Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 56
________________ ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. શ્રી સોભાગભાઇની આર્થિક સ્થિતિ સારી નહોતી તે બાબતની ચિંતા પોતે પત્ર દ્વારા શ્રીમદ્જીને સરળતાથી લખી જણાવતા. રિદ્ધિ સિદ્ધિ યોગની યાચના પણ કરતા. નિ:સ્પૃહ શ્રીમદ્જી પોતાના પરમાર્થસખાને સાંકડી સ્થિતિમાં પડવા નહિ દેતા સન્માર્ગમાં સ્થિર કરતા. કલ્યાણમૂર્તિ શ્રીમજી શ્રી સોભાગભાઇને દુ:ખમાં આશ્વાસન તથા દિલાસારૂપે લખે છે કે, ‘તમે અમે કંઇ દુ:ખી નથી. જે દુ:ખ છે તે રામના ૧૪ વર્ષના દુ:ખનો દિવસ પણ નથી. પાંડવના ૧૩ વર્ષના દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. સંસારની જાળ જોઇ ચિન્તા ભજશો નહિ. ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. “ ચમત્કાર બતાવી યોગને સિધ્ધ કરવો, એ યોગીના લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સતું જ આચરે છે; પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છ નહીં કારણકે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” પરમ કૃપાળુદેવ અવારનવાર શ્રી સોભાગભાઇના ઘરે સાયલા પધારતા, ત્યારે શ્રી સોભાગભાઇના પુત્રો શ્રી મણિલાલ તથા શ્રી યંબકલાલ સેવામાં હાજર રહેતા. તેઓને પરમ કૃપાળુદેવ પ્રત્યે શ્રધ્ધાન હતું. તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચડે, ધર્મના અનુરાગી બને તે અર્થે શ્રી સોભાગભાઇ પરમ કૃપાળુદેવને વિનંતી કરી કહેતા કે, છોકરાઓને એવું કાંઇ લખીને મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઇ જાય.” તેથી કરૂણાસિન્ધ પરમ કૃપાળુદેવે પત્રાંક ૨૦૦ વચનાવલી લખી મોકલાવેલ કે જે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે. Jain Education International For Personal Lyrivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80