________________
દ્રવ્યાનુંયોગથી અમરત્વની પ્રાપ્તિ
સંવત ૧૯૫૩ ના કારતક મહિનાથી સોભાગભાઇને તાવ આવવા લાગ્યો. શક્તિ ક્ષીણ થતી ગઇ અને શરીર નબળું પડતું ગયું. આત્મસિધ્ધિશાસ્ત્ર પ્રાપ્ત થતાં તેઓ શ્રીમદ્જીને જણાવે છે, ‘આત્મસિધ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. ઘણો જ આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. કૃપા કરી તરત પધારશો અને દર્શનનો લાભ આપશો. જેમ બપૈયો પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.’ શ્રી સોભાગભાઇએ કરેલી વિનંતિને માન આપી શ્રીમદ્જી સાયલા પધારે છે. પોતાની સાથે દશ દિવસ માટે ઇડરના નિવૃતિક્ષેત્રે લઇ જાય છે. ત્યાં પરમાર્થબોધની અમૃતવર્ષા વરસાવી સોભાગભાઇને અપૂર્વ સમજણ આપી ધન્ય કરે છે. ત્યારબાદ શ્રીમદ્જી મુંબઇ પ્રસ્થાન કરે છે. અને શ્રી સોભાગભાઇ સાયલા પધારે છે.
Jain Education International
For Personal & Private Use Only ૬૮
www.jainelibrary.org