Book Title: Raj Hriday Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 8
________________ પૂજ્યભાવ વેદાયો. તેમજ શ્રીમદ્જીને હૃદયાભિરામ સોભાગભાઈ પ્રત્યે અઢળક અહોભાવ જાગ્યો. શ્રીમજીને આધ્યાત્મિક આરોહણ કરવામાં શ્રી સોભાગભાઈ ચોકકસપણે પુષ્ટ નિમિત બન્યા તો આત્માના સહજસુખમાં અનુરકત શ્રીમદ્જીની પ્રત્યક્ષ સારસંભાળના અનુગ્રહ વડે શ્રી સોભાગભાઈ પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કારને પામ્યા. સોભાગભાઈને મળતા જ શ્રીમદ્જીનું ઉપાદાન એવું તો બળવત્તર બન્યું કે એકાંતવાસને સેવી ધ્યાનસ્થપણે વીતરાગભાવમાં ઝબોળાઈને આત્મા સતત જાગૃત રહેવા પુરુષાથી બન્યો. સ્વરૂપ સુખનો અનુરાગી તેઓનો આત્મા આસપાસના વાતાવરણનું તથા દેહનું ભાન ભૂલીને અલૌકિક આત્મમસ્તીમાં લીન થઈ જતો. અહોરાત્ર આત્માનું જ મનન કરતી મનોદશાની અસર જીવનવ્યવહાર પર પડવા લાગી. કૌટુંબિક સામાજિક વ્યવસાયિક ફરજો પ્રત્યે નિર્મોહી શ્રીમદનું લક્ષ ન રહેતું. સર્વ બાહ્ય પદાર્થોની મમતાને ત્યાગી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અવિનાશીપણાનો, અવ્યાબાધ સુખનો, મુકિતનો અનુભવ કરવા લાગ્યા. બાહ્યમાં ઉપાધિ તો અંતરમાં સમાધિ. બાહ્યમાં મન વચન અને કાયાનો યોગ પ્રવૃત્ત દેખાતો તો અંતરમાં ઉપયોગ આત્મામાં નિવૃતિ લઈ વિશ્રાન્તિને ભજતો. ગ્રહણ કરેલા દેહ પ્રમાણ આકારવાળો હોવા છતાં પોતાનો આત્મા અમૂર્તિક છે, જ્ઞાનથી પ્રધાન છે, જન્મ જરા મરણથી રહિત, અવિનાશી નિત્ય છે, આવું સતત અનુભવથી વેદન રહેતું. તૃષ્ણા, આડંબર અને પૌદ્ગલિક મોટાઈથી આખુંયે જગત પીડાય છે, પણ સોભાગભાઈ જેવા કોઈક જ પરમ સરળ આત્મા દંભરહિતપણે પોતાના સદગુરુ પાસે તેની જાહેરાત કરે છે. આર્થિક પ્રતિકૂળતાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80