Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 62
________________ પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રી સોભાગભાઈની એકનિષ્ઠા ખંભાત નિવાસી મુમુક્ષુ ભાઇ શ્રી છોટાલાલ માણેકચંદ પોતાની પરિચય નોંધમાં લખે છે કે એક વખત શ્રીમદ્જી ધર્મજથી વીરસદ પોતાના ધર્મપ્રેમી સત્સંગીઓ સાથે ચાલીને જઇ રહ્યા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી તે પરથી પસાર થતાં સામેથી તે જ કેડી ઉપર બે સાંઢને લડતા આવતા જોયા. ધસી આવી રહેલા મૃત્યુ સમાન તે સાંઢને જોઇ સર્વેમાં ગભરાટ વ્યાપ્યો. પણ નિશ્ચિત શ્રીમદ્જીએ બધાને જણાવ્યું કે, “સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઇ જશે.પરંતુ ભયને આધીન હું તથા બધા સાથીઓ કેડી પરથી ઉતરી જઇ ખેતરમાં આશરો લીધો. માત્ર શ્રીમદ્જી અને તેમની પાછળ શ્રી સોભાગભાઇ તથા શ્રી ડુંગરશીભાઇ શાંતિથી આગળ વધ્યા. બન્ને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઉભા રહ્યા અને સુરક્ષિતપણે શ્રીમદ્જીના વચન પ્રત્યે અવિચળ શ્રધ્ધા ધરાવતા તેઓ બન્ને શ્રીમદ્જી સાથે નીડરતાથી આગળ નીકળી ગયા. www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only KO

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80