Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 19
________________ સામાયિક ૪૩૧ છે. નય અને ન્યાયના પ્રખર અભ્યાસી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાથે નયની અપેક્ષાએ સામાયિકના પ્રકારો દર્શાવ્યા છે અને તે સામાયિક કેવું હોય તેનું વર્ણન તેમણે એક પદમાં કર્યું છે. તેઓ લખે છે : “ચતુર નર ! સામાયિક નય ધારો. લોક પ્રવાહ છાંડ કર અપની પરિણતિ શુદ્ધ વિચારો.” ત્યારપછીની કડીમાં તેઓ સંગ્રહનયની અપેક્ષાએ સામાયિકનો આદર્શ રજૂ કરતાં કહે છે : ‘દ્રવ્યત અખય અભંગ આતમા સામાયિક નિજ જાતે, શુદ્ધ રૂપ સમતામય કહીએ, સંગ્રહ નકી બાતિ. જ્ઞાનતંતકી સંગતિ નાહી, રસિયો પ્રથમ ગુણઠાને.” આમ પ્રથમ ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનક સુધી જીવનું સામાયિક કેવું કેવું હોય તે આ પદમાં તેમણે વર્ણવ્યું છે. એટલા માટે જ સામાયિક એ સતત અભ્યાસ દ્વારા ઊંચે ચડવાની સાધના છે, એમ દર્શાવતાં એ પદમાં અંતે તેઓ કહે છે : સામાયિક નર અંતર દષ્ટ, જો દિન દિન અભ્યાસે, જગ જશવાદ લહે જો બેઠો, જ્ઞાનવંત કે પાસે.' સામાયિકમાં દ્રવ્યક્રિયાથી માંડીને દેશવિરતિ, સર્વવિરતિ, સંવર અને નિર્જરા, ઉપશમ શ્રેણી, લપક શ્રેણી, આત્માના આઠ રૂચક પ્રદેશો, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય, કેવળજ્ઞાન અને છેલ્લે સિદ્ધગતિ – એ બધાંને લક્ષમાં લઈ ઠેઠ સિદ્ધાત્માઓ સુધીની દશા માટે જુદી જુદી ગતિની અપેક્ષાએ જુદા જુદા નય કેવી રીતે ઘટી શકે છે તે શાસ્ત્રકાર મહર્ષિએ દર્શાવ્યું છે. અનંત વૈવિધ્યમય સંસારમાં બધા જ જીવો એકસરખી કોટિના હોઈ શકે નહિ. જુદી જુદી ગતિની અપેક્ષાએ જીવોને જોઈએ તો કેટલાયે દેવગતિમાં છે અને કેટલાયે મનુષ્યગતિમાં છે. વયની અપેક્ષાએ મનુષ્યનો વિચાર કરીએ તો કેટલાયે બાલાવસ્થામાં છે અને કેટલાયે વૃદ્ધાવસ્થામાં છે. જો મોક્ષગતિ એ જીવોનું અંતિમ લક્ષ્ય હોય તો કેટલાયે જીવો મોક્ષગતિ તરફ આગળ વધી રહેલા જોવા મળશે, તો કેટલાયે એનાથી વિપરીત દશામાં જઈ રહેલા, ઘસડાઈ રહેલા દેખાશે. મોક્ષમાર્ગી જીવો પણ જુદી જુદી કક્ષાના અને જુદા જુદા તબક્કામાં જોવા મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41