________________
૪૭૨
જિનતત્ત્વ તીર્થંકર પરમાત્મા જ્યારે સમવસરણમાં દેશના આપે છે ત્યારે તે એવી હોય છે કે તેમાંથી બધા જ વિકાસોન્મુખ જીવોને પોતે જે કક્ષાએ હોય ત્યાંથી ઊંચે કેમ ચડી શકે તેનું માર્ગદર્શન મળી રહે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રની આવશ્યકતા રહે છે. સમ્યફચારિત્રના સર્વવિરતિ અને દેશવિરતિ એવા બે મુખ્ય પ્રકાર છે. ગૃહસંસાર છોડી દીક્ષા લેનાર સાધુ ભગવંતોનું ચારિત્ર તે સર્વવિરતિના પ્રકારનું છે. ગૃહસ્થો જે સંયમની આરાધના કરે તે દેશવિરતિ ચારિત્ર છે. સર્વવિરતિ સાધુ ભગવંતો માટે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. ગૃહસ્થો માટે એ જ વ્રતો અમુક અંશે પાળવાનાં કહ્યાં હોવાથી તેને અણુવ્રત – નાનાં વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ અણુવ્રતોનું પાલન સારી રીતે થઈ શકે એ માટે બીજાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. ત્રણ ગુણવ્રતો છે : (૧) દિક્ પરિમાણ વ્રત, (૨) ભોગપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થ દંડ વિરમણવ્રત. ચાર શિક્ષાવ્રતો છે : (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાસિક વ્રત, (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વત.
આમ શ્રાવકનાં બાર વ્રત બતાવવામાં આવ્યાં છે. જે દેશવિરતિ શ્રાવક આ બાર વ્રત ચુસ્તપણે પાળે તે સાધુની નજીક પહોંચે છે. આ બાર વ્રતમાં નવમું વ્રત અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત તે સામાયિક વ્રત છે. જે શ્રાવક સામાયિક વ્રત બરાબર પાળે તે તેટલો વખત સાધુપણામાં આવી જાય છે.
સામાયિક એ શિક્ષાવ્રત છે. શિક્ષા એટલે અભ્યાસ. “ધર્મબિન્દુ’ ગ્રંથમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે :
साधु धर्माभ्यासः शिक्षा - એટલે જેમાં સારો (સાધુ) ધર્માભ્યાસ થયા તેનું નામ શિક્ષા. શિક્ષાવ્રત એટલે વારંવાર અભ્યાસ કરવાનું વ્રત. શ્રી હરિભદ્રસૂરિએ “પંચાશક'માં કહ્યું છે :
सिक्खावयं तु एत्थं सामाइयमो तथं तु विणेयं ।
सावज्जेयर जोगाण वज्जणा सेवणास्वं ।। અહીં શ્રાવકધર્મમાં સામાયિકને શિક્ષાવ્રત જાણવું. સાવઘ અને ઇતર (અનવદ્ય) યોગોને અનુક્રમે વર્જવા અને સેવવારૂપે તે વ્રત છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org