Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ જિનતત્વ કરવાની તથા શુભ ભાવ ભાવવાની જરૂર છે. એ માટે સંયમની આવશ્યકતા છે. સાવદ્ય કર્મનો એટલે પાપમય પ્રવૃત્તિઓનો અર્થાત મન, વચન ને કાયાના અશુભ યોગોનો જો ત્યાગ કરવાવામાં આવે તો અશુભ ધ્યાન ઓછાં થાય અને જીવ સંયમમાં આવે. એ માટે ગૃહસ્થ જો દ્રવ્ય-ક્રિયારૂપે એક મુહૂર્ત જેટલો સમય પચ્ચખાણ લઈને એક આસને બેસે તો તેને “સામાયિક વ્રત” કહેવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે જૈન ધર્મનો સાર શું? એનો ઉત્તર છે કે રાગદ્વેષથી મુક્તિ મેળવીને મોક્ષગતિ પ્રાપ્ત કરવી એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. રાગદ્વેષથી મુક્તિ કેવી રીતે મેળવાય ? એનો ઉત્તર છે “સમતાની સાધનાથી'. માટે “સમતા' એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. સામાયિક એ સમતાની સાધનાનું સાધન છે. માટે જ કહેવાયું છે કે “સામાયિક' એ જિનપ્રવચનનો, ભગવાનની દેશનાનો, દ્વાદશાંગીનો, ચૌદ પૂર્વનો સાર છે. વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સામાયિકને ચૌદ પૂર્વના સારરૂપ કહ્યું છે. જુઓ : सामाइयं संखेवो चौदसपूव्वत्थ पिंडो ति। નવકારમંત્રની જેમ સામાયિકને પણ ચૌદ પૂર્વના સાર તરીકે મહર્ષિઓએ ઓળખાવ્યું છે. એવી જ રીતે, “તત્ત્વાર્થસૂત્ર' ઉપરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સામાયિકને દ્વાદશાંગીના ઉપનિષદ તરીકે દર્શાવ્યું છે. જુઓ : सकल द्वादशाङ्गोपनिषद भूत सामायिक सूत्रवत् । બધા જ તીર્થંકર પરમાત્માઓ પૂર્વજન્મની એવી આરાધનાને કારણે સ્વયંસબુદ્ધ જ હોય છે. ગૃહસ્થવાસનો ત્યાગ કરી જ્યારે તેઓ દીક્ષિત થાય છે ત્યારે તેઓને કોઈ ગુરુમહારાજ પાસે દીક્ષા લેવાની હોતી નથી. તેઓને કોઈ ગુરુ હોતા નથી. તેઓ ગૃહસ્થ વેષનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે. તેઓ સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ સાવદ્યયોગનાં પચ્ચકખાણ લઈ માવજીવન સામાયિક કરે છે. તેઓ ગૃહસ્થપણામાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ધરાવતા હોય છે. સ્વયં દીક્ષિત થતાં જ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41