Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ સામાયિક ૪૩૧ વાસી ચંદન કલ્પમાં વાસી શબ્દનો અર્થ થાય છે “વાંસલો’, જે સુથારનું ઓજાર છે. એ લાકડું છોલવામાં વપરાય છે. કોઈ એક હાથે વાંસલો ફેરવી હાથની ચામડી ઉખાડતો હોય અને બીજે હાથે કોઈ ચંદનનો લેપ કરતો હોય તો એ બંને પ્રત્યે સમભાવ રાખી શકે એવી મહાત્માઓની સમતાને મોક્ષ મેળવી આપનારી તરીકે અર્થાત્ મોલાંગ તરીકે ઓળખાવવામાં આવી છે. “વાસી ચંદન'નો બીજો અર્થ એવો કરવામાં આવે છે કે જેમ ચંદનના વૃક્ષને કાપવાથી તે કાપવાવાળા કુહાડાને પણ સુગંધિત કરે છે તેવી રીતે મહાપુરુષોનું સામાયિક વૈરવિરોધ ધરાવનાર પ્રતિ સમભાવરૂપી સુગંધ અર્પણ કરનાર હોય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે સામાયિક મોક્ષાંગ છે, મોક્ષનું અંગ છે. આ બે અર્થમાંથી “વાસી ચંદનનો પહેલો અર્થ વધારે સાચો છે. સામાયિક વગર મોક્ષપ્રાપ્તિ થઈ ન શકે. મોક્ષપ્રાપ્તિ માટે કેવળજ્ઞાન પ્રગટ થવું જોઈએ. જ્યાં સુધી ચાર ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રકાશિત થાય નહિ. જ્યાં સુધી જીવ સંવર દ્વારા નવાં કર્મોને અટકાવે નહિ અને નિર્જરા દ્વારા જૂનાં કર્મોનો ક્ષય ન કરે ત્યાં સુધી ઘાતી કમોંમાંથી મુક્ત ન થઈ શકે. જ્યાં સુધી રાગદ્વેષનાં પરિણામો ચાલ્યા કરે ત્યાં સુધી ઘાતી કર્મો રહ્યા કરે. સાચી સમતા આવે તો રાગદ્વેષ જાય. સમતાભાવ લાવીને શુદ્ધ આત્મરમણતા અનુભવવા માટે સામાયિક એ જ એક માત્ર ઉપાય છે. એટલા માટે શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટ પ્રકરણમાં સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે : सामायिक-विशुद्धात्मा सर्वथा घातिकर्मणः क्षयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ।। સિામાયિક કરવાથી વિશુદ્ધ થયેલો આત્મા જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.] સામાયિક દ્વારા આત્માને સર્વથા વિશુદ્ધ કરવા માટે પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે. કેટલાકને તો કેટલાય જન્મની ઉત્તરોત્તર વધતી જતી સાધના પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવે ગૃહસ્થના બે ઘડીના ક્રિયાવિધિયુક્ત સામાયિકથી શરૂ કરી નિશ્ચયસ્વરૂપ ભાવ સામાયિક સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41