________________
બન્ને આત્માઓ વચ્ચેની આધ્યાત્મિક સંબંધની ગરિમા
આવા શ્રીમદ્ પોતે તો પૂર્ણપદને પ્રાપ્ત કરે છે પણ એ જેના દ્વારા સિધ્ધ થયેલ તેવા પરમાર્થ પરમસખા શ્રી સોભાગભાઇને કેમ ભૂલે? એટલે શ્રી સોભાગભાઇને લખે છે કે, “મોટું આશ્ચર્ય તો એ છે કે, આપ જેવાને સમ્યજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઇએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કોઇ કારણ સમજાતું હોય તો લખશો.’ ત્યારબાદ પત્રમાં લખે છે કે, “શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરૂં. જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે ઓ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.”
Jain Education International
For Person
Private Use Only
www.jainelibrary.org