Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 68
________________ જગતનું સૌભાગ્ય - આત્મસિધ્ધિશાસ્ત્રનું અવતરણ વૃધ્ધાવસ્થાને કારણે ગદ્યમાં લખાયેલા છ પદના પત્રને કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતાં શ્રી સોભાગભાઇએ શ્રીમદ્જીને પદ્ય રૂપે લખી મોકલવા વિનંતિ કરી. જેમ સ્વાતિ નક્ષત્રમાં શરદપૂર્ણિમાએ જે મેઘબિંદુ છીપમાં પડે તે સાચા મોતીરૂપે પરિણમે છે તેમ શ્રી સોભાગભાઇની વિનંતિ શ્રીમદ્જીના હૃદયમાં આત્મસિધ્ધિરૂપી અમૂલ્ય મોતીરૂપે ઉદ્ભવ પામી. સંવત ૧૯પર ના આસો વદ એકમના દિવસે નડિયાદ મુકામે શ્રીમદ્જી સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેતા મહામુમુક્ષુ અંબાલાલભાઇને કહ્યું અંબાલાલ ! ફાનસ લે.” વિનયમૂર્તિ શ્રી અંબાલાલભાઇ ફાનસ ધરી ઊભા રહ્યા. ગહન જ્ઞાનનું ઝરણું અસ્મલિતરૂપે વહેવા લાગ્યું. માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં પર્દર્શનના સાર સમી શ્રી આત્મસિધ્ધિનું એક જ બેઠકે સર્જન થયું. શ્રીમદ્જીએ આત્મસિધ્ધિશાસ્ત્રમાં ત્રણવાર શ્રી સૌભાગ્યભાઇનું નામ જોડી તેઓને અમર કર્યા છે. Jain Education International For PersS & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80