Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 17
________________ સામાયિક ત્યાર પછી તે સ્થવિરોએ કાલસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિંદાગોં કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાસ્યવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા. આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं । સામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એજ સામાયિક છે.] ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ કહ્યું છે : ૪૯ सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव । [સામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મા) પોતે જ સ્વયં સામાયિક છે.] સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે. સામાયિકના આઠ પ્રકારનાં નામ અને તે દરેક ઉપર દૃષ્ટાંત શાસ્ત્રકારોએ આપ્યાં છે. એ માટે નીચે પ્રમાણે ગાથાઓ છે : सामाइयं समइयं सम्मं वाओ समास संखेवो । अणवज्झं य परिण्णा पच्चखाणेय ते अट्ठा ॥ [સામાયિક, સમયિક, સમવાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પ્રત્યાખ્યા એમ આઠ નામ સામાયિકનાં છે. — दमदंते मेअज्जे कालय पुत्था चिलाइपुत्ते य । धम्मइ इला तेइली सामाइय अट्ठुदाहरणा । । [૧. દમદંત રાજા, ૨. મેતાર્ય મુનિ, ૩. કાલાચાર્ય, ૪. લૌકિકાચાર પંડિતો, ૫. ચિલાતીપુત્ર, ૬. ધર્મરુચિ સાધુ, ૭. ઇલાચીપુત્ર અને ૮. તેતલીપુત્ર એમ સામાયિક વિશે આઠ ઉદાહરણો છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41