SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ૪૬૫ ભોગપભોગના વિષ ઘણા બધા હોય છે. જીવ એમાંથી જ્યાં સુધી નિવૃત્ત થતો નથી ત્યાં સુધી સંયમ ધારણ કરી શકતો નથી. એટલે ત્યાં સુધી રાગ અને શ્રેષનાં નિમિત્તો એને મળ્યા કરવાનાં. એટલા માટે ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ ધારણ કરવાની વિશેષ આવશ્યકતા છે. અન્ય જીવો પ્રતિ ચિત્તમાં વિવિધ પ્રકારના ભાવો જન્મતા હોય છે. એમાં શુભ ભાવોમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. આ ચાર ભાવનાઓને જૈન ધર્મમાં ધર્મધ્યાનની ભાવના તરીકે ઓળખાવવામાં આવી છે. આ ભાવનાઓ ભાવવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન દૂર થવા લાગે છે. બીજાનું હિત ચિંતવવું એનું નામ મૈત્રી. બીજાના ગુણો જોઈને આનંદ અનુભવવો એનું નામ પ્રમોદ. બીજાનું દુ:ખ જોઈને દુઃખી થવું અને તે દૂર કરવા માટે ચિંતા કરવી એનું નામ કરુણા અને બીજા પોતાની હિતશિક્ષા ન માને તો ઉદાસીનભાવ ધારણ કરવો તેનું નામ માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવનાઓ વૈરાગ્યની પણ છે. આ ભાવનાઓના સેવનથી સમત્વનો ભાવ દૃઢ થાય છે. ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પોને શાસ્ત્રકારોએ મુખ્ય ચાર પ્રકારના ધ્યાન તરીકે દર્શાવ્યા છે : (૧) આર્ત ધ્યાન, (૨) રૌદ્ર ધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને (૪) શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રોદ્ર ધ્યાન તે અશુભ ધ્યાન છે અને ત્યજવા યોગ્ય છે. આર્ત ધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટસંયોગજનિત, (૨) ઇષ્ટવિયોગજનિત, (૩) પ્રતિકૂલ વેદનાજનિત અને (૪) નિદાજનિત. એવી રીતે રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનંદ, (૨) મૃષાનંદ, (૩) ચૌર્યાનંદ અને (૪) પરિગ્રહાનંદ. જ્યાં સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી જીવ શુભ ધ્યાન તરફ વળી શકતો નથી. સામાયિક કરનારે અશુભ ધ્યાનનો ત્યાગ કરવાનો હોય છે. વળી સામાયિક કરનારે સાવઘયોગ -- પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું હોય છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપાનો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. એમાંથી જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી સારી રીતે સામાયિક થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy