SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ૪૯૧ મુહપત્તી-પડિલેહણના એવા પચાસ બોલ અને તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : (૧) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં. (૨) સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. (૩) કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. (૪) સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. (૫) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. (૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. (૭) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. (૮) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. (૯) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. (૧૦) હાસ્ય, રતિ, અરતિ પરિહરું. (૧૧) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું. (૧૨) કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. (૧૩) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. (૧૪) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. (૧૫) ક્રોધ, માન પરિહરું. (૧૩) માયા, લોભ પરિહરું. (૧૭) પૃથ્વીકાય, અકાય, તેઉકાયની જયણા કરું. (૧૮) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. આમ, સામાયિકનું સ્વરૂપ અત્યંત ગહન છે અને એનો પ્રભાવ ઘણો મોટો છે. સામાયિકથી સ્થૂલ ચમત્કારોના પ્રસંગો પણ છે. બીજા જીવો ઉપર એની અસર થયા વગર રહેતી નથી. “મૂલાચારમાં કહ્યું છે : सामाइए कदे सावए ण विद्धो मओ अरण्णम्मि। सो य मओ उद्धायो ण य सो सामाइयं फडियो।। અરણ્યમાં શ્રાવકે સામાયિક કરવાથી પશુઓનો (શિકારી દ્વારા) વધ થતો નથી. વળી તે પશુઓ પણ ઉદ્ધત (કૂર) થતાં નથી કે જેથી સામાયિકમાં વિબ આવે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy