________________
સત્યાશ્રયી વાણીનો ઉભરાતો અતિશય
| વિ.સંવત ૧૯પર માં ખંભાત નિવાસી શ્રી છોટાલાલભાઇ તથા શ્રી ત્રિભોવનભાઇ માણેકચંદના મકાનમાં શ્રીમદ્જીનો ઉતારો હતો. ‘રાજછાયા” નામના મકાનમાં ત્રીજે માળે અગાશીના એક ઓટલા પર બેસી શ્રીમદ્જી ઉપદેશ આપતા હતા; તેઓશ્રીની એક બાજુએ શ્રી સોભાગભાઇ અને બીજી બાજુએ શ્રી ડુંગરશીભાઇ બેઠા હતા. આખું મકાન શ્રોતાજનોથી ઉભરાયેલું હતું. શ્રીમદ્જીની પાવન વાણી સાંભળવા માટે લોકો શેરીમાં પણ ઊભા હતાં. તેઓની શીતળ અને મધુર વાણીનો અતિશય એવો હતો કે તે બધાને સંભળાતી હતી અને દરેક વ્યક્તિના મનના સંશયનું સમાધાન કરતી હતી. બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યા બાદ શ્રીમદ્જીએ પોતાના હૃદયસખા શ્રી સોભાગભાઇ તથા શ્રી ડુંગરશીભાઇને અનુલક્ષીને ક્યું કે, “આ બન્ને આર્ય, શ્રી સોભાગ તથા શ્રી ડુંગરશી શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી જેવા છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
પ