અત્યંત ઉદ્યમશીલ રહેતા અને પોતાની જિંદગીનાં વર્ષ જન્મતિથિ પ્રમાણે ન ગણતાં, પોતે જેટલાં સામાયિક ક્યાં હોય તેનો સરવાળો કરીને ગણતા અને કોઈ પૂછે તો પોતાની ઉમર તે પ્રમાણે કહેતા. ગૃહસ્થોનું સામાયિક એટલે બે ઘડીનું સાધુપણું. સામાયિકમાં આત્મવિશુદ્ધિ એ સૌથી મહત્ત્વની બાબત છે. સાવદ્ય યોગના પચ્ચકખાણ દ્વારા નવાં અશુભ કર્મોને આવતાં રોકવાનાં હોય છે. એ વડે જેઓ સમતાભાવ સાથે આત્મસ્વરૂપનું ધ્યાન ધરી શકે તેઓ સામાયિકનું ફળ વિશેષ પામી શકે. આત્મવિશુદ્ધિ માટે ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. ગૃહસ્થોને માટે ચિત્ત વિક્ષુબ્ધ થવાના પ્રસંગો અને કારણો ઘણાં હોય છે. માટે સામાયિક કરનારે પોતાના ચંચળ ચિત્તને શાંત અને સ્વસ્થ કરીને સામાયિક કરવા બેસવું જોઈએ. ગૃહસ્થનું સામાયિક એ શિક્ષાવ્રત છે. એટલે કે એક જ દિવસમાં બધું બરાબર થઈ જશે એવું નથી. રોજરોજના અભ્યાસથી એમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ થતી રહે. વળી, મનની શુદ્ધિ રહે અને વધે એ માટે ગૃહસ્થ બાહ્ય કેટલીક શદ્ધિઓ પણ સાચવવી જોઈએ. જે સ્થાનમાં પોતે સામાયિક કરવા બેસે એ સ્થાન સ્વચ્છ, જીવજંતુરહિત, બીજાની અવરજવરમાં વિક્ષેપ પડે નહિ એવું શાંત, પ્રમાર્જેલું હોવું જોઈએ. એથી સ્વચ્છ, શાંત અને પ્રસન્ન વાતાવરણ નિર્માય છે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મુખ રહે એ રીતે બેસવું જોઈએ. વળી અનુકૂળતા હોય તો રોજ એક જ સ્થળે બેસવું જોઈએ, એક જ સ્થળે લગભગ નિયત સમયે સામાયિક કરવા બેસવાથી ત્યાંનું પવિત્ર વાતાવરણ સર્જાય છે. અને સામાયિકમાં બેસતાંની સાથે તે વાતાવરણ મનના શુભ ભાવોને પોષક બને છે. સ્થલ ઉપરાંત આસન, વસ્ત્રો, ઉપકરણો વગેરેની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. મનની શુદ્ધિ માટે કાયાની શુદ્ધિ પણ આવશ્યક છે. આ બધી બાહ્ય શુદ્ધિઓ છે, પરંતુ તે પણ અત્યંત ઉપયોગી છે. ગૃહસ્થોએ સામાયિક માટેનો પહેરવેશ પણ સંયમને ઉચિત એવો, સુશોભનો અને અલંકારોથી રહિત, અને શક્ય હોય તો સાધુ જેવો રાખવો જરૂરી છે. સામાયિક કરનાર ગૃહસ્થ સામાયિકની વિધિની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. વિધિ ક્રમાનુસાર, ગરબડ વગર, પૂરી સ્વસ્થતાથી કરવાથી ચિત્ત પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41