SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વારસ્ય અહો મહાવીરના. વીતરાગ પ્રભુ મહાવીરના વારસદાર, તેઓના અંતેવાસી શિષ્ય, અર્વાચીન કાળના યુગપ્રવર્તક મહાપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાને આપેલા બોધની પુનઃ પ્રભાવના કરી. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એમનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો. શ્રીમદ્ભુને ભગવાન મહાવીરના વીતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્યકાળથીજ હતો. શ્રીમદ્જી વીતરાગ દર્શનના સાચા અનુયાયી, પ્રરૂપક ને પ્રણેતા હતા. જૈનદર્શન પ્રત્યેના અવિચળ અખંડ શ્રધ્ધાનનો ઉલ્લેખ કરતા અનેક વચનો શ્રીમદ્જીના પત્ર સાહિત્યમાં મળી આવે છે. ‘સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું વિશેષ માનવા યોગ્ય છે’’ (પત્રાંક : ૪૦) નિગ્રંથં ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યુન જ છે. આત્મા અનંતકાળ રખડયો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસકંત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, શુધ્ધ, સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવલ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રધ્ધા રહો! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના! (પત્રાંક : ૫૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005560
Book TitleRaj Hriday
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy