________________
૪૬૮
જિનત
આત્મા સામાયિક છે, આત્મા જ સામાયિકનો અર્થ છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે :
ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા ધરો સૂધો અર્થ,
આત્મતત્ત્વ વિચારીએ.” શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં આ પ્રકારના નિશ્ચય સામાયિકને સ્થાયી' સામાયિક તરીકે ઓળખાવ્યું છે. જુઓ :
जो समो सव्वभूएसु तसेसु थावरेसु य]
तस्स सामाइयं ठाइ इय केवल भासियं ।।१२६।। ત્રિસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમતાભાવ રાખે તેનું સામાયિક સ્થાયી છે એમ કેવલી ભગવંતોએ કહ્યું છે.]
આ પ્રકારની ગાથા થોડા શબ્દફેર સાથે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ સાંપડે છે.
ભગવતીસૂત્ર (શ. ૧, ઉ. ૯)માં નિશ્ચય સામાયિકના તત્ત્વસ્વરૂપ ઉપર પ્રકાશ પાડતો એક સરસ પ્રસંગ આવે છે.
ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓ વિચરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ સંવર(ચાર મહાવ્રત)નો ધર્મ પળાતો હતો. ભગવાન મહાવીરે દેશકાળ પારખીને ચાર વ્રતમાંથી પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો તથા રોજરોજ ઉભયકાળ પ્રતિક્રમણનો પણ ઉપદેશ આપ્યો.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કાલાસ્યવેષિપુત્ર નામના અણગાર ભગવાન મહાવીર સ્વામીના કેટલાક સાધુ ભગવંતોને મળે છે ત્યારે તેઓ પૂછે છે, “હે વિરો, તમે સામાયિકને જાણો છો ? તમે સામાયિકના અર્થને સમજો છો ?'
વિરોએ કહ્યું, “હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સામાયિકને જાણીએ છીએ. અમે સામાયિકનો અર્થ પણ સમજીએ છીએ.”
“હે સ્થવિરો ! જો તમે જાણતા હો તો સામાયિક શું છે તે મને કહો !'
હે આર્ય! અમારો આત્મા એ સામાયિક છે અને એ જ સામાયિકનો અર્થ છે.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org