Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005560/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાજ હૃદય Page #2 -------------------------------------------------------------------------- ________________ થી હૃદ) For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Publisher: સૌભાગ 21% 241441 Ar\U[ Pg Regd.Office: Shree Raj-Saubhag Satsang Mandal 22, Shantiniketan, 3rd Floor, 95-A, Marine Drive, Mumbai - 400 002. Tel.: 91-22-2281-3618/3619 email: minalben@rajsaubhag.org Ashram Address: Shree Raj-Saubhag Ashram Near National Highway 8-A, Saubhagpara, Sayla - 363 430. Dist. Surendranagar. (Gujarat-India) Tel.: 91-2755-280533 Telefax: 91-2755-280791 email:rajsaubhag@yahoo.com/info@rajsaubhag.org website: www.rajsaubhag.org This Book is available for purchase from the above two addresses Digital Paintings: Narendrabhai Kansara Creative Team: P. Deoghare Dilip Shiwalkar Bhavesh Padhiyar Designing & Printing: Karigari Tel.: 91-22-2506 8662 Email: karigari@vsnl.com • No part of this Book may be reproduced or utilized in any form without permission in writing from the Publisher. Care must be taken to see that this volume is not profaned in anyway. For Personal & Private Use Only ATTENDERE Page #4 -------------------------------------------------------------------------- ________________ વારસ્ય અહો મહાવીરના. વીતરાગ પ્રભુ મહાવીરના વારસદાર, તેઓના અંતેવાસી શિષ્ય, અર્વાચીન કાળના યુગપ્રવર્તક મહાપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાને આપેલા બોધની પુનઃ પ્રભાવના કરી. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એમનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો. શ્રીમદ્ભુને ભગવાન મહાવીરના વીતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્યકાળથીજ હતો. શ્રીમદ્જી વીતરાગ દર્શનના સાચા અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા હતા. જૈનદર્શન પ્રત્યેના અવિચળ અખંડ શ્રધ્ધાનનો ઉલ્લેખ કરતા અનેક વચનો શ્રીમદ્જીના પત્ર સાહિત્યમાં મળી આવે છે. ‘સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું વિશેષ માનવા યોગ્ય છે’’ (પત્રાંક : ૪૦) નિગ્રંથં ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યુન જ છે. આત્મા અનંતકાળ રખડયો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસકંત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, શુધ્ધ, સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવલ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રધ્ધા રહો! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના! (પત્રાંક : ૫૨) For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ * પ્રસ્તાવના * પ્રગટ આત્માની જ્ઞાનશકિતની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યકિત જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. સ્પર્શ દ્વારા જ અને સંપર્ક વડે જ, પારસમણિ લોઢાનું સોનું બનાવે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્જી તથા પ.પૂ.સોભાગભાઈનો આધ્યાત્મિક ઋણાનુંબંધ આયોગાશ્રમની ધરા છે. શ્રી રાજ સોભાગના દિવ્ય સંબંધી થકી આ આશ્રમનું અસ્તિત્વ અને ઓળખ છે. બન્ને આત્માના ગહનતમ હૃદયનું જોડાણ હોવાને કારણે અંતરતમ સંપર્ક સ્થાપિત થયો. શુધ્ધાત્માની અનુભૂતિ વડેજ અને નિશ્ચય સમ્યગ્દર્શનથી જ ધર્મની યથાર્થ શરૂઆત થાય છે, એવું જાણતા શ્રીમજી તેના પુરુષથી હતા. બાળપણથી જ શ્રીમદ્જીનું ઉન્નત જીવન હતું. અતિશય સ્મરણશકિત, જાતિસ્મૃત્તિજ્ઞાન, અધ્યાત્મ કવિ, તલસ્પર્શી શાસ્ત્રાધ્યયન, પ્રચુર વૈરાગ્ય, અવધાન શકિત ધરાવતા શ્રીમજીને આત્માનુભવની, શુધ્ધસગ્ગદર્શનની તીવઝંખના હતી. આવા ૨૩ વર્ષના શ્રીમદ્જીને સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવા મહિનાની વદ બીજના દિવસે ૬૭ વર્ષના સોભાગભાઈનો મેળાપ થયો. સોભાગભાઈને મળતા કેમ જાણે હંસની ચાંચ પ્રાપ્ત થઈ. દૂધ અને પાણીની જેમ અનંત જન્મોથી પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અલગ પાડવાની યુકિત, બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ મેળાપથી હાડોહાડ અધ્યાત્મના રંગે રંગાયેલા શ્રીમદ્દનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મમય બની ગયા. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગની લાગી. શુધ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેની ઐકયતા વધતી ગઈ. વિશુધ્ધ ચેતનાના સતત સહવાસથી અવિનાશી આત્માનો પ્રચંડ આવિર્ભાવ થયો. ૧૯૪૭ની સાલમાં શુધ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ચિત્તની શુદ્ધતા અને એકાગ્રતા ધરાવતા શ્રીમદ્જીને ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિનું For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તકારણ સોભાગભાઈ બન્યા. સોભાગભાઈના મેળાપ થકી મોક્ષપુરીનું પ્રવેશદ્વાર એવા શુધ્ધ સમ્યગ્દર્શન પ્રત્યેનો એકલક્ષી પુરુષાર્થ જાગ્યો. ધર્મરૂપી વૃક્ષના મૂળિયા ઊંડા સ્થપાતાં શ્રી સોભાગભાઈ પ્રત્યે શ્રીમદ્જીને બહુ આદર જાગ્યો. સોભાગભાઈ શ્રીમજીના હૃદયસખા બની ગયા અને તેમજ સોભાગભાઈના રોમે રોમમાં શ્રીમદ્રજી સમાઈ ગયા. બન્ને આત્માઓને એક બીજા ઉપરનો અપૂર્વ પારમાર્થિક સ્નેહ વેદાયો. જાણે જન્મ જન્માન્તરથી વિખુટા પડેલા પરમાર્થ મિત્રોનું મિલન થયું. પૂ.શ્રી સોભાગભાઇની પ્રેમસભર વારંવારની વિનંતિને માન આપી પરમ કૃપાળુદેવ વવાણિયા જતી વખતે અગર તો પાછા વળતા સાયલા જરૂરથી પધારતા. પૂ.શ્રી સોભાગભાઇ સાથે પરમ કૃપાળુદેવ સાયલામાં એક સાથે વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. શ્રીમદ્ સાથેનો પરમાર્થસખા શ્રી સોભાગભાઇનો આધ્યાત્મિક સંબંધ સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી ૭ વર્ષનો રહ્યો. આ સાત વર્ષમાં બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા. શ્રી રાજ-સોભાગ આશ્રમના આદ્ય પ્રણેતા સદગુરુદેવ શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પ.પૂ. બાપુજી)હમેશાં કહેતા કે પરમ કૃપાળુદેવને ઓળખવા હશે તો પ્રથમ સોભાગભાઈને સમ્યગ રીતે પરખવા પડશે. જો સોભાગભાઈના નેત્રો વડે કૃપાળુદેવને નિહાળશું તો તેમના આંતર ચારિત્રનો પરિચય થશે. અધ્યાત્મના શિખર ઉપર બિરાજતા પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીની આત્મઅમિરતને પામવા પ.પૂ. સોભાગભાઈ કેડીરૂપ બન્યા છે. શ્રીમદ્જીના આત્મપ્રદેશની જ્ઞાનહરિયાળીનો, પરમ સત્યના પ્રત્યક્ષ અનુભવનો સચ્ચિદાનંદ, સહજ ઉભરાઈને સ્વયં પ.પૂ. સોભાગભાઈ પર લખેલા પત્રોમાં ઠલવાયો. તો પ્રતિપક્ષ સોભાગભાઈએ પોતાના બાહ્ય વ્યકિતત્વને જેમ જળમાં હિમ ઓગળે તેમ પરમ કૃપાળુના આત્મસ્વરૂપમાં ઓગાળી નાખ્યું. બન્નેના આત્મા એક થઈ અવિભકત રહ્યા. પૂ. સોભાગભાઈનું મન આનંદસ્વરૂપ શ્રીમદ્જીમાં તદાકાર થયું અને ઉત્કૃષ્ટ For Personal & Private Use Only HIT LIMITATI Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યભાવ વેદાયો. તેમજ શ્રીમદ્જીને હૃદયાભિરામ સોભાગભાઈ પ્રત્યે અઢળક અહોભાવ જાગ્યો. શ્રીમજીને આધ્યાત્મિક આરોહણ કરવામાં શ્રી સોભાગભાઈ ચોકકસપણે પુષ્ટ નિમિત બન્યા તો આત્માના સહજસુખમાં અનુરકત શ્રીમદ્જીની પ્રત્યક્ષ સારસંભાળના અનુગ્રહ વડે શ્રી સોભાગભાઈ પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કારને પામ્યા. સોભાગભાઈને મળતા જ શ્રીમદ્જીનું ઉપાદાન એવું તો બળવત્તર બન્યું કે એકાંતવાસને સેવી ધ્યાનસ્થપણે વીતરાગભાવમાં ઝબોળાઈને આત્મા સતત જાગૃત રહેવા પુરુષાથી બન્યો. સ્વરૂપ સુખનો અનુરાગી તેઓનો આત્મા આસપાસના વાતાવરણનું તથા દેહનું ભાન ભૂલીને અલૌકિક આત્મમસ્તીમાં લીન થઈ જતો. અહોરાત્ર આત્માનું જ મનન કરતી મનોદશાની અસર જીવનવ્યવહાર પર પડવા લાગી. કૌટુંબિક સામાજિક વ્યવસાયિક ફરજો પ્રત્યે નિર્મોહી શ્રીમદનું લક્ષ ન રહેતું. સર્વ બાહ્ય પદાર્થોની મમતાને ત્યાગી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અવિનાશીપણાનો, અવ્યાબાધ સુખનો, મુકિતનો અનુભવ કરવા લાગ્યા. બાહ્યમાં ઉપાધિ તો અંતરમાં સમાધિ. બાહ્યમાં મન વચન અને કાયાનો યોગ પ્રવૃત્ત દેખાતો તો અંતરમાં ઉપયોગ આત્મામાં નિવૃતિ લઈ વિશ્રાન્તિને ભજતો. ગ્રહણ કરેલા દેહ પ્રમાણ આકારવાળો હોવા છતાં પોતાનો આત્મા અમૂર્તિક છે, જ્ઞાનથી પ્રધાન છે, જન્મ જરા મરણથી રહિત, અવિનાશી નિત્ય છે, આવું સતત અનુભવથી વેદન રહેતું. તૃષ્ણા, આડંબર અને પૌદ્ગલિક મોટાઈથી આખુંયે જગત પીડાય છે, પણ સોભાગભાઈ જેવા કોઈક જ પરમ સરળ આત્મા દંભરહિતપણે પોતાના સદગુરુ પાસે તેની જાહેરાત કરે છે. આર્થિક પ્રતિકૂળતાથી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સોભાગભાઈનું ચિત્ત વ્યાકુળ તેમ જ અશાંત રહેતું. બાહ્ય ઉપાધિનો ઉદ્વેગ ફરી ફરી પરેશાન કરતો. નિખાલસ, સત્યનિષ્ઠ સોભાગભાઈએ તે વૃત્તિઓનું દમન ન કરતા જ્યારે જ્યારે તે અર્થની અનર્થ કામના ઉભી થતી ત્યારે ત્યારે વંચના કર્યા વગર સદગુરુ શ્રીમદ્જીને જણાવતા. તેનું પરિણામ એ આવ્યું કે આત્મનિષ્ઠ, નિસ્પૃહ શ્રીમદ્જીએ પત્રો વડે પરમ સંતોષ આપનારા અને ભકિતને જાગૃત કરી આત્માના લક્ષમાં સ્થિર કરાવે એવા બોધવચનો પુનઃ પુનઃ લખી મોકલ્યા, જે માત્ર સ્ફટિક જેવા પારદર્શી સોભાગભાઈનું જ નહીં, પણ જગતના તમામ મુમુક્ષુઓની મુમુક્ષુતાનું રક્ષણ કરી રહ્યા છે. સદગુરુની અમીદૃષ્ટિ આત્મ ચારિત્ર પર લાગેલા દોષ કે ડાઘથી ત્યારે જ મુકત કરાવે છે, કે જ્યારે પ્રશ્ચાતાપને પ્રાયશ્ચિત ભાવે શિષ્ય નિર્દભપણે તેનો એકરાર કરે છે. સંપ્રદાય તથા વાડાઓમાં વહેંચાઈને વિસરાઈ ગયેલા મૂળ આત્મધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવા શ્રીમજી જેવા આપ્ત પુરુષ જ સમર્થ છે એવું હૃદયસખા સોભાગભાઈ જાણતા હતા. તેથી શ્રીમજીને જગતના મુમુક્ષુ આત્માઓને ઉપદેશવા, પ્રગટ રીતે બહાર આવવા વિનંતી કરતા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી ક્રિયા જડત્વ અને શુષ્કજ્ઞાનીપણામાં ફસાયેલા બંધી મતાથ આત્માઓ યથાયોગ્ય ધર્માચરણથી આત્માર્થ સાધી શકે તેમ છે એવો સોભાગભાઈને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેથી જ બોધીબીજનું ઠામઠામ નિરુપણ કરી પંચમકાળનું બોધિ દુર્લભપણુ દૂર કરવા માટે શ્રીમદ્જીને ફરી ફરીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતા. મુમુક્ષુઓના પરમ બાંધવ શ્રી સોભાગભાઈ કરતાં પણ અનેકગણી ફીકર પરમ કરુણાદ્ર શ્રીમદ્જીને હતી. નિવૃત્તિ માટે કયારે પોતાનો ઉદયકર્મ સાથ આપશે તેની નિષ્કામ શ્રીમદ્જી તાકીદથી રાહ જોતા. સત્ય સનાતન ધર્મઉદ્યોતના મહાકાર્ય માટે જ્ઞાન ભાસ્કર શ્રીમદ્જી આત્મશકિતનો સંચય કરતા હતા. સર્વસંગનો પરિત્યાગ કરી મૂળમાર્ગની પ્રવર્તના થાય તે પહેલાં જ આયુષ્ય પૂર્ણ થયું છતાંએ ગુરુગૌતમ આદિ ગણધરના For Personal & Private Use Only આ , Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નના ભગવાન મહાવીરે આપેલા ઉત્તર વડે જેમ ગણધરવાદ સર્જાયો, કયપુત્ર ધનુધારી અર્જુનના મનના વિષાદને દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ગાઈ તેમ જ ભવ્ય શ્રી સોભાગભાઈના પરસ્પરના સંબંધથી સ્વતંત્ર શાસ્ત્ર આત્મસિધ્ધિની જગતને પ્રાપ્તિ થઈ. જેમ જેમ સમ્યગદર્શન વિશુધ્ધ થતું ગયું તેમ તેમ સોભાગભાઈનો પારમાર્થિક ઉપકાર વધુ વેદાતો ગયો અને તે સોભાગભાઈ ઉપરના પત્રોમાં સ્પષ્ટ રીતે આલેખાયો છે.. પરમાર્થ મિત્રોની વહાલપને સૂક્ષ્મતાએ સમજવા તેનું સચિત્ર વર્ગીકરણ કરાયું છે. આ બન્ને દિવ્યાત્માઓની પારમાર્થિક ઓતપ્રોતતા, આધ્યાત્મિક પ્રેમગાથાનું સચિત્રદર્શન કરાવતી આ લઘુ પુસ્તિકા આપણા આત્મિક પ્રદેશોને રોમાંચિત કરાવી, સહજસુખ પામવાનું સાધન બને એવી શુભ ભાવના છે. આમાં ક્ષતીઓ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશોજી. શ્રીમદ્જીના અનન્ય શિષ્ય, ભક્ત શિરોમણી હોવા ઉપરાંત જેમને પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇને તેમજ કેવળ લગભગ ભૂમિકાને પહોંચેલા અર્વાચીનકાળના મહાજ્ઞાની શ્રીમદ્જીને કોટી કોટી નમસ્કાર હો! નમસ્કાર હો! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ * યોગાશ્રમ પરિચય * રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. ગૃહવાસના ઉદય સુધી પરમાર્થ પ્રસંગમાં અપ્રગટ રહેવા ઈચ્છતા શ્રીમદ્જીના ઉત્તમોત્તમ પત્ર સાહિત્યનો મોટો ભાગ શ્રી સોભાગભાઈને સંબોધીને લખાયો છે. આ પત્ર વ્યવહારમાં શ્રીમદ્જીએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મળે કેળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. વીતરાગ ભગવાન મહાવીરે પ્રરુપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉબોધ્યો છે. સોભાગભાઈની જ્ઞાનગુરુઓની પરંપરામાં સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (૫.પૂ.બાપુજી)એ મુમુક્ષુઓ પુરુષાથી બને એ હેતુએ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડીસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ. સદગુરુ શ્રીમદ્જી તથા પરમસખા અને સુશિષ્ય શ્રી સૌભાગ્યની પરમાર્થ જોડીની સ્મૃતિને જીવંત રાખવાનો આ શુભોત્તમ પ્રયત્ન છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ૮-એ પર રાજકોટથી ૮૫ કી.મી. અને અમદાવાદ થી ૧૩૫ કીમી. અને સુરેન્દ્રનગર થી ૩૨ કી.મી. પર આવેલ સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમનાં પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને For Personal & Pricate Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધનાના શિખર સર કરવા હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. વિશાળ દૃષ્ટિ ને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પ. પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. અનેક ચિત્ર વિચિત્ર વિચારો, માન્યતાઓ અને કર્મ પ્રકૃતિ ધરાવતા માનવીઓને પ્રથમ માર્ગાનુસારી અને ત્યાર પછી તેઓ મુમુક્ષુ-સાધક બની રહે તે માટે પૂ.બાપુજીએ વિચક્ષણ બુધ્ધિથી સવારથી રાતનો સાધનાક્રમ ગોઠવી આપ્યો, તે પ્રમાણે પ્રથમ પરોઢિયે ધ્યાન, ત્યારબાદ આજ્ઞાભકિત, જિનાલયમાં સમૂહ ચૈત્યવંદન, દિવસમાં ત્રણવાર સ્વાધ્યાય-સત્સંગ, આત્મસિધ્ધિશાસ્ત્રનું સમૂહ પઠન અને રાત્રે ભજન. ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ માર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો દ્વારા અહીં અપાય છે. તેમજ સંપ્રદાયની સંકુચિતતાને સહેજપણ સ્થાન ન આપતા જૈન અને જૈનેતર સંતોની અનુભવ જ્ઞાનગંગામાં મુમુક્ષુઓને ઝબોળી ઝબોળીને પવિત્ર કરી વિશાળ ગુણગ્રાહ્ય જીવનદૃષ્ટિ તેમના અંતરમાં સ્થાપવાનો પ્રયાસ કરાય છે. ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને અનુસરી જનહિતની પ્રવૃત્તિઓ દ્વારા નિષ્કામ કર્મયોગ, સદેવ, સદગુરુ અને સધર્મ પ્રત્યેની શ્રધ્ધા, સ્તવના, પૂજના તે ભકિતયોગ તેમજ આત્માનાં ગુણલક્ષણોનું ચિંતન તે જ્ઞાનયોગ. આમ નિષ્કામ કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગના સુભગ સમન્વયે ત્રિવેણી પુરુષાર્થ અલૌકિક પરિણામ લાવે છે. For Perseqo & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરુની આજ્ઞામાં જે શિષ્યનો સ્વછંદ ઓગળી રહ્યો હોય, ઈન્દ્રિયોના વિષયોથી મુકત બની અતીન્દ્રિય તરફનું જેનું વલણ હોય, અંતર સંશોધન કરી આત્મગવેષણાની તલપ હોય, કલેષિત પરિણામો ઉપશમાવ્યા હોય, એવા કેવળ મોક્ષાભિલાષી સુપાત્ર શિષ્યને, તે યોગપ્રક્રિયા - બીજજ્ઞાન - ગુરુગમજ્ઞાન એવું સુધારસપાનનું અમોઘ નિર્વિકારી સત્સાધન શ્રી સદગુરુ પ્રાપ્ત કરાવે છે. પ્રથમ શિષ્યની સાધકદશા, ત્યારબાદ પરમાર્થ પરમાર્થ સ્વરૂપે શ્રીગુરુ પાસેથી મળેલું સસાધન, તે સત્સાધન વડે થતી ઉચ્ચતમ સાધના અને અંતે મળતી સિધ્ધિ, આમ ક્રમિક આત્મવિકાસ થાય છે. જેથી અનેક મુમુક્ષુ આત્માઓના જીવનમાં આમૂલ પરિવર્તન સર્જાયું. જ્ઞાનવૃધ્ધ બાપુજી વયોવૃધ્ધ થતાં, પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો હતો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન, સ્થિરચિત્ત, એવા પૂ.ભાઇશ્રી (શ્રી નલીનભાઇ કોઠારી)તથા પૂ. ગુરુમૈયા (શ્રી સગુણાબેન સી. યુ. શાહ)ને શાલ ઓઢાડી પોતાનો આધ્યાત્મિક વારસો સોંપી, આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઇ ગયા હતા. જેમાં એક અનુભવી પિતા પોતાના સંસ્કારી, પરિપકવ સુપુત્રને ગાદી સોપે અને તમામ અધિકારો તથા જવાબદારીથી નિવૃત્ત થાય તેમ બાપુજીએ સહજ રીતે દીર્ધ દૃષ્ટિપૂર્વક કર્યું હતું. પ. પૂ. બાપુજીની જેમ પૂ. ભાઇશ્રીએ પોતાનો યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યો છે. એમના તરફથી બાપુજીને અનુસરતો વાત્સલ્ય ભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર સદાય ચહેરા પર આત્મ પ્રસન્તાથી સ્મિત પથરાયેલ રહે છે એવા પૂ. ભાઇશ્રીએ પૂ. બાપુજીના મનનાં ઉત્તમ ભાવો અને ઇષ્ટ મનોરથોને એક પછી એક પૂર્ણ કર્યા છે. પ.પૂ. બાપુજી તથા પ. પૂ. ગુરુમૈયાનો દેહવિલય થયા For Personal & Avate Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ બાદ આજે પ. પૂ. ભાઇશ્રીના સાન્નિધ્યમાં અનેક આત્માઓ વીતરાગનો રાજમાર્ગ પામી પોતાના મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે. સદગુરુદેવના સાન્નિધ્યમાં સામૂહિકપણે અનેક આત્માઓનો સંગઠિત સમ્યફ પુરુષાર્થ એકબીજાને બળ આપનારો નીવડયો છે. આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકુળ વ્યવસ્થા ગોઠવાયેલી છે, તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, સ્વાધ્યાયખંડ, ધ્યાનખંડ, વાંચનાલય, સૌભાગ્ય-સ્મૃત્તિઘર, બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. આ ઉપરાંત આશ્રમમાં અન્નપૂર્ણા હોલ, નિજનિવાસ, સાધક-આવાસ, ગૌશાળા, બાલક્રીડાંગણ, પુષ્પવાટિકા, ઓફીસ વિગેરે છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ અલગ સ્થળેથી આવેલા સાધકોનો શ્રી સદગુરુના સાન્નિધ્યમાં એક મોટો અધ્યાત્મ-પરિવાર બન્યો છે. પ.પૂ.ભાઈશ્રીની અસીમ કૃપાથી ને દિવ્ય પ્રેરણાથી આત્મગવેષણાનો પુરુષાર્થ વધુ પ્રબળ, નિર્મળ અને લક્ષપ્રેરીત બને, ત્યાગ વૈરાગ્ય ને અનાસકતયોગ અચળપણે પ્રસ્થાપિત થાય તે હેતુએ તેમણે અનેક માનવસેવા અને જનકલ્યાણના કાર્યો શરૂ કરાવ્યા. આંતર વિશુધ્ધિ સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ એમ દ્વિપક્ષી ધર્મભાવયજ્ઞ ઝળહળી ઉઠયો. ૧૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 49 side and get of Personal & Private www gainel bra de Page #16 -------------------------------------------------------------------------- ________________ આશ્રમમા ચાલતી વિધ વિધ જનહિત પ્રવૃત્તિઓ : તબીબી સહાય ૧) નેત્રયજ્ઞ-નેત્રનિદાન કેમ્પ. ૨) દવાખાનું તથા હોસ્પિટલ. સામાજિક સહાય અને જનકલ્યાણના કાર્યો ૧) અનાજ રાહત, વસ્ત્ર દાન તથા છાશ કેન્દ્ર. પુનર્વસન કેન્દ્ર (વિકલાંગ શિક્ષણ કેન્દ્ર). બહેનો માટે સિવણ વર્ગ. ૨) ૩) ૪) જીવદયા. ૫) શૈક્ષણિક સુર્વિધા. : સાયલા, ચોરવીરા તેમજ ધાંધલપુરમાં હાઈસ્કુલોનું નિર્માણ. ૬) પ્રેમની પરબ – (બાલ-વિકાસ અને શિક્ષણ સુધારણા અભિયાન). ૭) ભૂકંપ રાહત કાર્યો.: ૩૩૫ આવાસો સહિત ‘લાડકપૂર’ ગામનું નવનિર્માણ. ૪૭ પ્રાથમિક શાળાઓનું નવનિર્માણ. મુખ્યત્વે આધ્યાત્મિક આરાધનાની સાથોસાથ આવી અનેક જનહિતની પ્રવૃત્તિઓથી ‘રાજસોભાગ આશ્રમ‘ જીવંત છે. For Persona & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ * પરમકૃપાળુદેવના પૂ. સોભાગભાઈ માટેના ઉદ્ગારો * આપણી સૌની નજર અમૃતસિંધુ શ્રીમજીને જોઈને ઠરે છે, જ્યારે મોક્ષદાયી જ્ઞાન માટેના પરમ યોગ્ય સર્વોચ્ચ પાત્ર આત્મકાર શ્રીમદ્જીના અમીનેત્રો પ.પૂ. સોભાગભાઈને જોઈને ઠર્યા. કૃપાળુનો વિરહ સૌને વેદાયો જ્યારે કૃપાળુને સોભાગભાઈનો, કારણ તેમનો સંગ પણ અસંગતાને આપતો. પોતાના હૃદયાસને બિરાજેલા સોભાગભાઈ પ્રત્યે કેવો ઉત્કૃષ્ટ પૂજ્યભાવ ઉમટયો છે તે તેમના જ પત્રોમાં તેમની જ વાણીમાં સ્પષ્ટ આ પ્રમાણે આલેખાયો છે. "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका" ‘ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” એ વાકય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. ‘આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” (પત્રીક : ૧૩૨, વર્ષ ૨૩મું) આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.” ‘આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઈચ્છું છું.’ (પત્રાંક : ૧૩૩, વર્ષ ર૩મું) For Pers141 & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલખે તો નહીં જાય.” (પત્રાંક : ૧૬૫, વર્ષ ૨૪મું) ‘આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ (પત્રાંક : ૧૭૦, વર્ષ ૨૪મું.) * * “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભકિતમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.” (પત્રાંક : ૨૧૫, વર્ષ ૨૪મું) ‘વનમાં જઈએ” “વનમાં જઈએ” એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે.”, (પત્રાંક : ૨૧૭, વર્ષ ર૪મું) * * For Pers5I & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ‘હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્ત છે. ઉદયકાળ એવો જ છે. માટે સોભાગભાઈ જેવા સત્પષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.” (પત્રાંક : ૨૪૦, વર્ષ ૨૪મું) | ‘વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ.” (પત્રાંક ૨૪૪, વર્ષ ૨૪મું) ‘અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ.” ‘અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી; તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જોકે યોગ્ય તો નથી; પણ હરિની એમ ઈચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે.” અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જોગે થવો જોઈએ, તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે; પણ તે સમાગમમાં જે જોગ ઈચ્છીએ છીએ તે જો થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તો જ For Person:49Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અમારો ખેદ મટે એમ માનીએ છીએ.” (પત્રાંક : ૨૫૫, વર્ષ ૨૪મું) પરમ પૂજ્યજી, આપનો કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપ્યો. જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. સર્વ શક્તિમાન હરિની ઈચ્છા, સદેવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભકિતના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.” આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમ કહીશું. શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું. જ્ઞાનધારા” સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભકિત અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; ૧૮ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પત્રાંક : ૨૫૯, વર્ષ ૨૪મું) ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. (પત્રાંક : ર૬૯, વર્ષ ૨૪મું) ૐ બ્રહ્મ સમાધિ ‘શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.” - અપ્રગટ સતુ. (પત્રાંક : ૩૦૬, વર્ષ ૨૫મું) * * માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદનહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદઆગળ તે દુ:ખ તૃણ માત્ર છે” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૨૨, વર્ષ ૨૫મું) ‘ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.” (પત્રાંક : ૩૩૪, વર્ષ ૨૫મું) For Personal Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સન્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે.” (પત્રાંક : ૩૫૭, વર્ષ ૨૫મુ). * * ‘અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો કયાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” - નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ. (પત્રાંક : ૩૬૮, વર્ષ ૨૫મું) ‘તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો ‘નિર્બળ” થઈ શ્રી “હરિ’ ને હાથ સોંપીએ છીએ.” (પત્રાંક : ૩૭૯, વર્ષ ૨૫મું) સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (...)--- ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંત-મૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય’, તેમના પ્રત્યે. (પત્રાંક : ૩૯૮, વર્ષ ૨૫મું) For Perselal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા-દૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભકિતમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી ‘મોહમયી’ સ્થાનેથી...........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક : ૪૦૨, વર્ષ ૨૫મું) આપના સમાગમની હાલમાં વિશેષ ઇચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડયું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે.” | ‘તમને પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે.” શું લખીએ ? અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી.” દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો. (પત્રાંક : ૪૫૩, વર્ષ ર૬મું) પરમસ્નેહી શ્રી સુભાગ્ય, ‘આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે.” (પત્રાંક : ૪૬૧, વર્ષ ર૬મું) * * For Personal trivate Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. ‘શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.’ (પત્રાંક : ૫૯૨, વર્ષ ૨૮મું) વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતાનાથવા જેવું થાય, એવી બીક રહે છે.” (પત્રાંક : ૬ર૩, વર્ષ ૨૮મું) આત્મસિધ્ધિશાસ્ત્ર એવો માર્ગવિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષકાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. (પત્રાંક : ૭૧૮, વર્ષ ર૯મું) For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર પરમ ઉપકારી, આત્માથી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ, ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. આત્મસિધ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવાયોગ્ય ઘણા પ્રસંગો છે. પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્ત ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા)થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. (પત્રાંક : ૭૮૦, વર્ષ ૩૦મું) For Person223Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ‘હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભકિતથી નમસ્કાર હો.” ‘આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.” ‘તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” ‘હે જિન વીતરાગ ! તમને અત્યંત ભકિતથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.” હે કુંદકુંદાદિ આચાર્યા ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભકિતથી નમસ્કાર કરું છું.” | ‘હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.’ (આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ ૨, પાનુ ૮૨૪) ૨૪ . For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શ્રી સોભાગભાઈની ઓળખ આપતાં શ્રીમદ્જીએ કરેલા સંબોધનો તેમજ સહીઓ શ્રીમના સર્વ સત્સંગીઓમાં પૂ.શ્રી સૌભાગ્યભાઈ મૂર્ધન્યસ્થાને રહ્યા. પૂ.શ્રી સૌભાગ્યભાઈને લખેલા પત્રોની શરૂઆતમાં કરેલ સંબોધનો તથા અંતમાં કરેલ સહીઓ દ્વારા તે બન્નેનું એકમેક થયેલું હૃદય, શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યેનો આદર ભાવ તથા શ્રીમજીની અંતરંગદશા પ્રદર્શિત થાય છે. સંબોધનો: આત્મવિવેક સંપન્ન, સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, પરમપૂજય, કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, જીવનમુકત, મહાભાગ્ય, શાંતમૂર્તિ, પરમવિશ્રામ, સ્વમૂર્તિરૂપ સૌભાગ્ય, સ્મરણીય મૂર્તિ, હૃદયરૂપ, આત્મસ્વરૂપે, વિશ્રામમૂર્તિ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાષ્ટિ છે જેની એવા નિષ્કામ, ભકિતમાન શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનના પરમ વિશ્રામરૂપ, મુમુક્ષુજનના પરમ બાંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ્ય, સત્સંગ યોગ્ય, ઉપકારશીલ, આર્યશ્રી, શાશ્વતમાર્ગનૈષ્ઠિક, પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન, આત્માથી, આત્મનિષ્ઠ, પરમ ઉપકારી આત્માથી, સરળતાદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ્ય. સહીઓઃ વિદ્યમાન રાયચંદના પ્રણામ, વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત, લિખિતંગ ઈશ્વરાપણ, યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ, વીતરાગભાવના યથાયોગ્ય, પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે, અભિન્નબોધના પ્રણામ, બોધબીજ, સમાધિરૂપ સસ્વરૂપપૂર્વક નમસ્કાર, સમસ્વરૂપશ્રી For Personal Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ રાયચંદના નમસ્કાર, આત્મપ્રદેશે સમસ્થિતિએ નમસ્કાર, સહજસ્વરૂપ, આત્મપ્રણામ, અત્યંત ભકિતએ પ્રણામ, પ્રેમભક્તિએ નમસ્કાર, દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોંચે, આત્મસ્વરૂપે પ્રણામ, સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય, સહજાત્મ ભાવનાએ યથાયોગ્ય, ત્રિવિધ નમસ્કાર, ભકિતભાવે નમસ્કાર, સહજશુદ્ધ આત્મસ્વરૂપ. For PersoS & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સોભાગભાઈના ઉદ્દગાર વચનો પોતાને મન જેઓ પરમ ઈષ્ટ અને સૌથી વલ્લભ છે, આવા પરમકૃપાળુ દેવને પ.પૂ. સોભાગભાઈ નિયમિત પણે પત્રો લખતા. તે પત્રોમાં શ્રીમજી પ્રત્યેની એકનિષ્ઠા, ઉત્કૃષ્ટ પૂજ્યભાવ, વિરહની વેદના, આર્થિક પરિસ્થિતિનો ખેદ, પ્રગટમાર્ગ પ્રવર્તાવવા માટેની વિનંતી, શાસ્ત્ર સમજ, તેમજ અંતરનો અનુભવ આવા અનેક ભાવો વ્યકત થતા. તે પત્રોમાંના થોડા વચનો જે શ્રીમદ્જી પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરે છે તે અહીં દર્શાવ્યા છે. ‘આપની સમર્થાઈ (સમર્થતા)અદ્ભુત છે તે વિષે કાંઈ લખી શકતો નથી. જાણે છે તે જાણે છે ને જાણે છે તે માણે છે.” (પત્રાંક : ૫) * * ‘ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય’ તો મારે એમ જ છે. આ તો જીવને આનંદ લેવો કોઈ વખત પરશન (પ્રશ્નોઈઆદ (યાદ)આવે તો લખું છું. તે ફકત જાણવા સારું, બાકી બીજું કાંઈ નથી. જાણવું તું તે તો જાણ્યું. હવે જાણવું રહુ નઈ (રહ્યું નહીં)કાં તો આપ જેવાને સાક્ષાત જાણા છે (જાણ્યા છે)તો બીજી પરવા નથી. જેમ ગોપીયુએ (ગોપીઓએ)ઓધવજીને કશું કહ્યું)હતું કે, તમારા ગનાનમાં (જ્ઞાનમાં)અમે કાંઈ સમજતાં નથી ને અમારે ગનાન (જ્ઞાન)જોતું જોઈતું)નથી તેમ છે. હવે આપની ઈચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો ગમે તો દૂર રાખો પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે. માટે કીરપા (કૃપા)કરી For PersonaRrivate Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ મારી ઈચ્છા પુરી કરો. તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી, વધારે શું લખું.” (પત્રાંક : ૭) * * ‘કે આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહી, એ એક આશ્ચર્ય જેવું છે.” (પત્રાંક : ૧૨) ‘આપનો કૃપાપત્ર રવીવારનો લખેલ ગઈકાલે આવ્યો. જેમાં અપૂર્વ વાણીથી વિગત લખી તે વાંચી જીવને ઘણો જ આનંદ થયો છે અને એ જ કાગળ વાંચતા મનમાં એમ થઈ આવે કે આ લયરૂપ સંસારમાંથી કયારે છુટાય. વળી તેના રેશ (રહસ્ય)અને મરમ (મર્મ)વિચારીએ છીએ તો અદ્ભુત આશ્ચર્યકારક વાણી લાગે છે. એવી વાણીનો બોધ વખતોવખત કરવા કૃપા કરશો.” (પત્રાંક : ૧૬) ‘રાત્રે કેટલીક વખત બે ત્રણ વાસાનો તાવ આવી જાય છે. આંખે આગળ કરતા ઠીક છે પણ ઝંખાશ વર્તાય છે. આમ શરીરની ચેષ્ટાથી એક માલા (માળા)લીધી છે અને રાત દિવસ આપનું સ્મરણ કર્યા કરું છું. મનમાં એમ પણ થાય છે કે શરીરમાં નબળાઈ આવતી જાય છે તો હવે આવખાંની (આયુષ્યની)સ્થીતી (સ્થિતિ) લાંબી હસે નહીં, તેનો તો મનમાં ખેદ કાંઈ નથી. પણ જેટલો વિજોગ છે એ મનમાં ખેદ રહ્યા કરે છે.” (પત્રાંક : ૨૭) For Persos & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ‘ગનાની (જ્ઞાની)પુરુષ પ્રવના (પૂર્વના)ઉદે (ઉદય)ભાવથી અગનાની (અજ્ઞાની)માફક વર્તતા હોય તેને કેઆ (કયા)લક્ષણથી ગનાની (જ્ઞાની)જાણવા લખુ (લખ્યું તો જો પુરવનું (પૂર્વનું)ઉપાર્જનનું બળ હોય અને ગનાની (જ્ઞાની પુરુષનોસમાગમ હોય તો તે પુરુષને ગનાનીની (જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષનાં નેણ વૈરાગ્યથી સમપુરણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરિક્ષા જેને થઈ છે તેને સંદેહ ઉપજવાનું કારણ નથી. જ્ઞાની પુરુષને કાંઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. જેવી માણસની ચેષ્ટા હોય છે, તેવી જ હોય છે. આજ અને ઐઆ (ગયા)કાળમાં જે ગનાની પ્રત્યક્ષ છે તેનું માતમ વાગજાળથી થઈ ગયેલા ગનાનીનું જાણે છે તેવું તેવું જણાતું નથી. એ જ મોહનીય કરમનું બળ છે પણ જો પ્રત્યેક્ષ ગનાનીનું માતમ (મહાભ્ય)જેમ થઈ ગયેલા ગનાનીનું સમજે છે, તેમજ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી.” ‘ગનાની વિષે વિચાર કરતા ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ બધી ઘણી ખરી ઓછી પડી ગઈ છે. છેવટ એક વિચાર નકકી કર્યો કે રાત દિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું ને તુંહી તુંહી બીજાનું કાંઈ જરૂર નથી. આપની ભકિત કરું છું હવે આપની મરજી પ્રમાણે કરશો. એજ વિનંતિ. ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કેશો.” (પત્રાંક : ૨૮) * * ‘આત્મસિધ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનું સાર હોય તેવો જણાય છે. અને હું તથા ગોશળીઓ નીત વાંચીએ છીએ ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી.” (પત્રાંક : ૩૩) * * For Personal & Private Use Only ૨૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘ગોળીઓ તથા હું હાલમાં આત્મસિધ્ધિ ગ્રંથ વાંચીએ છીએ ઘણો આનંદ આવે છે. ગોળીયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠ થયા છે. બાકીના થોડે થોડે કરૂં છું રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. આની ટીકા અરથ (અર્થ)આપે જે કરેલ છે તે ટીકા અરથ (અર્થ)મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો.” (પત્રાંક : ૩૮) ‘તો હવે જરૂર સોમવારે ત્યાંથી વીદાય થાઈ અહીં પધારશો. જેમ બપૈયો પેયુપયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.” ‘ગોરાળીઓ આત્મસિધ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે. તેમજ હું પણ તે વાચું છું. દુહા ૧૩૪ મુખપાઠે કરા (કર્યા) છે. અને વિચારતા ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહીના થયાં તાવ આવે છે. તે જો આત્મસિધ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજસુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું.” (પત્રાંક : ૩૯) * * ‘અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે (તલપાપડ થાય)તેમ દરશન (દર્શન)માટે તલખે છે.” (પત્રાંક : ૪૧) * * ‘આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ૯ બુધવારે મરતક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ ૯ નું બન્યું નહિં છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મરતુક થાશે. એમ ખાત્રી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે કૃપા દૃષ્ટિ રાખશો. અને દેહને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રતિક્ષ (પ્રત્યક્ષ)જુદો સમજામાં (સમજવામાં)આવતો ન હતો પણ દન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાત દિવસ આ ચૈતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દૃષ્ટિથી સેજ થઈ ગયું છે. એ આપને સેજ જાણવા લખ્યું છે. (પત્રાંક : ૫૪) શ્વાસોશ્વાસમાં વસેલા અને રોમે રોમમાં વ્યાપેલા શ્રીમજી પ્રત્યેના શ્રી સોભાગભાઈના સંબોધનો અને સહીઓ સંબોધનો : સાહેબજી, પૂજ્ય તરણ તારણ, પરમાત્માદેવ, પૂ. મહાપુરુષ, બોધ સ્વરૂપ, જોગેશ્વર સાહેબ, પૂ. સાહેબજી, પ્રેમપૂજ, સર્વ શુભોપમાલાયક, પરમ પરમાત્મા, આત્મ દેવ, સકળગુણજાણ, ચિંરજીવી હોજો, શ્રી સહજાન્મસ્વરૂપ સાહેબજી, જગતનો ઉદ્ધાર કરનાર, આત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ સ્વામી, કરુણાસિંધુ સદગુરુ ભગવાન, દેવાધિદેવ, સપુરુષ મહાત્મા, કરુણાસાગર, કૃપાનાથ, પરમપુરુષ, મહાપ્રભુજી. સહીઓ સોભાગના પ્રણામ, સેવક સોભાગ, આજ્ઞાંકિત સેવક, સેવક સોભાગના પાયલાગણ, સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર, સેવક સોભાગના દંડવત્ નમસ્કાર, આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર, “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર, આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈનાં નમસ્કાર. ૩૧. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ * પ્રત્યક્ષની બલિહારી જ ગગનમાં રહેલા લાખો તારાઓનો ઓજ પૃથ્વીને શ્વેત કરવા ઓછો પડે છે. જ્યારે પૂર્ણિમાનાં ચંદ્રનું માત્ર એક કિરણ આખીયે વસુંધરાને શ્વેત બનાવી શીતળતા આપવા સમર્થ છે. સો વર્ષનાં સ્વપ્નનાં સુખ કરતાં સન્મુખની માત્ર એક ક્ષણ પ્રગટ સત્ય ઓળખાવે છે. એક પ્રગટ દીવો બીજા દીવાઓને પ્રદીપ્ત કરી શકે છે. તેમ સજીવન મૂર્તિ, પ્રત્યક્ષ દેહધારી જ્ઞાની સાથેની આપણી સંધિ થતાં ચૈતન્યનો ચમત્કાર સર્જાય છે, આત્માનો લક્ષ થાય છે. શ્રી સોભાગભાઈ ઉપર પ્રશ્ન સ્વરૂપે લખાયેલા પત્રમાં શ્રીમદ્જી પૂર્વે થઈ ગયેલા સિધ્ધ પરમાત્મદેવનો અનુગ્રહ તેમજ વર્તમાનના વિદ્યમાન સત્પુરુષની ગુરુકૃપાની જીકર કરે છે. તે પ્રશ્નનો ઉત્તર સ્વયં શ્રીમદ્જી તેમજ શ્રી સોભાગભાઈએ લખેલા પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. ‘શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્દગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યફદ્રષ્ટિ છે, અર્થાત મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સગુરુની ભકિત કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તાર લખશોજી.” (પત્રાંક : પ૨૭) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ‘પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષજોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.’ (પત્રક : ૨૪૯) * * ‘પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.’ (પત્રાંક : ૪૬૬) ** ‘પૂરવે (પૂર્વ)જે જ્ઞાની થઈ ગયા તેના ભજન અને તેની વાણીના સાસતર (શાસ્ત્ર)ઉપરથી પોતાની અકકલે ચાલો (ચાલ્યો)પણ સંસાર છુટો (છુટયો)નહીં. વર્તમાન કાળમાં ગનાની (જ્ઞાની)પુરૂષ વિચરે છે તેમને કોઈ જીવઓ (જીવો)ઓળખી તેમને આશરે થઈ જાય અગર કોઈ કોઈના વીશવાસી (વિશ્વાસુ)માણસનાં કેવાથી (કહેવાથી)આશરે થઈ જાય તો તેનું કલ્યાણ થાય ? કે ઉપર લખા (લખ્યા)પુરવના (પૂર્વેના)ગનાનીનો (જ્ઞાનીનો)આશરો લેવાથી થાય ? આ પ્રશ્ન હું લેરાભાઈ (લહેરાભાઈ)ગોશળીઆને મગન વિગેરે શામે (સામે)કહું (પુછુ)છું કે વિચારી જવાબ આપો. તારે (ત્યારે)લેરાભાઈ (લહેરાભાઈ)નું કેવું(કહેવું)પૂર્વના થઈ ગયેલા ગનાની (જ્ઞાની)કેવળી તિર્થંકર હતા. અને હાલના ગનાની છંદમછ (છદમસ્થ)છે તો પુરવના (પૂર્વના)ગનાની કરતા અધુરાઈ હોય, માટે જેવી પુરવે થઈ ગયેલ ગનાનીના વચનની પરતીત (પ્રતતીત)આવે For Persona Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ તેવી વર્તમાનના ગનાનીની આવે નહિ.’ ‘આ જવાબ ઉપરથી થોડો પ્રશ્ન ઉતર થશે કે અનંતકાળની જીવને ગાંઠ પડી ગઈ. જે વર્તમાનકાળના ગનાનીને (જ્ઞાનીને)માનવું (માનવા)નહીં. અને પૂરવે (પૂર્વ)થઈ ગયેલા ગનાનીને માનવા તેને લીધે આ સંસારી જીવ કરે છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છુટશે નહી વળી જેટલા ગનાની પુરૂષ દુનિયામાં થઈ ગયા છે તે બધાએ કચ્ચું (કહ્યું)છે કે પ્રગટ જ્ઞાની વિના કલ્યાણ નહીં તે તે જાણતાં છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી, શાપ (સાપ)ઘરમાં નીકળે ત્યારે પકડી બહાર મૂકી આવે અને જ્યાં રાફડો હોય ત્યાં પૂજવા જાય પણ ઘેર બેઠાં આવે તારે (ત્યારે)કોઈએ પુજ્યો નહી. વળી કાળાંશવેશી (કેશી)અણગાર પારસનાથના શિષ્ય મહાવિદ્વાન તેની ચરચા થઇ છે છેવટે પરગટ (પ્રગટ)અવતાર મહાવીર સ્વામીના શિષ્ય થાવું પડયું અને (કેટલાં)કાળમાં અનંતકાળે જોગ બન્યો છે તે સંસારી જીવ વિચાર કરતા નથી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરૂષો બધાયે પોકારી પોકારી કહી ગઆ (ગયા)છે. ગમે તો આજ, ગમે તો સો ભવે, ગમે તો અનંત ભવે જ્યારે પ્રગટ ગનાની સમીપમાં થાશો ત્યારે તમારૂં જન્મ મરણ ટળશે. અને પુરવે ગનાની થઈ ગયાં તે જેમ આપણે મનુષ્ય દેખાએ (દેખાયે)છીએ તેવા જ તે દેખવામાં હતા. બાકી તેને જાણવવાળા તેમની સમીપમાં રહેતા તે જાણતા માટે શાસ્ત્રની અનેક જાતની વાતું સાંભળી તમો ભુલોમાં અને તમારે જન્મ મરણ છોડવા હોય તો આ અવસર છે. ફરી ફરી આવો અવસર આવવો નથી. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી બધાય ગનાની પુરૂષ કહી ગયા છે. તેમ કહું છું પછી તમારી મરજી હોય તે પ્રમાણે (રસ્તે)ચઢો. પણ આ વાત અપૂર્વ છે. વારંવાર વિચારવા જેવી છે. તો મુમુક્ષુ જીવ હશે તે વિચારશે.’ (પત્રાંક : ૩૦, સંવત ૧૯૫૨ના જેઠ પેલા સુદ ૧૫, મંગળવાર) ** For Persor Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ રેવાશંકર જગજીવનની શું | ‘તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થ, સુખને અર્થ, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે, એમ લાગે છે.” (પત્રાંક :૪૧૫) For Persona34Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગભાઈને મળતાં પૂર્વના શ્રીમજી સંવત ૧૯૨૪ ની કાર્તિકી પૂર્ણિમાના રોજ વવાણિયા ગામે માતા દેવમાની કૂખે જન્મેલા શ્રીમદ્જીને સાત વર્ષની વયે જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટયું હતું. અતિશય સ્મરણશક્તિ અને તેજરવીતાને કારણે બે વર્ષમાં સાત ધોરણનો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આઠમે વર્ષે પ્રથમ કવિતા રચનાર શ્રીમદ્જી કવિ રાયચંદ તરીકે પ્રસિધ્ધિ પામ્યા. તેરમે વર્ષે શ્રીમદ્જી પિતાને સહાયભૂત થવા દુકાને બેસવા લાગ્યા. ૧૩ થી ૧૬ વર્ષના ધર્મ મંથનકાળના અંતે જૈન અનેકાંતવાદ સિધ્ધ થતા ૧૬ વર્ષ અને ૫ માસની વયે જૈન દર્શન પ્રભાવક “મોક્ષમાળા” નું મંગળ સર્જન કર્યું. મુંબઇમાં સર ફરામજી કાવસજી ઇન્સ્ટીટયુટમાં શ્રીમદ્જીએ શતાવધાન શકિતનો પરિચય આપ્યો હતો. તેઓશ્રીને ‘હિન્દના હીરા” તથા “સાક્ષાત્ સરસ્વતી’ ના ઇલ્કાબો મળ્યા હતા. જ્યોતિષશાસ્ત્રના પારંગત શ્રીમદ્જી મુલ્કમશહુર બન્યા પણ અંતરંગ ત્યાગી શ્રીમદ્જીનું જીવન લક્ષ જુદું હતું. તીવ્ર વૈરાગી શ્રીમદ્જીને સર્વસંગ પરિત્યાગી થઇ સાધુ થવા ઇચ્છા હતી. પરંતુ માતાની આજ્ઞા ન મળતા નિ:સ્પૃહભાવે, નિર્લેપપણે પોતાનો ઉદય જાણી ઝબકબા સાથે મોરબીમાં લગ્નગ્રંથિથી જોડાઇ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. પ્રામાણિકતા અને નીતિમત્તાના ઉચ્ચ ધોરણ ધરાવતા શ્રીમદ્જીને ઝવેરાત અને આડતનો વેપાર હતો, છતાં તેઓનો ધર્મપુરૂષાર્થ દિનપ્રતિદિન વેગવંતો બન્યો. For Persona Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 5. | જ ‘શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.” (પત્રાંક : ૫૮) For Person Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું ક૨વાથી થાય ? આ કેન્દ્રસ્થ વિચાર પર શ્રીમદ્જીએ ઘણું તત્વમંથન કર્યું છે અને તેનો તાગ મેળવવા ખૂબજ ઝૂર્યા છે. તેવામાં નડિયાદના વતની, પ્રખર વેદાંતી, શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો શ્રીમદ્ભુને વવાણિયામાં મેળાપ થયો. ત્રિપાઠીજીની વિદેહી દશા તથા ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને સરળ વિચારોને કારણે શ્રીમદ્જીને તેઓ પ્રત્યે ખૂબ આદરભાવ જાગ્યો. પરસ્પર પરિચય વધારવા શ્રીમદ્જીએ પત્ર વ્યવહાર શરૂ કર્યો હતો. પોતાની આધ્યાત્મિક પિપાસાને તૃપ્ત ક૨વા શ્રીમદ્ઘ વિનંતી કરે છે, ‘હું અર્થ કે વય સંબંધમાં વૃધ્ધ સ્થિતિવાળો નથી તોપણ કંઇ જ્ઞાનવૃધ્ધતાને આણવાને આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરૂષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખેથી શ્રવણ થાય તો જ શાંતિ છે.’ હૃદયની નિર્મળતાએ કરેલી આ ઇચ્છાની પૂર્તિ શ્રી સોભાગભાઇના મિલનથી પૂર્ણ થઇ. 213 2821 For Person Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ હે આત્મન્ ! તું સંસારદુ:ખના વિનાશ અર્થ જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.” (પત્રાંક : ૧૦૨) For Person 3 Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમજીને મળતાં પૂર્વના શ્રી સોભાગભાઈ શ્રી સોભાગભાઇના પિતાશ્રી શ્રી લલ્લુભાઇ શેઠ લીંબડી રાજ્યના કારભારી હતા પણ રાજ પ્રપંચના કારણે તે પદ તેમને છોડવું પડયું. તેઓ ભગતના ગામ સાયલામાં આવી વસ્યા. સમય જતાં આર્થિક સ્થિતિ ઘસાવા લાગી. સાધુ સેવાથી કે મંત્ર વિદ્યાથી કોઇ રિધ્ધિસિધ્ધિ મળી જાય તો આર્થિક સ્થિતિ સુધરે એમ માનીને શ્રી લલ્લુભાઇ શેઠ રતલામમાં રહેતા વૃધ્ધ મારવાડી સાધુ પાસે આવ્યા. પણ બન્યું એવું કે એ સાધુ આર્થિક લાભને બદલે અધ્યાત્મ લાભ આપનારા નીકળ્યા. ધનની આવી અનર્થ કામના પ્રગટ કરવા માટે એમણે શ્રી લલ્લભાઇને ઠપક્ષે આપ્યો. શ્રી લલ્લુભાઇએ પોતાના દોષની ક્ષમા માંગી અને નિરપેક્ષ ભાવે સાધુની સેવા સુશ્રુષા કરી. ત્યારબાદ શ્રી લલ્લુભાઇને સુપાત્ર જાણી તે અધ્યાત્મનિષ્ઠ સાધુએ સુધારસ નામની યોગક્રિયાની - બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. એમ પણ કહ્યું કે, “યોગ્ય પાત્રને તે આપશો તો તેને પણ જ્ઞાન પ્રાપ્તિમાં ઉપકારી થશે.” શ્રી લલ્લુભાઇ સાયલા ગામમાં પાછા આવ્યા. અર્થોપાર્જન કે વ્યવહાર પ્રવૃત્તિ છોડીને આ પરમાર્થ રહસ્યભૂત બીજજ્ઞાનની આરાધના કરવા લાગ્યા. તેઓ તેનું અહર્નિશ ધ્યાન કરતા અને પોતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. પોતાના પુત્ર શ્રી સોભાગભાઇને સુપાત્ર જાણી તે બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. For Persong Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે.” (પત્રાંક : ૪૭૧) For Person Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ સોભાગનું પ્રથમ ધન્ય મિલન શ્રી સોભાગભાઇએ પિતાજીની આજ્ઞા લઇ ઘણાં જીવોનું કલ્યાણ થાય એવી ઉદાત્ત ભાવનાથી દેશવિખ્યાત શતાવધાની કવિ શ્રીમદ્ રાજચંદ્રજીને પરમયોગ્ય પુરૂષ જાણી જેતપર જઇ બીજજ્ઞાન આપવા વિચાર્યું. જેતપરમાં શ્રીમદ્જી પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરની દુકાનમાં બેઠા હતા. ૨૩ વર્ષના શ્રીમદ્જી પાસે ૬૭ વર્ષના શ્રી સોભાગભાઇ આવે એ પૂર્વે જ શ્રીમદ્જીના નિર્મળજ્ઞાનમાં જણાયું કે, શ્રી સોભાગભાઇ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવવા આવી રહ્યા છે, શ્રીમદ્જીએ કાગળની એકે કાપલી લઇ તેના પર શ્રી સોભાગભાઇ બીજજ્ઞાન આપવા આવી રહ્યા છે, એવી નોંધ લખીને તેને દુકાનની ગાદી પાસેના ગલ્લામાં મૂકી રાખી. શ્રી સોભાગભાઇના આવતાં જ શ્રીમદ્જીએ નામ દઇ આવકાર આપ્યો, ‘આવો સોભાગભાઇ, આવો !' શ્રીમદ્જીએ કઇ રીતે પોતાનું નામ જાણ્યું હશે ! એનો વિચાર શ્રી સોભાગભાઇના મનમાં ચમક્ય રહ્યો. શ્રીમદ્જી જ્ઞાનવંત મહાત્મા છે તેવો પોતાનો અભિપ્રાય દ્રઢ ક્રવા શ્રી સોભાગભાઇએ સાયલામાં પોતાના ઘરના બારણાની દિશા પૂછતાં તેનો યથાર્થ ઉત્તર મળતાં તેઓ સાનાંદાશ્ચર્ય પામ્યા. ૪ર For Personal Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ‘બૂઝી ચહત જો પ્યાસકો, હૈબૂઝનની રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમે, દેખી વસ્તુ અભંગ.” (પત્રાંક : ૨૫૮) For Personal & a Vate Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કોઈ બ્રહ્મરસના ભોગી, કોઇ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. શ્રી સોભાગભાઇ હજુ તો આમ ચિંતવે છે ત્યાં શ્રીમદ્જીએ કહ્યું, ‘આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો.’ તો જે બીજજ્ઞાન દર્શાવવા પોતે આવ્યા હતા તે વાત તેમાં લખેલી જાણતા શ્રી સોભાગભાઇ તો આશ્ચર્યથી દિંગ થઇ ગયા અને ચમત્કાર નિહાળી શ્રીમદ્જીના ચરણોમાં ત્રણ નમસ્કાર કર્યા. આ પછી બન્ને વચ્ચેના સત્સમાગમના અંતે શ્રીમદ્જી અપૂર્વસમાધિમાં લીન થઇ ગયા. અત્યાર સુધીની સાધનામાં પરમાર્થની જે કડી ખૂટતી હતી તે શ્રી સોભાગભાઇના અનુગ્રહથી મળી ગઇ. પરમાર્થ પ્રવૃત્તિમાં ઘણો વેગ મળ્યો. શ્રી સોભાગભાઇને પણ શ્રીમદ્જીમાં સાચા ગુરૂનાં દર્શન થયા. આ બીજજ્ઞાન તે શું ? અથવા સુધારસ તે શું ? શુધ્ધ આત્માનો અનુભવ થાય છે એવું અમોઘ, નિર્વિકારી સત્સાધન, તે બીજજ્ઞાન. આ બીજજ્ઞાનની, સુધારસપાનની, યોગપ્રક્રિયાની પ્રાપ્તિ શ્રી સદગુરૂ કરાવે છે. પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરૂ ચરન સુપ્રેમ બસે; વહ સત્યસુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દુગસે મિલહે; રસદેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. For Person Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીંવાર.” (પત્રાંક : ૯૫૪) For PersonaXYrivate Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જીનો આત્મિક ઉત્કર્ષ પરમાર્થસખા શ્રી સોભાગભાઇ સાથેનો પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયો. પ્રથમ પત્રમાં (પત્રાંક ૧૩૨) શ્રીમદ્જી લખે છે કે, ‘ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.' એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમજ આપના સમાગમ માટે મને થયું છે. શ્રી સોભાગભાઇને મળ્યાબાદ સુતા, બેસતા, જાગતા, ઉઠતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા સર્વે પ્રવૃત્તિ કરતાં ‘દિનરાત રહે તધ્યાન મહી’ એવું રાત અને દિવસ આ પરમાર્થ વિષયનું જ મનન શ્રીમદ્જીને રહે છે. તેઓ શ્રી સોભાગભાઇને લખે છે કે, “આપના પ્રતાપે આનંદવૃત્તિ છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે, સર્વ સમર્થ પુરૂષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઇ ગયા છે, એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે.” સંવત ૧૯૪૭ માં શુધ્ધ સમ્યગુદર્શનની પ્રાપ્તિ બાદ પરમઉલ્લાસથી તેઓ શ્રી સોભાગભાઇને લખે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ એ વાત સ્વીકારી છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, ત્યાંજ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે અને યોગ બહાર પૂર્વકર્મ ભોગવે છે.” ‘આજના પ્રભાતથી નિરંજનદેવની કોઇ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે અને ઘણા દિવસ થયા ઇશ્કેલી પરાભક્તિ કોઇ અનુપમરૂપમાં ઉદય પામી છે.” For Perseys & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ‘જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વતે છે.” (પત્રાંક : ૩૬0) For Personal & Private Use Only ૪૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ બન્ને આત્માઓ વચ્ચેની આધ્યાત્મિક સંબંધની ગરિમા આવા શ્રીમદ્ પોતે તો પૂર્ણપદને પ્રાપ્ત કરે છે પણ એ જેના દ્વારા સિધ્ધ થયેલ તેવા પરમાર્થ પરમસખા શ્રી સોભાગભાઇને કેમ ભૂલે? એટલે શ્રી સોભાગભાઇને લખે છે કે, “મોટું આશ્ચર્ય તો એ છે કે, આપ જેવાને સમ્યજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઇએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કોઇ કારણ સમજાતું હોય તો લખશો.’ ત્યારબાદ પત્રમાં લખે છે કે, “શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરૂં. જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે ઓ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.” For Person Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘અંતરંગમાં એવા સત્પષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશ ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે.” (પત્રાંક : ૩૯૭) For Personal & Private Use Only ૪૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ અપ્રગટ સતુને પ્રગટ થવા વિનંતી મુમુક્ષુઓના પરમ હિતસ્વી શ્રી સોભાગભાઇ અને શ્રી ડુંગરશીભાઇ શ્રીમદ્જીને વારંવાર પરમાર્થ માર્ગને પ્રકાશવા માટે ભેખ લઇ નીકળી પડવાની વિનંતી કરતા. તેના જવાબમાં શ્રીમદ્જી લખે છે કે, ‘પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઇશું નહિ અને ત્યારપછી તેની ઈચ્છા મળશે નહિ ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ ક્કીશું નહિં અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમેતો દીન માત્ર છીએ.” વિશેષમાં જણાવે છે કે “યથાપ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થતાં, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ સપુરૂષો પ્રકાશતા નથી. અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિધ્ધ રહે છે, સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.' For PersonYQ Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ - ( ર છે ‘સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (પત્રાંક : ૨૫૪) For Personal & Private Use Only પ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગભાઈ તથા કુટુંબીજનોનું આધ્યાત્મિક સ્થિતિકરણ પરમકૃપાળુદેવ જ્યારે સાયલા પૂ. શ્રી સોભાગભાઇના ઘરે સિગરામમાં પધારતા ત્યારે તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ ઉભરાતો. સાક્ષાત્ પ્રભુ ઘરે પધારે છે એવું અનુભવતા શ્રી સોભાગભાઇ સાયલાની શેરીથી ઘરના આંગણ સુધી લાલ જાજમ બિછાવી તે ઉપર ચાલીને પ્રભુને ઘરે પધારવા આગ્રહ ભરી વિનંતી કરતા. ગામવાસીઓમાં કુતુહલ જાગે અને પ્રભુના દર્શનનો લાભ સર્વ પ્રાપ્ત કરે, તેમજ લોકો કલ્યાણની સન્મુખ થાય એવી ઉત્તમભાવના તેઓ ધરાવતા. પૂ સોભાગભાઇના બે પુત્રો મણિલાલ તથા ત્રંબકલાલ, રતનબા, ઉજમબા તથા સાસરે ગયેલી દિકરીઓને આ આનંદના અવસરે તેડાવી પ્રભુના દર્શન તથા સત્સંગના લાભમાં તેઓશ્રી સહભાગી કરતા. પરમકૃપાળુદેવ તથા શ્રી સોભાગભાઇ બન્ને સાયલામાં વધારેમાં વધારે ૧૦ દિવસ એક સાથે રહ્યા હતા. સાત વર્ષના આધ્યાત્મિક સંબંધ દરમ્યાન તેઓ બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા હતા. આમ સરેરાશ વર્ષમાં ૮૦ દિવસ ભેગા રહ્યા હતા.‘તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે.કારણકે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે ; અને જીવનો નિત્યસ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે ; વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે રી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દૃષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે.” For Personal Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ‘તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દેતો.’ ‘જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે.” (ઉપદેશ છાયા : ૧૪ પત્રાંક :૩૭) For Personal a ivate Use Only www.jalnelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. શ્રી સોભાગભાઇની આર્થિક સ્થિતિ સારી નહોતી તે બાબતની ચિંતા પોતે પત્ર દ્વારા શ્રીમદ્જીને સરળતાથી લખી જણાવતા. રિદ્ધિ સિદ્ધિ યોગની યાચના પણ કરતા. નિ:સ્પૃહ શ્રીમદ્જી પોતાના પરમાર્થસખાને સાંકડી સ્થિતિમાં પડવા નહિ દેતા સન્માર્ગમાં સ્થિર કરતા. કલ્યાણમૂર્તિ શ્રીમજી શ્રી સોભાગભાઇને દુ:ખમાં આશ્વાસન તથા દિલાસારૂપે લખે છે કે, ‘તમે અમે કંઇ દુ:ખી નથી. જે દુ:ખ છે તે રામના ૧૪ વર્ષના દુ:ખનો દિવસ પણ નથી. પાંડવના ૧૩ વર્ષના દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. સંસારની જાળ જોઇ ચિન્તા ભજશો નહિ. ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. “ ચમત્કાર બતાવી યોગને સિધ્ધ કરવો, એ યોગીના લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સતું જ આચરે છે; પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છ નહીં કારણકે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” પરમ કૃપાળુદેવ અવારનવાર શ્રી સોભાગભાઇના ઘરે સાયલા પધારતા, ત્યારે શ્રી સોભાગભાઇના પુત્રો શ્રી મણિલાલ તથા શ્રી યંબકલાલ સેવામાં હાજર રહેતા. તેઓને પરમ કૃપાળુદેવ પ્રત્યે શ્રધ્ધાન હતું. તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચડે, ધર્મના અનુરાગી બને તે અર્થે શ્રી સોભાગભાઇ પરમ કૃપાળુદેવને વિનંતી કરી કહેતા કે, છોકરાઓને એવું કાંઇ લખીને મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઇ જાય.” તેથી કરૂણાસિન્ધ પરમ કૃપાળુદેવે પત્રાંક ૨૦૦ વચનાવલી લખી મોકલાવેલ કે જે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે. For Personal Lyrivate Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ‘ કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો.” (પત્રાંક : ૧૪૩) For Personal & Private Use Only ૫૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो आणाए तवो શ્રીમદ્જી તથા પરમસખા શ્રી સોભાગભાઇ સાયલામાં તેમના ઘરે અધ્યાત્મની વાતો કરતા એકબીજામાં ઓતપ્રોત હતા. તે વખતે પૂ. શ્રી સોભાગભાઇના ધર્મપત્ની રતનબા સામાયિક કરવા માટે પાથરણું લઇ ઉપાશ્રય જવા નીકળ્યા. મોક્ષાભિલાષી રતનબાએ કૃપાળુદેવને સંબોધીને કહ્યું “હે ! રાયચંદ મેતા ! આપ બન્ને આખો દિવસ આત્માની વાતો કરો છો તો મારી એટલી વિનંતિ છે કે તમો બન્ને વિમાનમાં બેસી મોક્ષમાં જાવ ત્યારે તમારા વિમાનનો એક દાંડિયો મને પકડવા દેજો’ તેના ઉત્તરમાં શ્રીમદ્જીએ તરત કહ્યું કે, ‘જો તમે સામાયિક ઉપાશ્રયને બદલે મસ્જિદમાં જઇને કરી આવો તો આ બની શકે તેમ છે.” જ્ઞાનીની આજ્ઞા સંસારમાં જતા આડા પ્રતિબંધ જેવી છે તે ન જાણતા શ્રીમદ્જીના આ અર્થગંભીર શબ્દોને રમુજ તથા હાસ્યમાં કાઢી નાખી રતનબા ચાલતા ચાલતા બોલ્યા કે, “સામાયિક કંઇ મસ્જિદમાં જઇને થતી હશે?’ એમ કહી ઉપાશ્રય ચાલ્યા ગયા. ‘મા IIM ધબ્બો મારા તવો’ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ. For Person Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.” (પત્રાંક : ૬૭૯) For Personangrivate Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્યાશ્રયી વાણીનો ઉભરાતો અતિશય | વિ.સંવત ૧૯પર માં ખંભાત નિવાસી શ્રી છોટાલાલભાઇ તથા શ્રી ત્રિભોવનભાઇ માણેકચંદના મકાનમાં શ્રીમદ્જીનો ઉતારો હતો. ‘રાજછાયા” નામના મકાનમાં ત્રીજે માળે અગાશીના એક ઓટલા પર બેસી શ્રીમદ્જી ઉપદેશ આપતા હતા; તેઓશ્રીની એક બાજુએ શ્રી સોભાગભાઇ અને બીજી બાજુએ શ્રી ડુંગરશીભાઇ બેઠા હતા. આખું મકાન શ્રોતાજનોથી ઉભરાયેલું હતું. શ્રીમદ્જીની પાવન વાણી સાંભળવા માટે લોકો શેરીમાં પણ ઊભા હતાં. તેઓની શીતળ અને મધુર વાણીનો અતિશય એવો હતો કે તે બધાને સંભળાતી હતી અને દરેક વ્યક્તિના મનના સંશયનું સમાધાન કરતી હતી. બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યા બાદ શ્રીમદ્જીએ પોતાના હૃદયસખા શ્રી સોભાગભાઇ તથા શ્રી ડુંગરશીભાઇને અનુલક્ષીને ક્યું કે, “આ બન્ને આર્ય, શ્રી સોભાગ તથા શ્રી ડુંગરશી શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી જેવા છે.” For Personal & Private Use Only પ Page #61 -------------------------------------------------------------------------- ________________ ‘મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહાસકિત મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે.” (પત્રાંક : ૨૫૪) For Personal a lavate Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રી સોભાગભાઈની એકનિષ્ઠા ખંભાત નિવાસી મુમુક્ષુ ભાઇ શ્રી છોટાલાલ માણેકચંદ પોતાની પરિચય નોંધમાં લખે છે કે એક વખત શ્રીમદ્જી ધર્મજથી વીરસદ પોતાના ધર્મપ્રેમી સત્સંગીઓ સાથે ચાલીને જઇ રહ્યા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી તે પરથી પસાર થતાં સામેથી તે જ કેડી ઉપર બે સાંઢને લડતા આવતા જોયા. ધસી આવી રહેલા મૃત્યુ સમાન તે સાંઢને જોઇ સર્વેમાં ગભરાટ વ્યાપ્યો. પણ નિશ્ચિત શ્રીમદ્જીએ બધાને જણાવ્યું કે, “સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઇ જશે.પરંતુ ભયને આધીન હું તથા બધા સાથીઓ કેડી પરથી ઉતરી જઇ ખેતરમાં આશરો લીધો. માત્ર શ્રીમદ્જી અને તેમની પાછળ શ્રી સોભાગભાઇ તથા શ્રી ડુંગરશીભાઇ શાંતિથી આગળ વધ્યા. બન્ને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઉભા રહ્યા અને સુરક્ષિતપણે શ્રીમદ્જીના વચન પ્રત્યે અવિચળ શ્રધ્ધા ધરાવતા તેઓ બન્ને શ્રીમદ્જી સાથે નીડરતાથી આગળ નીકળી ગયા. For Personal & Private Use Only KO Page #63 -------------------------------------------------------------------------- ________________ ‘જેની પ્રાપ્તિ પછી અનંતકાળને યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો.” (પત્રાંક : ૩૭૯) For Personal & Private Use Only ૬૧. Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઇના અંત:કરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હૃદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રધ્ધા અને સરળ મનોવૃત્તિએ, અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયલાથી વળાવતી વખતે પોતાના હૃદયનો આનંદ-ઉલ્લાસ તથા ભકિતની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઇ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, ‘ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરૂષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો’ તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો વાળ વાકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઇ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું જ છે. ‘માગી ખાઇને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુ:ખ તૃણ માત્ર છે.” ૬ર. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ‘શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.” (પત્રાંક : ૪૯૩) For Persona rivate Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પપદનો અમૃત પત્ર મુનિશ્રી લલ્લુજી મહારાજ સુરતમાં બિરાજેલા હતા. મુનિશ્રીના સમાન નામધારી સુરતના શ્રાવક શ્રી લલ્લુભાઇ ઝવેરી દસ-બાર મહિના બીમાર રહ્યા અને ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. મુનિશ્રી સ્વયં પણ સ-બાર મહિનાથી બીમાર હતા તેથી એમને ચિંતા થઈ કે ‘શું મારો પણ સમ્યક્ટર્શન પામ્યા પહેલા દેહ છૂટી જશે?” તેથી પરમકૃપાળુદેવને સમકિત પ્રાપ્ત કરાવવા પોતે વિનંતિભર્યો પત્ર લખાવે છે. તેના ઉત્તરરૂપે અનંતકૃપા કરી શ્રીમદ્જીએ મુનિરાજને છ પદનો પત્ર લખ્યો. તત્વની ગહન વિચારણા આ છે પદના પત્રમાં છે. “આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોકતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે.” આ છ પદને મહાપ્રવચન ગણાવી તેના પર ચિંતન, મનન અને મુખપાઠ કરવાની સોભાગભાઇ, અંબાલાલભાઇ, લલ્લુજીમુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી. For Persey & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.” ‘દેહ છતાં જેની દશા, વર્ત દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.” (પત્રાંક : ૭૧૮) For Personal & State Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જગતનું સૌભાગ્ય - આત્મસિધ્ધિશાસ્ત્રનું અવતરણ વૃધ્ધાવસ્થાને કારણે ગદ્યમાં લખાયેલા છ પદના પત્રને કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતાં શ્રી સોભાગભાઇએ શ્રીમદ્જીને પદ્ય રૂપે લખી મોકલવા વિનંતિ કરી. જેમ સ્વાતિ નક્ષત્રમાં શરદપૂર્ણિમાએ જે મેઘબિંદુ છીપમાં પડે તે સાચા મોતીરૂપે પરિણમે છે તેમ શ્રી સોભાગભાઇની વિનંતિ શ્રીમદ્જીના હૃદયમાં આત્મસિધ્ધિરૂપી અમૂલ્ય મોતીરૂપે ઉદ્ભવ પામી. સંવત ૧૯પર ના આસો વદ એકમના દિવસે નડિયાદ મુકામે શ્રીમદ્જી સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેતા મહામુમુક્ષુ અંબાલાલભાઇને કહ્યું અંબાલાલ ! ફાનસ લે.” વિનયમૂર્તિ શ્રી અંબાલાલભાઇ ફાનસ ધરી ઊભા રહ્યા. ગહન જ્ઞાનનું ઝરણું અસ્મલિતરૂપે વહેવા લાગ્યું. માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં પર્દર્શનના સાર સમી શ્રી આત્મસિધ્ધિનું એક જ બેઠકે સર્જન થયું. શ્રીમદ્જીએ આત્મસિધ્ધિશાસ્ત્રમાં ત્રણવાર શ્રી સૌભાગ્યભાઇનું નામ જોડી તેઓને અમર કર્યા છે. For PersS & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ‘જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદએવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.” (પત્રાંક : ૭૧૦) For Personal Oivate Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુંયોગથી અમરત્વની પ્રાપ્તિ સંવત ૧૯૫૩ ના કારતક મહિનાથી સોભાગભાઇને તાવ આવવા લાગ્યો. શક્તિ ક્ષીણ થતી ગઇ અને શરીર નબળું પડતું ગયું. આત્મસિધ્ધિશાસ્ત્ર પ્રાપ્ત થતાં તેઓ શ્રીમદ્જીને જણાવે છે, ‘આત્મસિધ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. ઘણો જ આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. કૃપા કરી તરત પધારશો અને દર્શનનો લાભ આપશો. જેમ બપૈયો પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.’ શ્રી સોભાગભાઇએ કરેલી વિનંતિને માન આપી શ્રીમદ્જી સાયલા પધારે છે. પોતાની સાથે દશ દિવસ માટે ઇડરના નિવૃતિક્ષેત્રે લઇ જાય છે. ત્યાં પરમાર્થબોધની અમૃતવર્ષા વરસાવી સોભાગભાઇને અપૂર્વ સમજણ આપી ધન્ય કરે છે. ત્યારબાદ શ્રીમદ્જી મુંબઇ પ્રસ્થાન કરે છે. અને શ્રી સોભાગભાઇ સાયલા પધારે છે. For Personal & Private Use Only ૬૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ‘દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.” ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચારિ ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના; (વ્યાખ્યાનસાર-૨-૧ર પત્રાંક : ૭૭૯) For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગની સ્વભાવ જાગૃતદશા શ્રી સોભાગભાઇનું રોગગ્રસ્ત શરીર વધુ ક્ષીણ થાય છે. શ્રીમદ્જીએ એમની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઇને સોભાગભાઇની સેવા કરવા માટે સાયેલા જવા આજ્ઞા કરી. અપૂર્વ આત્મજાગૃતિ અર્થે આરાધનામાં પરમ પરમ ઉપકારી થઇ પડે તેવા ત્રણ પત્રો શ્રીમદ્જીએ મુંબઇથી લખી મોકલ્યા કે જેની ચમત્કારિક અસર સોભાગભાઇના આત્મા પર થઇ. તે પત્રોની પ્રભાવક અસરને પ્રગટ કરતા શ્રી સોભાગભાઇ અંતિમ પત્ર લખતાં જણાવે છે. “આ કાગળ છેલ્લો લખી જણાવું છું જેઠ સુદ ૯ બુધવારે મરતક છે. એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯ નું બન્યું નહિં. છતાં તે તારીખ ગઇ. તો જેઠ વદ ૯ ને બુધવારે છે. ઘણું કરી તે તારીખે મરતકથાશે, એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદ્રષ્ટિ રાખશો....... અને દેહ ને આત્મા જુદો છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન-૮ થયા આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે, અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઇ ગયું છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે.' For Personal Private Use Only 9O Page #73 -------------------------------------------------------------------------- ________________ આ કે ‘તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાનીપુરુષનો નિશ્ચય છે.” (પત્રાંક : ૭૮૦). For Personal gqivate Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગભાઈનું અપૂર્વ સમાધિમરણ શ્રી સોભાગભાઇના ધાર્યા કરતા એક દિવસ મોડો વિ.સં. ૧૯૫૩ ના જેઠ વદ દશમના દિવસે સમાધિસ્થ ભાવે દેહ ત્યાગ થયો. પૂ. શ્રી સોભાગભાઇના સમાધિમરણ વખતે હાજર રહેલા રાજરત્ન અંબાલાલભાઇએ પરમ કૃપાળુદેવને સાયલાથી જેઠ વદ ૧૧ શુક્રવાર ૧૯૫૩ ના તે અંતિમ સમયનું તાદશ્ય વર્ણન કરતા લખ્યું. કે, “હે પ્રભુ! બેહદ દિલગીર છું કે પરમપૂજ્ય, પૂજવાયોગ્ય, પરમસ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સોભાગભાઇ સાહેબે પરમ સમાધિભાવે, શુધ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરૂષની દુ:ખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરૂ પ્રત્યેનો એકનિષ્ઠાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એ એક જ ક્રમ જોઇ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે.” દશ વાગતા માથાશ્વાસ થયો. અત્યંત પીડા છેવટની વખતની પોતે ભોગવવા માંડી. તેથી ૧૦ ને ૪૮ મિનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુ:ખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઇની સલાહ લઇ મેં સહજાત્મ સ્વરૂપ સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા, ‘હા એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે.” એટલા વચન બોલ્યા ને સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તરત પોતે ડાબુ પડખું ફેરવ્યું અને સવારે ૧૦ ને ૫૦ મિનીટે પોતે નશ્વર દેહનો ત્યાગ કર્યો. For Personal & Private Use Only ર Page #75 -------------------------------------------------------------------------- ________________ ‘તેમના ગુણોનું અભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.” (પત્રાંક : ૭૮૨) For Personal Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સોભાગભાઈને ભવ્ય શ્રધ્ધાંજલી પોતાના પરમાર્થસખાના વિયોગને શ્રીમદ્જીએ જ્ઞાનબળથી જાણી લીધું. રોજ ગરમ પાણીથી સ્નાન કરતા શ્રીમદ્જી તે સમયે પહેરેલા કપડા સાથે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા. ત્યારપછી થોડા કલાક બાદ શ્રી સોભાગભાઇના દેહાંતનો તાર મળ્યો. શ્રી સોભાગભાઇના વિરહનો પરમાર્થ ખેદ સૌથી વધારે કોઇએ અનુભવ્યો હોય તો તે નિર્મોહસ્વરૂપ સંવેદનશીલ શ્રીમદ્જીએ. શ્રી સોભાગભાઇને અંજલિ આપતા તેઓ લખે છે કે, “આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરૂવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થાય છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે. અને એમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે, જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણાવખત સુધી રહેવા યોગ્ય છે.” આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.” શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (પત્રાંક : ૭૮૨, વર્ષ ૩૦મું) For Persoey Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગને નમસ્કાર ‘શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.’ (પત્રાંક : ૭૮૩, વર્ષ ૩૦મું) ** ‘આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુકત સમયની દશા, હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.’ (પત્રાંક : ૭૮૬, વર્ષ ૩૦મું) * * ‘આર્ય સોભાગની બાહ્યાવ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે.’ * ‘હે ભવ્ય શ્રી સોભાગ! ત્હારા જેવો પરમાર્થ સખા આ પરમજ્ઞાની રાજચંદ્રને મળ્યો. તો ત્હારા પરના શ્રીમના પત્રોમાં વ્યકત થતી આ પરમ જ્ઞાનાવતાર પુરૂષની આત્મદશા સંબંધી અમે કંઇક જાણવા પામ્યા. અમે જ્ઞાનાવતાર અધ્યાત્મ રાજચંદ્રને કંઇક અંશે ઓળખવા પામ્યા. આ સર્વ હે શ્રી સોભાગ! ત્હારો જગત પર પરમ અનુગ્રહ છે, માટે તને નમસ્કાર હો! નમસ્કાર હો!’ * * (પત્રાંક ૭૮૭, વર્ષ ૩૦મું) For Personal & Private Use Only ૭૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી” 44 ૭૬ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ in een international wwijainelibraryorg