SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ જિનતત્વ મોક્ષ સાધન પ્રત્યે “સમ' અર્થાત્ સમાન (એકસરખું) સામર્થ્ય જેનું છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો “આય” (લાભ) તે સામાયિક] (४) सर्व जीवेषु मैत्री साम, साम्नो आयः लाभः सामाय स एव સામાન્ સિર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો તેને “સામ' કહે છે. સામનો આયા એટલે લાભ તે સામાય. જેમાં સામાય થાય તે સામાયિક] સરખાવો : अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ। अहवा सामस्साओ लाओ सामाइयं नाम ।। [અથવા “સામ” એટલે મૈત્રી. તેનો લાભ તે સામાયિક.} (५) समः सावद्ययोग परिहार निरवद्योगोनुष्ठान रूप जीव परिणामः तस्य आयः लाभः समायः स एव सामायिकम्। [સાવદ્ય યોગનો (પાપકાર્યનો) પરિહાર તથા નિરવઘ યોગ(અહિંસાદયા-સમતા વગેરે)નું અનુષ્ઠાન – આચરણ તે જીવાત્માનું શુભ પરિણામ (શુદ્ધ સ્વભાવ) તે સમ છે. એ સમનો જેમાં લાભ થાય તે સામાયિક.! (७) सम्यक शब्दार्थः समशब्दः सम्यगयनं वर्तनम् समयः स एव सामायिकम्। [સમ શબ્દનો અર્થ થાય છે સમ્યક્ (સાચું - સારું). જેમાં સમનું અયન થાય છે અર્થાત્ સારું, શ્રેષ્ઠ આચરણ થાય છે તે સામાયિક કહેવાય.] (૭) સાથે જન્મ સમયે સિમયે કરવા યોગ્ય તે સામાયિક. . યોગ્ય સમયે અહિંસા, દયા, સમતા વગેરે ઉચ્ચ કર્તવ્યો જે છે તે કરવામાં આવે છે તે સામાયિક. વળી છ આવશ્યક કર્તવ્યમાં પ્રથમ કાવ્ય સામાયિક છે. તે યોગ્ય સમયે અવશ્ય કરવું જોઈએ. એટલા માટે તે સામાયિક કહેવાય છે. આ વિશેષ વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તે દરેકમાં “સમ' અર્થાત્ સમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સામાયિકનો ભાવાર્થ થાય છે સમતા. રાગદ્વેષથી રહિત બનીને, સમતાભાવ ધારણ કરીને પોતાના આત્મસ્વભાવમાં સમ બનવું, સ્થિર રહેવું, એકરૂપ બની જવું તેનું નામ સામાયિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy