Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ જિનતત્ત્વ ૪૩૭ શકે નહિ. આ ઉ૫૨થી જોઈ શકાશે કે સાચું સામાયિક કરવા માટે મન, વચન અને કાયાથી કેટલી બધી પૂર્વતૈયારી કરવાની રહે છે. સમતાભાવમાં રમનારા બધા જીવોનો સમતાભાવ એકસરકો નથી હોતો. આથી સામાયિકના પ્રકારો જુદા હોઈ શકે છે. વિશાળ વર્ગીકરણની દૃષ્ટિએ સામાયિકના મુખ્ય ચાર પ્રકારો બતાવવામાં આવે છે : (૧) શ્વેત સામાયિક, (૨) સમ્યકૃત્વ સામાયિક, (૩) દેશવેરિત સામાયિક અને (૪) સર્વવિરતિ સામાયિક, (૧) શ્રુત સામાયિક : શ્રુતજ્ઞાન અથવા જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપરમણતા . (૨) સમ્યક્ત્વ સામાયિક : જેમ જેમ મિથ્યાત્વ એટલે અજ્ઞાન દૂર થતું જાય અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું જાય અને તેથી આત્મરણતા પ્રગટ થતી જાય તેનું નામ સમ્યક્ત્વ સામાયિક, (૩) દેશિવરતિ સામાયિક : બે ઘડી માટે સાવઘ યોગ અથવા પાપપ્રવૃત્તિથી બચવા માટે ગૃહસ્થ એક આસન ઉપર બેસી આત્મરમણતા કરે તે સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક : સાધુ ભગવંતોનું સામાયિક યાવજીવન હોય છે. તેઓ સ્વેચ્છાએ સર્વવિરતિ ધારણ કરનારા હોય છે, એટલે તેઓએ સાવધ યોગનાં જાવજીવ પચ્ચક્ખાણ લીધાં હોય છે. આથી સતત સમભાવ ધારણા કરવા દ્વારા તેઓએ આત્મસ્વરૂપમાં રમણતા કરવાની હોય છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ‘વિચારરત્નસાર'માં લખે છે : ‘૧. શ્રુત સામાયિકમાં દીપક સમકિત અને પહેલું ગુણઠાણુ હોય. તે અભવ્યને પણ હોય. કારણ તે જિનવચનાનુસાર પ્રરૂપણા કરે. તેથી ૫૨ને ધર્મ દીપાવે, ધર્મ પમાડે પણ પોતાને અંધારું હોય. ૨. દર્શન સામાયિક સમ્યગ્દૃષ્ટિ ચોથા ગુણઠાણીને હોય. ૩. દેશિવરતિ સામાયિક પાંચમે ગુણઠાણે વર્તતા શ્રાવકને હોય. ૪. સર્વવિરતિ સામાયિક તે છઠ્ઠ-સાતમે ગુણઠાણે વર્તતા મુનિમહારાજને હોય, એ સર્વ ગુણઠાણની પરિણતિરૂપ કષાયનાં ક્ષર્યાપશમને લીધે હોય છે.’ (કેટલાક આ ચાર પ્રકારમાં સમકિત સામાયિકને પ્રથમ મૂકે છે અને ત્યાર પછી શ્રુત સામાયિકને મૂકે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41