SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જિનતત્ત્વ જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. (દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપતીની પરંપરા તેઓમાં નથી.) સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપતી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયમાં પણ પ્રતીક છે. મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મખવત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપતી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે “હસ્તક' અથવા ‘હત્યગં” શબ્દ પણ પ્રયોજાયો છે. બોલતી વખતે મુખ આડે મુહપરી રાખવાથી વાયુકાય અને અપકાયના જીવોની વિરાધના થતી અટકે છે. વળી ઉધાડે મુખે બોલવાથી કોઈ વાર થંક ઊડવાનો સંભવ છે. એ સામે બેઠેલી વ્યક્તિ ઉપર, ગ્રંથ, નવકારવાળી વગેરે પવિત્ર ઉપકરણો ઉપર પડે નહિ એ શિષ્ટાચાર અને વિનય મુહપતી રાખવાથી સચવાય છે, અને આશાતનાના દોષમાંથી બચી જઈ શકાય છે. બોલવાનો પ્રસંગ ન હોય તો પણ મુખમાંથી દુર્ગધ આવતી હોય તો મુહ૫ની હોય તો તેથી બીજાને પ્રતિકૂળતા થતી નથી. મુહપત્તી જેમ જીવદયા અને વિનયનું પ્રતીક છે તેમ સંયમનું પ્રતીક પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ તે ભાષાસમિતિ અને વચનગુપ્તિનો બોધ કરે છે. અયોગ્ય, પાપરૂપ વચન ન બોલવાનો તે સંકેત કરે છે. શ્વેતામ્બર પરંપરામાં મૂર્તિપૂજક સંપ્રદાયમાં મુહપની હાથમાં રાખવામાં આવે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સાધુ ભગવંતો દિવસરાત મુહપત્તી મોઢે બાંધેલી રાખે છે અને ગૃહસ્થો સામાયિક કરતી વખતે મુહપત્તી મોઢે બાંધે છે. મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિક લેવાની ને પારવાની વિધિમાં મુહપત્તીના પડિલેહણની વિધિ આવે છે. આ વિધિ કરતી વખતે શરીરમાં જુદાં જુદાં અંગોનું મુહપત્તી વડે સંમાર્જન કરવા સાથે જે જે બોલ બોલાવાના હોય છે તેમાં તે તે અંગોની સ્કૂલ અને સૂક્ષ્મ શુદ્ધિના વિચાર સાથે આત્મવિશુદ્ધિનો પરમ ઉદ્દેશ રહેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy