Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 21
________________ સામાયિક ૪૭૩ અભયદેવસૂરિએ શિક્ષાનો અર્થ સમજાવતાં કહ્યું છે કે ગ્રહણ અને સેવનરૂપી પરમપદસાધક એવી વિશિષ્ટ ચેષ્ટા એટલે શિક્ષા. જે વ્રતમાં આવી ચેષ્ટા મુખ્ય રૂપે હોય એ વ્રત તે શિક્ષાવ્રત. સામાયિક શિક્ષાવ્રત છે માટે જ તે વારંવાર કરવાનું કહ્યું છે, કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી, તેના વધુ મહાવરાથી તે વધુ સારી રીતે થઈ શકે છે. જેમ અનુભવ વધતો જાય તેમ તેની ખામીઓ દૂર થતી જાય. સાધનામાં અભ્યાસથી ઉત્તરોત્તર વિશુદ્ધિ આવતી જાય છે. આરંભમાં થોડી કચાશ હોય, તેથી તે પ્રવૃત્તિ છોડી દેવાને યોગ્ય નથી. કુંભારનો દીકરો ચાકડા ઉપર માટીનાં વાસણ બનાવતાં શીખે અથવા નાનું બાળક અક્ષર લખતાં શીખે તો તેમાં જેમ જેમ વધારે મહાવરો થતો જાય તેમ તેમ પરિણામ સારું આવતું જાય. સામાયિક વ્રતમાં આરંભમાં કોઈને લેવાની કે પારવાની વિધિ બિલકુલ ન આવડતી હોય તો તે વગર પણ સામાયિકનો આરંભ કરી શકે છે, અને પછી તેની વિધિ શીખી લઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વ્રતનું પાલન ન કરનારને જેટલો દોષ લાગે છે તેટલો દોષ અવિધિથી વ્રત કરનાને લાગતો નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે કહ્યું છે : सामाइअंभि उ कए समणो इव साववो हवइ जम्हा। ए एण कारणेणं बहुसो सामाइयं कुज्जा। [સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ. બે ઘડીના સામાયિકમાં પાપરૂપ પ્રવૃત્તિઓ અટકી જાય છે, અને ત્યાગ તથા સંયમાદિ ભાવો અનુભવવા મળે છે. માટે શ્રાવકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરવાની ભલામણ કરવામાં આવી છે : झाहे खणिउ ताहे सामाइयं करेइ । વળી અન્યત્ર પણ કહેવાયું છે : जीवो पमायबहुलो बहुसोवि अ बहुविहेसु अत्थेसु। एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा।। [જીવ બહુ પ્રમાદવાળો છે. બહુ પ્રકારના અર્થોમાં (પદાર્થોમાં) તે બહુ રચ્યોપચ્યો રહે છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.J. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41