Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 22
________________ જિનતત્ત્વ આવશ્યક ચૂર્ણિ'માં કહ્યું છે : यदा सव्व सामाइयं काउमसतो तदा देससामाइयंपि ताव बहुसो कुज्जा तथा जत्थं वा वीसमइ अच्छइ वा निब्बारो सवत्थ सामाइयं करेइ । [જ્યારે સર્વથી (સર્વવિરતિ લઈને) સામાયિક કરવાને અશક્ત હોઈએ ત્યારે દેશથી (દેશવિરતિમાં) પણ સામાયિક બહુ વાર કરવું જોઈએ. તથા જ્યાં વિસામો (ફુરસદ) મળે અથવા નિર્ચાપાર હોય (બીજું કંઈ કરવાપણું ન હોય) ત્યારે તો સામાયિક સર્વથા કરવું જ જોઈએ.) સાગાર ધર્મામૃતમાં કહ્યું છે : सामायिकं सुदुःसाध्यमप्यभ्यासेन साध्यते। निम्नी करोति वा बिन्दुः किं नाश्मानं मुहुःपतन् ।। [અત્યંત દુ:સાધ્ય છતાં સામાયિક અભ્યાસથી (નિત્ય પ્રવૃત્તિથી) સાધ્ય થાય છે. સતત જલબિન્દુ પડવાથી શું પથ્થર (ઘસાઈને) નીચો નથી થતો ?. ક્રિયાવિધિપૂર્વકનું ગૃહસ્થોએ કરવાનું દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોય છે. ગૃહસ્થોએ ગુરુ ભગવંતની સાક્ષીએ (અથવા સ્થાપનાચાર્ય સન્મુખ રાખીને). રોજરોજ આવશ્યક ક્રિયા તરીકે અવશ્ય તે કરવાનું હોય છે. ગૃહસ્થોને પોતાના ગૃહજીવનની મર્યાદા હોય છે એટલે એમને માટે આ દ્રવ્ય સામાયિકનું વિધાન છે, પરંતુ દ્રવ્ય સામાયિક થયું એટલે તે ભાવ સામાયિક ન થઈ શકે એવું નથી. વસ્તુત: દ્રવ્ય સામાયિક કર્યું હોય અને પુરુષનું મન તે સમયે હરિજનવાસમાં ઉઘરાણી માટે ભટકતું હોય અથવા સ્ત્રીનું મન રસોડામાં ભટકતું હોય તો તે દ્રવ્ય સામાયિક માત્ર દ્રવ્ય સામાયિક જ રહે છે. ભાવ તેમાં પરોવાયેલો ન હોવાથી તે વધારે ફળ આપતું નથી. પુણિયા શ્રાવક ગૃહસ્થ હતા છતાં એનું દ્રવ્ય સામાયિક એવું ઉત્તમ ભાવ સામાયિક બની રહેતું કે એમના સામાયિકની પ્રશંસા ખુદ ભગાવન મહાવીરના મુખે થયેલી છે. દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોવું જોઈએ એવી પ્રાચીન પરંપરા ચાલી આવી છે. આ સામાયિક લેવાની અને તે પૂરું થયે પારવાની વિધિમાં કેટલાક ફેરફારો થતા રહ્યા છે, તો પણ એના મુખ્ય ધ્વનિ કે ભાવ તો સમાન જ રહ્યો છે. સામાયિકની લેવા- પારવાની ક્રિયાવિધિમાં કેટલાંક સૂત્રો બોલવાનાં હોય છે. એ સૂત્રોમાં નવકારમંત્ર, પંચિદિઅ, ઇરિયાવહી, તસ્ય ઉત્તરી, અન્નત્ય, લોગસ્સ, કરેમિ ભંતે વગેરે સૂત્રો સમાન રહ્યાં છે. બીજાં કેટલાંક સૂત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41