________________
નિમિત્તકારણ સોભાગભાઈ બન્યા. સોભાગભાઈના મેળાપ થકી મોક્ષપુરીનું પ્રવેશદ્વાર એવા શુધ્ધ સમ્યગ્દર્શન પ્રત્યેનો એકલક્ષી પુરુષાર્થ જાગ્યો. ધર્મરૂપી વૃક્ષના મૂળિયા ઊંડા સ્થપાતાં શ્રી સોભાગભાઈ પ્રત્યે શ્રીમદ્જીને બહુ આદર જાગ્યો. સોભાગભાઈ શ્રીમજીના હૃદયસખા બની ગયા અને તેમજ સોભાગભાઈના રોમે રોમમાં શ્રીમદ્રજી સમાઈ ગયા. બન્ને આત્માઓને એક બીજા ઉપરનો અપૂર્વ પારમાર્થિક સ્નેહ વેદાયો. જાણે જન્મ જન્માન્તરથી વિખુટા પડેલા પરમાર્થ મિત્રોનું મિલન થયું.
પૂ.શ્રી સોભાગભાઇની પ્રેમસભર વારંવારની વિનંતિને માન આપી પરમ કૃપાળુદેવ વવાણિયા જતી વખતે અગર તો પાછા વળતા સાયલા જરૂરથી પધારતા. પૂ.શ્રી સોભાગભાઇ સાથે પરમ કૃપાળુદેવ સાયલામાં એક સાથે વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. શ્રીમદ્ સાથેનો પરમાર્થસખા શ્રી સોભાગભાઇનો આધ્યાત્મિક સંબંધ સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી ૭ વર્ષનો રહ્યો. આ સાત વર્ષમાં બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા.
શ્રી રાજ-સોભાગ આશ્રમના આદ્ય પ્રણેતા સદગુરુદેવ શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પ.પૂ. બાપુજી)હમેશાં કહેતા કે પરમ કૃપાળુદેવને ઓળખવા હશે તો પ્રથમ સોભાગભાઈને સમ્યગ રીતે પરખવા પડશે. જો સોભાગભાઈના નેત્રો વડે કૃપાળુદેવને નિહાળશું તો તેમના આંતર ચારિત્રનો પરિચય થશે. અધ્યાત્મના શિખર ઉપર બિરાજતા પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીની આત્મઅમિરતને પામવા પ.પૂ. સોભાગભાઈ કેડીરૂપ બન્યા છે. શ્રીમદ્જીના આત્મપ્રદેશની જ્ઞાનહરિયાળીનો, પરમ સત્યના પ્રત્યક્ષ અનુભવનો સચ્ચિદાનંદ, સહજ ઉભરાઈને સ્વયં પ.પૂ. સોભાગભાઈ પર લખેલા પત્રોમાં ઠલવાયો. તો પ્રતિપક્ષ સોભાગભાઈએ પોતાના બાહ્ય વ્યકિતત્વને જેમ જળમાં હિમ ઓગળે તેમ પરમ કૃપાળુના આત્મસ્વરૂપમાં ઓગાળી નાખ્યું. બન્નેના આત્મા એક થઈ અવિભકત રહ્યા. પૂ. સોભાગભાઈનું મન આનંદસ્વરૂપ શ્રીમદ્જીમાં તદાકાર થયું અને ઉત્કૃષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
HIT LIMITATI