________________
૪૭૦
સામાયિકનાં આઠ નામના અર્થ નીચે પ્રમાણે છે :
(૧) સામાયિક : જેમાં સમતાભાવ રાખવામાં આવે છે. આ સમભાવ નામના સામાયિક ઉપર દમદંત રાજાનું દૃષ્ટાંત છે.
(૨) સમયિક : સ-મયિક. મયા એટલે દયા. સર્વ જીવ પ્રતિ દયાનો ભાવ ધારણ કરવો તે. આ સમયિક સામાયિક ઉપર મેતાર્યમુનિનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
જિનતત્ત્વ
(૩) સમવાદ : સમ એટલે રાગદ્વેષ-રહિતતા. જેમાં એવા પ્રકારનાં વચન ઉચ્ચારવાં તે સમવાદ–સામાયિક. એના ઉપર કાલકાચાર્ય (કાલિકાચાર્ય)નું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૪) સમાસ : સમાસ એટલે જોડવું, એકત્ર કરવું,વિસ્તાર ઓછો ક૨વો, થોડા શબ્દોમાં શાસ્ત્રોના મર્મને જાણવો તે. આ સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૫)સંક્ષેપ : થોડા શબ્દને ઘણો અર્થવિસ્તાર વિચારવો અથવા દ્વાદશાંગીનું સારરૂપ તત્ત્વ જાણવું. તે આ સંક્ષેપ સામાયિક ઉપર લૌકિકાચાર પંડિતોનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૬) અનવદ્ય : અનવદ્ય એટલે નિષ્પાપ. પાપ વગરના આચારણરૂપ સામાયિક તે અનવદ્ય સામાયિક. તેના ઉપર ધર્મરુચિ અણગારનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
(૭) પરિજ્ઞા : પરિજ્ઞા એટલે તત્ત્વને સારી રીતે જાણવું તે. પરિક્ષા સામાયિક ઉપર ઇલાચીકુમારનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
(૮) પ્રત્યાખ્યાન : પ્રત્યાખ્યાન એટલે પચ્ચક્ખાણ. કોઈ વસ્તુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેતીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
આવી રીતે સામાયિકના આઠ જુદા જુધ્ધ પર્યાય દૃષ્ટાંત સહિત બતાવવામાં આવ્યા છે.
ભગવાન મહાવીરે સ્યાદ્વાદ અને એકાન્તવાદની દૃષ્ટિ આપણે જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રત્યેક પરિસ્થિતિને જુદી જુદી અપેક્ષાએ તપાસી શકાય છે. સામાયિકના વિષયમાં અર્થ, રહસ્ય કે ધ્યેયની સમજણ વગર, માત્ર ગતાનુગતિક રીતે જેવું-તેવું સામાયિક કરનારના સામાયિકથી માંડીને સમભાવની વિશુદ્ધતમ પરિણતિ સુધી સામાયિકની અનેક કક્ષાઓ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org