Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ સામાયિક ૪૫૯ सव्वं मे अकरणिज्जं पावकम्मं ति कटु सामाइयं चरितं पडिवज्जइ। વળી પ્રત્યેક તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સૌથી પ્રથમ ઉપદેશ સામાયિક વ્રતનો આપતા હોય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે ? सामाइयाइया वा वयजीवाणिकाय भावणा पढमं। एसो धम्मोवाओ जिणेहिं सव्वेहिं उवइट्ठो।। ધર્મની આરાધના કરનાર જીવો માટે જૈન ધર્મમાં છ પ્રકારની આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે. પ્રત્યેક શ્રાવકે આ છ “આવશ્યક' કર્તવ્ય રોજેરોજ કરવાં જોઈએ. એ “આવશ્યક આ પ્રમાણે છે : (૧) સામાયિક, (૨) ચઉવિસત્યો (ચતુર્વિશતિસ્તવ - ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (ક) પચ્ચક્ખાણ. આ ક્રિયાઓ અવશ્ય કરવાની હોવાથી એટલે કે તે આજ્ઞારૂપી હોવાથી તેને “આવશ્યક કહેવામાં આવે છે. જૈન આગમગ્રંથોમાં આ છ આવશ્યક સૂત્રો ઉપર ઘણો ભાર મૂક્વામાં આવ્યો છે. એના ઉપર ગણધરોએ સૂત્રની રચના કરી છે. એ આવશ્યક સૂત્ર' તરીકે ઓળખાય છે. આવશ્યક સૂત્ર ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રકારની રચનાઓ થઈ છે. આ છ આવશ્યક ક્રિયાઓમાં સામાયિકને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરથી સામાયિકનું મહત્ત્વ જૈન ધર્મમાં કેટલું બધું છે તે સમજી શકાય છે. આ છયે આવશ્યક ક્રિયાઓ પરસ્પર સંલગ્ન છે. એટલે કોઈ પણ એક આવશ્યક ક્રિયા વિધિપૂર્વક બરાબર ભાવથી કરવામાં આવે તો તેમાં બીજી ક્રિયાઓ સૂક્ષ્મ કે સ્કૂલ રીતે આવી જ જાય છે. પ્રતિક્રમણની વિધિમાં તો છયે આવશ્યક ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. સામાયિકના “કરેમિ ભંતે' સૂત્રમાં છયે આવશ્યક નીચે પ્રમાણે ઘટાવવામાં આવ્યા છે : (૧) કરેમિ ... સામાઇયે.... સમતા ભાવ માટે વિધિપૂર્વક સામાયિક માટેની અનુજ્ઞા. એમાં “સામાયિક' રહેલું છે. (૨) ભન્ત.... ભદન્ત..... ભગવાન ! જિનેશ્વર ભગવાનને પ્રાર્થના - આજ્ઞા - પાલનરૂપી “ચતુર્વિશતિસ્તવ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41